Adani-Hindenburg Case : અદાણી-હિંડનબર્ગ વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે, હિંડનબર્ગે અદાણી ગ્રૂપ પર છેતરપિંડી, સ્ટોક મેનિપ્યુલેશનનો આરોપ મૂક્યો હતો

Adani-Hindenburg Case : આ અંગે સેબીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે તેને "યોગ્ય તપાસ કરવા અને ચકાસાયેલ તારણો પર પહોંચવા" વધુ સમયની જરૂર છે. સેબીએ જણાવ્યું હતું કે આવા કિસ્સાઓમાં વધુ તપાસ જરૂરી છે જ્યાં પ્રાથમિક તારણો સિક્યોરિટીઝ કાયદાના ઉલ્લંઘન તરફ નિર્દેશ કરે છે.

Adani-Hindenburg Case : અદાણી-હિંડનબર્ગ વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે, હિંડનબર્ગે અદાણી ગ્રૂપ પર છેતરપિંડી, સ્ટોક મેનિપ્યુલેશનનો આરોપ મૂક્યો હતો
| Edited By: | Updated on: May 12, 2023 | 8:51 AM

અદાણી-હિંડનબર્ગ(Adani-Hindenburg Case) વિવાદ અંગે સુપ્રીમ કોર્ટ(Supreme Court) આજે 12 મે ના રોજ સુનાવણી કરશે. આ સુનાવણી સેબી(SEBI) સાથે સંબંધિત મામલા સાથે જોડાયેલી છે જેમાં કોર્ટે 2 માર્ચે સેબીને અદાણી ગ્રુપના શેરના ભાવમાંછેડછાડ કરવાના આરોપોની બે મહિનામાં તપાસ કરવા કહ્યું હતું. આ પહેલા 8મી મેના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી એક્સપર્ટ પેનલે સીલબંધ કવરમાં રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ મામલાની સુનાવણી 12 મેના રોજ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની સામે થશે. 24 જાન્યુઆરીના રોજ અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગે અદાણી ગ્રૂપ પર છેતરપિંડી, સ્ટોક મેનિપ્યુલેશનનો આરોપ મૂક્યો હતો. જોકે અદાણી ગ્રુપે આ આરોપોને સીધો ફગાવી દીધા હતા.

આ પછી 29 એપ્રિલે, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ અદાણી ગ્રુપના આરોપોની તપાસ પૂર્ણ કરવા માટે છ મહિનાનો સમય વધારવાની માંગણી કરીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ પછી કોર્ટે કમિટી અને સેબીને 2 મહિનામાં રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું.

આ પણ વાંચો : Petrol-Diesel Price Today :ક્રૂડની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો, શું પેટ્રોલ – ડીઝલના ભાવમાં રાહત મળી? જાણો અહેવાલ દ્વારા

સેબીએ વધારાનો સમય માંગ્યો હતો

29 એપ્રિલે સેબીએ સુપ્રીમ કોર્ટની સામે પોતાનું રજુઆત કરતા તપાસ પૂર્ણ કરવા માટે વધુ 6 મહિનાનો સમયની માંગ કરી હતી. જો કે, આ માંગનો ઉગ્ર વિરોધ થયો હતો અને ઘણા નેતાઓએ તેની આકરી પ્રતિક્રિયા આપી હતી. તે જ સમયે સેબી સામે એક પિટિશન પણ દાખલ કરવામાં આવી હતી જેમાં એક્સટેન્શનની માંગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તપાસ માટે વધારાનો સમય આપીને કંપની મહત્વપૂર્ણ ડેટા અને તથ્યો સાથે ચેડાં કરી શકે છે.

સેબીએ કોર્ટમાં શું કહ્યું હતું ?

આ અંગે સેબીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે તેને “યોગ્ય તપાસ કરવા અને ચકાસાયેલ તારણો પર પહોંચવા” વધુ સમયની જરૂર છે. સેબીએ જણાવ્યું હતું કે આવા કિસ્સાઓમાં વધુ તપાસ જરૂરી છે જ્યાં પ્રાથમિક તારણો સિક્યોરિટીઝ કાયદાના ઉલ્લંઘન તરફ નિર્દેશ કરે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…