Adani Group : ગૌતમ અદાણીની કંપનીનો આ સ્ટોક ASM ફ્રેમવર્કમાં સામેલ કરાયો, શું રોકાણકારો ઉપર પડશે કોઈ અસર?

|

Mar 23, 2023 | 9:20 AM

Adani Group : હાલમાં ટૂંકા ગાળાના ASM ફ્રેમવર્કમાં કોઈ સ્ટોક નથી પરંતુ હવે અદાણી પાવર આજથી આ યાદીમાં જોડાશે. અદાણી પાવર, એન્ટરપ્રાઇઝિસ અને વિલ્મર સાથે, 9 માર્ચે ફ્રેમવર્કમાં જોડાયા હતા અને 17 માર્ચે બહાર નીકળી ગયા હતા.

Adani Group : ગૌતમ અદાણીની કંપનીનો આ સ્ટોક ASM ફ્રેમવર્કમાં સામેલ કરાયો, શું રોકાણકારો ઉપર પડશે કોઈ અસર?

Follow us on

Adani Group : ગૌતમ અદાણીની કંપની અદાણી ગ્રુપના સ્ટોક પર ફરીથી નજર રાખવામાં આવી રહી છે. BSE અને NSEના પરિપત્ર મુજબ અદાણી પાવરના સ્ટોકને આજથી એટલે કે 23 માર્ચથી શોર્ટ ટર્મ ASM ફ્રેમવર્ક સ્ટેજ 1 હેઠળ મૂકવામાં આવશે. આ ફેરફાર ત્યારે આવ્યો છે જ્યારે ગ્રુપના બે સ્ટોક્સ મોનિટરિંગની બહાર મુકવામાં આવ્યાછે. પરિપત્ર મુજબ આ સ્ટોકને 17 માર્ચે અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી વિલ્મર સાથે બાકાત રાખવામાં આવ્યો હતો પરંતુ હવે તેને શોર્ટ ટર્મ એડિશનલ સર્વેલન્સ ફ્રેમવર્કમાં સામેલ કરવામાં આવશે. NSE અને BSE એ જણાવ્યું છે કે સ્ટોકે ટૂંકા ગાળાના ASM હેઠળ સમાવેશ માટેના માપદંડોને પૂર્ણ કર્યા છે.

આ સ્ટોક ઓબ્ઝર્વેશન હેઠળ રહેશે

એક્સચેન્જો પર ઉપલબ્ધ વિવિધ પરિપત્રો મુજબ અદાણી પાવરને 23 માર્ચથી અમલમાં આવતા ટૂંકા ગાળાના ASM ફ્રેમવર્ક સ્ટેજ-1માં શોર્ટલિસ્ટ કરવામાં આવ્યો છે. જો આપણે ASM ફ્રેમવર્કના પરિમાણો વિશે વાત કરીએ તો તેમાં અપ -ડાઉન , ક્લોઝ ટૂ ક્લોઝ પ્રાઇસ, પ્રાઇસ અર્નિંગ રેશિયો, પ્રાઇસ બેન્ડ્સની સંખ્યા વગેરેનો સમાવેશ થાય છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે અદાણી પાવરે આ પેરામીટરને પૂર્ણ કર્યા છે જેના કારણે તેને ટૂંકા ગાળાના ASM ફ્રેમવર્કમાં સામેલ કરવામાં આવી રહ્યું છે.

હાલમાં ટૂંકા ગાળાના ASM ફ્રેમવર્કમાં કોઈ સ્ટોક નથી પરંતુ હવે અદાણી પાવર આજથી આ યાદીમાં જોડાશે. અદાણી પાવર, એન્ટરપ્રાઇઝિસ અને વિલ્મર સાથે, 9 માર્ચે ફ્રેમવર્કમાં જોડાયા હતા અને 17 માર્ચે બહાર નીકળી ગયા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

નુકસાનમાંથી રિકવર થતા સ્ટોક્સ

અદાણી ગ્રૂપની લિસ્ટેડ 10માંથી 8 કંપનીઓએ બુધવારે નફો નોંધાવ્યો હતો. હિંડનબર્ગ રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રૂપના શેરમાં ઘટાડો  જોવા મળી રહ્યો હતો પરંતુ હવે આ શેર રિકવર થઈ રહ્યા છે.

રિસર્ચ પ્લેટફોર્મ હુરુન દ્વારા બહાર પાડવામાં આવેલ ધનકુબેરોની નવી યાદી  રિયલ એસ્ટેટ કંપની M3Mના સહયોગથી હુરુન દ્વારા તૈયાર કરવામાં આવી છે. 2023 M3M હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ (2023) અનુસાર છેલ્લા એક વર્ષ દરમિયાન ઘણા અમીરોને ભારે નુકસાન થયું છે. છેલ્લા એક વર્ષ દરમિયાન સૌથી વધુ સંપત્તિ ગુમાવનારા ટોપ 10 અમીર લોકોમાં ભારતના કારોબારીઓના નામ પણ સામેલ છે. ગૌતમ અદાણી એ ખુબ મોટા નુકસાનનો સામનો કર્યો છે. રિપોર્ટ અનુસાર છેલ્લા એક વર્ષ દરમિયાન ગૌતમ અદાણી અને પરિવારની નેટવર્થમાં 28 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. અદાણી એન્ડ ફેમિલી મહત્તમ નુકસાનની દ્રષ્ટિએ છઠ્ઠા સ્થાને છે અને હુરુને કુલ વર્તમાન નેટવર્થ 53 બિલિયન ડોલરનો અંદાજ લગાવ્યો છે. ગૌતમ અદાણી હાલ ભારતના બીજા સૌથી અમીર વ્યક્તિ છે.

Next Article