STOCK UPDATE: કરો એક નજર આજના TOP GAINER અને TOP LOSER શેર ઉપર

આજના કારોબારી સત્રના અંતે શેરબજાર નબળાઈ દર્જ કરીને બંધ થયા છે. આજે સપ્તાહના અંતિમ દિવસે નિફ્ટી 14,440ની નીચે અને સેન્સેક્સ 49,034.67 પર બંધ થયા છે.

STOCK UPDATE: કરો એક નજર આજના TOP GAINER અને TOP LOSER શેર ઉપર
STOCK UPDATE
| Edited By: | Updated on: Jan 15, 2021 | 6:11 PM

આજના કારોબારી સત્રના અંતે શેરબજાર નબળાઈ દર્જ કરીને બંધ થયા છે. આજે સપ્તાહના અંતિમ દિવસે નિફ્ટી 14,440ની નીચે અને સેન્સેક્સ 49,034.67 પર બંધ થયા છે. દિવસના ઉપરી સ્તરોથી સેન્સેક્સે 549 અંકો સુધીના ગોથા લગાવ્યા, જ્યારે નિફ્ટીમાં 161 અંકોનો ઘટાડો જોવા મળ્યો છે. ટેક મહિન્દ્રાના શેરમાં 3.95 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એચસીએલ ટેક, વિપ્રો, ગેઈલ અને ઓએનજીસીના શેરમાં પણ 3%થી વધુ ઘટાડો થયો છે.

 

આજના કારોબારમાં NIFTY 50 ઈન્ડેક્સમાં ટોપ ગેઈનર્સ અને તો લોસર્સ આ મુજબ રહ્યા હતા.

 

ટાટા મોટર્સના શેરમાં 6.65%નો ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત ભારતી એરના શેર્સ પણ 3.95% સુધી વધીને બંધ થયા છે. યુપીએલ, આઈટીસી અને ગ્રાસિમના શેર પણ ફાયદામાં બંધ થયા છે. બીએસઈ પર 3,163 કંપનીઓના શેર્સનો વેપાર થયો હતો. 1,086 શેરમાં વૃદ્ધિ અને 1,941 ઘટાડા સાથે બંધ થયા છે. માર્કેટમાં 61% શેર ઘટ્યા છે. 349 કંપનીઓના શેરએ અપર સર્કિટ નોંધાવી છે. BSEમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ રૂ.195.49 લાખ કરોડ થઈ છે.

આ પણ વાંચો: TV9 Exclusive: રાજ્યમાં આવતીકાલથી 161 સેન્ટર પરથી 4,33,000 લોકોને કોરોના વેક્સિન અપાશે: DyCM નીતિન પટેલ