માર્કેટ કેપને મોટું નુકસાન- બીજી તરફ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપને પણ ઘણું નુકસાન થયું છે. ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂ. 20,65,197.6 કરોડ હતું. જે આ શુક્રવારે ઘટીને 18,76,718.24 કરોડ રૂપિયા થઈ ગયો છે. આનો અર્થ એ થયો કે છેલ્લા એક સપ્તાહમાં કંપનીના માર્કેટ કેપમાં રૂ. 1,88,479.36 કરોડનો ઘટાડો થયો છે. કોઈ કંપનીના માર્કેટ કેપમાં આટલો મોટો ઘટાડો જોવો ભાગ્યે જ જોવા મળે છે.