
આજે એટલે કે, ગુરુવારે ટ્રેડિંગ દરમિયાન શેરબજારમાં થોડો ઘટાડો થયો હતો. ઘણી કંપનીના શેર લાલ નિશાનમાં જોવા મળ્યા હતા. પરંતુ ટાટા પાવરના શેરના ભાવમાં સારો વધારો થયો હતો. શેરના ભાવમાં 10 ટકાનો વધારો થયો હતો. ચાલુ વર્ષે જાન્યુઆરીથી લઈને આજ સુધીમાં અંદાજે ટાટા પાવરના શેરમાં 40% નો વધારો થયો છે. ટાટા પાવરના શેર 30 એપ્રિલ, 2020 ના રોજ 31 રૂપિયા સ્તર પર હતો. આજના દિવસના ભાવ મૂજબ રોકાણકારોની મૂડીમાં 800 ટકાનો વધારો થયો છે.
બ્રોકરેજ ફર્મ જેએમ ફાઈનાન્શિયલ દ્વારા ટાટા પાવરના શેરને પહેલા ‘બાય’ રેટિંગમાં અપગ્રેડ કર્યા બાદ શેરમાં ગુરુવારે 10.76 ટકાનો વધારો થયો હતો. ટાટા પાવરનો શેર આજે નવા રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો. બ્રોકરેજ ફર્મે ટાટા પાવરનો ટાર્ગેટ વધારીને 350 રૂપિયા કર્યો છે. ગુરુવારે ટાટા પાવરનો શેર 325.80 રૂપિયા પર બંધ થયો હતો.
આજના ટ્રેડિંગ સેશનમાં ટાટા પાવરનો શેર 295.00 રૂપિયા પર ખૂલ્યો હતો. આગળના દિવસની સરખામણીમાં તેનું ફ્લેટ ઓપનિંગ રહ્યુ હતું. ત્યારબાદ ટાટા પાવરના શેરમાં જબરદસ્ત ઉછાળો આવ્યો અને થોડી જ વારમાં શેરના ભાવમાં 10% નો વધારો જોવા મળ્યો હતો.
જેએમ ફાઇનાન્શિયલએ તેના રિપોર્ટમાં ટાટા પાવરના અહેવાલમાં કેટલિક વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં ટાટા ગ્રૂપના આકર્ષક ગ્રૂપ કેપ્ટિવ્સ, અંડરવેલ્યુડ બિઝનેસમાં રોકાણ, બ્રાઉનફિલ્ડ હાઇડ્રો સ્ટોરેજ સેક્ટરમાં ગ્રૂપની એન્ટ્રી અને ટ્રાન્સમિશન બિઝનેસના વિસ્તરણનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : તમે હોમ લોનનો EMI નથી ચૂકવી શકતા તો ચિંતા ના કરો, RBI નો આ નિયમ તમને મદદ કરશે
સતત નવા ઓર્ડર મેળવીને ટાટા પાવરે તાજેતરમાં બિકાનેર-નીમરાના ટ્રાન્સમિશન પ્રોજેક્ટ મેળવ્યો. જેનો ઉદ્દેશ્ય ભારતમાં નવીનીકરણીય ઉર્જાનો વપરાશ વધારવાનો છે. મજબૂત ઓર્ડર બુક અને આગામી બજેટમાં પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર પર સરકારના અપેક્ષિત ફોકસને કારણે કંપનીનો સ્ટોક આગળ વધી રહ્યો છે.
Published On - 5:50 pm, Thu, 7 December 23