શેરબજાર : તમે પણ લાવી શકો છો તમારી કંપનીનો IPO, સૌથી પહેલા કરવું પડશે આ કામ

|

Dec 31, 2023 | 1:31 PM

દેશમાં અનેક પ્રાઈવેટ કંપનીઓ કાર્યરત છે. તેમાથી અમુક કંપનીઓ ફાઈનાન્સ આપનારી સંસ્થા અથવા કેટલાક શેરહોલ્ડર્સ દ્વારા ભેગા મળીને ચલાવવામાં આવે છે. આ બધી જ કંપનીઓને જ્યારે મોટા પ્રમાણમાં નાણાંની જરૂરિયાત છે, ત્યારે તેઓ પોતાની કંપનીને સ્ટોક માર્કેટમાં લિસ્ટ કરે છે.

શેરબજાર : તમે પણ લાવી શકો છો તમારી કંપનીનો IPO, સૌથી પહેલા કરવું પડશે આ કામ
IPO News

Follow us on

ચાલુ વર્ષ એટલે કે 2023 માં અત્યાર સુધીમાં અંદાજે 100 જેટલી કંપનીના IPO આવી ગયા છે. આ ઉપરાંત ડિસેમ્બર માસ પુરો થવામાં 15-17 દિવસ બાકી છે ત્યારે ઘણી કંપનીઓના IPO લોન્ચ થયા છે અને અમુક કંપનીના IPO આવવાના બાકી છે. આ બધી જ કંપનીઓએ ડ્રાફ્ટ IPO ડોક્યુમેન્ટ SEBI ને થર્ડ ક્વાર્ટર માટે સબમિટ કર્યા છે. જે રીતે સ્ટોક માર્કેટમાં આઈ.પી.ઓ. આવી રહ્યા છે તેમ લોકોની તેમાંથી કમાણીની ક્ષમતામાં પણ વધારો થયો છે.

IPO દ્વારા લોકોને કમાણી કરવા માટે સારી તક મળે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે, તમારે તમારી કંપનીના IPO લોન્ચ કરવા માટે શું કરવાની જરૂરિયાત રહે છે? આજે આપણે તેના વિશે જાણીશું.

કંપનીને સ્ટોક માર્કેટમાં લિસ્ટ કરે છે

સૌપ્રથમ તમારે એ જાણવું પડશે કે IPO એટલે શું અને તેનો મતલબ શું થાય છે. દેશમાં અનેક પ્રાઈવેટ કંપનીઓ કાર્યરત છે. તેમાથી અમુક કંપનીઓ ફાઈનાન્સ આપનારી સંસ્થા અથવા કેટલાક શેરહોલ્ડર્સ દ્વારા ભેગા મળીને ચલાવવામાં આવે છે. આ બધી જ કંપનીઓને જ્યારે મોટા પ્રમાણમાં નાણાંની જરૂરિયાત છે, ત્યારે તેઓ પોતાની કંપનીને સ્ટોક માર્કેટમાં લિસ્ટ કરે છે.

દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ
Garlic Benefits : રોજ લસણની બે કળી ખાલી પેટ ખાવાના ચમત્કારિક ફાયદા
આ છે હિંદુ ધર્મનું સૌથી નાનું અને પ્રસિદ્ધ પુસ્તક, ફક્ત વાંચવાથી દુર થાય છે મુસીબત !

રોકાણકારો કંપનીના શેરનું ખરીદ કે વેચાણ કરી શકે

આ પ્રક્રિયાનો અર્થ છે IPO એટલે કે Initial Public Offer જાહેર કરવાનો. કંપની જ્યારે તેમનો IPO લોન્ચ કરે છે, ઈન્વેસ્ટર્સ તેને સબસ્ક્રાઈબ કરે છે, ત્યારે તેઓને કંપનીમાં કેટલોક હિસ્સો મળે છે. IPO બાદ કંપનીનું શેરબજારમાં લિસ્ટિંગ થાય છે અને ત્યારબાદ રોકાણકારો કંપનીના શેરનું ખરીદ કે વેચાણ કરી શકે છે.

આ પણ વાંચો : IPO આવ્યા પહેલા જ ખરીદો મોતીલાલ ઓસ્વાલ હોમ ફાઈનાન્સના શેર, જાણો ક્યાથી અને કેવી રીતે ખરીદવા શેર

IPO ને સેબીમાં ફરજિયાત રજીસ્ટર કરાવવું પડે છે

SEBI એટલે કે, સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ભારતમાં એક સ્વાયત્ત સંસ્થા છે, જે સમગ્ર નાણાં અને રોકાણ બજારનું નિયમન કરે છે. સેબીનો મુખ્ય ઉદ્દેશ્ય પારદર્શિતા પ્રદાન કરવાનો અને રોકાણકારોની સલામતી સુનિશ્ચિત કરવાનો છે. દરેક IPO ને સેબીમાં ફરજિયાત રીતે રજીસ્ટર કરાવવું પડે છે અને તેની મંજૂરી મળ્યા બાદ IPO એક્સચેન્જમાં લિસ્ટ થવા તૈયાર થાય છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 1:27 pm, Thu, 14 December 23

Next Article