Stock Update : શેરબજારની પ્રારંભિક તેજી વચ્ચે આ સ્ટોક્સે રોકાણકારોને બનાવ્યા માલામાલ, તપાસી લો તમારો પોર્ટફોલિયો

|

Nov 12, 2021 | 10:11 AM

સારા વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો કારોબારમાં મજબૂત થયા છે. બેંક, ફાઈનાન્સ અને આઈટી શેરોમાં આજે જોરદાર વૃદ્ધિ જોવા મળી રહી છે.

Stock Update : શેરબજારની પ્રારંભિક તેજી વચ્ચે આ સ્ટોક્સે રોકાણકારોને બનાવ્યા માલામાલ, તપાસી લો તમારો પોર્ટફોલિયો
Stock Update

Follow us on

આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું હતું. BSE ના 30 શેરો વાળા બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 328.35 પોઈન્ટ વધીને 60,248.04 ના સ્તર પર ખુલ્યા છે તો બીજી તરફ NSEનો નિફ્ટી 104 પોઈન્ટ વધીને 17,977.60 પર ખુલ્યો હતો.સેન્સેક્સના 30માંથી મોટા ભાગના શેરો લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. મેટલ અને આઈટી શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી રહી છે.

 

 આજના કારોબાર દરમ્યાન NIFTY 50 TOP GAINERS 

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Company Name High Low Last Price Prev Close Change % Gain
HDFC Life 721.35 704.8 719.7 702.6 17.1 2.43
Tech Mahindra 1,557.00 1,531.30 1,554.50 1,521.95 32.55 2.14
Hindalco 467 460.15 461.3 453.95 7.35 1.62
Asian Paints 3,107.85 3,075.80 3,107.85 3,063.50 44.35 1.45
Wipro 652 645.8 651 641.8 9.2 1.43
Grasim 1,875.00 1,852.05 1,870.30 1,844.35 25.95 1.41
Nestle 19,150.00 18,860.85 19,093.05 18,854.00 239.05 1.27
Titan Company 2,561.75 2,528.10 2,559.00 2,528.10 30.9 1.22
Kotak Mahindra 2,080.00 2,057.75 2,078.25 2,054.10 24.15 1.18
Britannia 3,688.55 3,641.25 3,683.75 3,643.40 40.35 1.11

 

સારા વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો કારોબારમાં મજબૂત થયા છે. બેંક, ફાઈનાન્સ અને આઈટી શેરોમાં આજે જોરદાર વૃદ્ધિ જોવા મળી રહી છે. માર્કેટમાં લગભગ દરેક સેક્ટરમાં પોઝિટિવ એક્શન જોવા મળી રહી છે. ઓટો, ફાર્મા અને એફએમસીજી સૂચકાંકો પણ નિફ્ટી પર લીલા રંગમાં છે. સેન્સેક્સ 30ના 28 શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. આજના ટોપ ગેઇનર્સમાં TECHM, SUNPHARMA, NESTLEIND, Infosys, HDFC, TATASTEEL, MARUTI, BAJAJFINSV, HCLTECH અને BAJFINANCE નો સમાવેશ થાય છે.

ઑટો, એફએમસીજી, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો, મેટલ અને ઑયલ એન્ડ ગેસ વધારા સાથે જોવા મળી રહ્યા છે. એક નજર શેર્સના ઉતાર – ચઢાવ ઉપર કરો

લાર્જકેપ
વધારો : હિંડાલ્કો, એચડીએફસી લાઈફ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, ટાટા કંઝ્યુમર, બજાજ ફિનસર્વ, વિપ્રો અને એચસીએલ ટેક
ઘટાડો : ટાટા મોટર્સ, ડિવિઝ લેબ, એનટીપીસી, આઈટીસી, બજાજ ઑટો અને પાવર ગ્રિડ

મિડકેપ
વધારો : ઓયલ ઈન્ડિયા, ઈન્ડિયન હોટલ્સ, ગોદરેજ પ્રોપર્ટી, એમફેસિસ અને ઝિ એન્ટરટેન
ઘટાડો : એન્ડયોરન્સ ટેકનોલોજી, જેએસડબ્લ્યુ એનર્જી, નેટકો ફાર્મા, હનીવેલ ઑટોમોટિવ

સ્મોલકેપ
વધારો : ટીસીપીએલ પેકિંગ, મોન્ટે કાર્લો, મન ઈન્ડસ્ટ્રીઝ, એસટીસી ઈન્ડિયા અને ઈન્ડિયન હ્યુમ
ઘટાડો : એનઆર અગ્રવાલ, ક્લેરિઅન્ટ કેમિકલ, ઓમેક્સ, નહેર શિપિંગ અને એનજીએલ ફાઈન કેમિકલ

 

આ પણ વાંચો :  PM Modi આજે 1 લાખ કરોડ ડોલરનું બોન્ડ માર્કેટ ખુલ્લું મુકશે, જાણો RBI Retail Direct શું છે?

 

આ પણ વાંચો : Share Market: મજબૂત વૈશ્વિક સંકેત સાથે શેરબજારની તેજી સાથે શરૂઆત, Sensex અને Nifty માં 0.4% નો વધારો

Next Article