ટાટાના આ શેરમાં તોફાની તેજી, 28 નિષ્ણાતોએ શેર ખરીદવાની કરી ભલામણ, 1 વર્ષમાં આપ્યું 100 ટકાથી વધારે રિટર્ન

ઓટો સેક્ટરના શેરમાં વધારો થવાથી ટાટા મોટર્સને પણ આગળ વધવામાં મદદ મળી. દિવસ દરમિયાન નિફ્ટી ઓટો સ્ટોક 1.69 ટકા વધીને 18,719.50 પર પહોંચ્યો હતો. અહેવાલ મૂજબ ઉત્સર્જન ઘટાડવા માટે ભારત આગામી 7 વર્ષમાં 8 લાખ ડીઝલ બસોને ઇલેક્ટ્રિકમાં બદલવાની યોજના બનાવી રહ્યું છે.

ટાટાના આ શેરમાં તોફાની તેજી, 28 નિષ્ણાતોએ શેર ખરીદવાની કરી ભલામણ, 1 વર્ષમાં આપ્યું 100 ટકાથી વધારે રિટર્ન
Tata Motors
| Updated on: Dec 31, 2023 | 12:53 PM

ટાટા ગ્રુપની કંપની ટાટા મોટર્સના શેરમાં રોકણકારોને બમ્પર રિટર્ન મળ્યું છે. આ વર્ષે ટાટા મોટર્સના શેરમાં અંદાજે 100 ટકાનો વધારો જોવા મળ્યો છે. શુક્રવારે ટાટા મોટર્સના શેર 7 ટકા વધીને સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. કંપનીનો શેર 802.60 રૂપિયાના 52 વીક હાઈ લેવલ પર પહોંચ્યા હતા. વર્ષ 2023 જાન્યુઆરીમાં તેના ભાવ 390 રૂપિયા હતા. ટાટા મોટર્સના શેરે એક વર્ષમાં 103 ટકા રિટર્ન આપ્યું છે.

ટાટા મોટર્સના શેરમાં તોફાની તેજી હોવા છતાં મધ્યમથી લાંબા ગાળાની ખરીદીનું વલણ સ્ટોક પર યથાવત છે. બ્રોકરેજના મતે ટાટા મોટર્સના શેરમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. કંપની પર નજર રાખતા 35 નિષ્ણાતોમાંથી 28 એ શેર પર ‘બાય’ રેટિંગ આપ્યું છે, જેમાં ત્રણે ‘હોલ્ડ’ની ભલામણ કરી છે.

જાણો શું છે ટાર્ગેટ પ્રાઈઝ

શેરખાન આ શેર વિશે પોઝિટિવ છે. શેરખાને આ શેર પર 840 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે અને શેરની ખરીદી કરવાની સલાહ આપી છે. બજારના નિષ્ણાતોના મતે, તેનું JLR (જગુઆર લેન્ડ રોવર) સેગમેન્ટ નાણાકીય વર્ષના બાકી રહેલા સમયગાળામાં સારું પ્રદર્શન કરશે, જેમાં પેસેન્જર વાહનોમાં દેવું ઘટાડવું અને EBITDA માર્જિન સુધરશે.

Q4FY24માં વધારે સારું પ્રદર્શન કરશે

બ્રોકરેજ ફર્મે કહ્યુ હતું કે, તહેવારોની સિઝનમાં મજબૂત વેચાણે PV સેગમેન્ટમાં તેના રિટેલ વોલ્યુમ્સને ટેકો આપ્યો છે. તેઓ અપેક્ષા રાખે છે કે સ્થાનિક CV અને PV વ્યાપારમાં Q3FY24 ની સરખામણીમાં Q4FY24માં વધારે સારું પ્રદર્શન કરશે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર, ટાટા મોટર્સની લાંબા ગાળાની વૃદ્ધિની સારી દેખાઈ રહી છે, કારણ કે કંપનીએ EVsમાં પોતાને સ્થાપિત કર્યું છે.

આ પણ વાંચો : પરીક્ષા પાસ કર્યા પછી પણ નહીં મળે તમને સરકારી નોકરી! જો તમારો ક્રેડિટ સ્કોર ઓછો હશે તો નોકરી મેળવવામાં થશે મુશ્કેલી

જાણો શેરમાં તેજી આવવાનું કારણ

ઓટો સેક્ટરના શેરમાં વધારો થવાથી ટાટા મોટર્સને પણ આગળ વધવામાં મદદ મળી. દિવસ દરમિયાન નિફ્ટી ઓટો સ્ટોક 1.69 ટકા વધીને 18,719.50 પર પહોંચ્યો હતો. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મૂજબ ઉત્સર્જન ઘટાડવા માટે ભારત આગામી 7 વર્ષમાં 8 લાખ ડીઝલ બસોને ઇલેક્ટ્રિકમાં બદલવાની યોજના બનાવી રહ્યું છે. તેના કારણે ઈલેક્ટ્રિક વાહનોમાં પણ રોકાણ વધવાની શક્યતા છે. ટાટા મોટર્સ દેશની અગ્રણી ઈલેક્ટ્રિક વાહન ઉત્પાદકોમાંની એક છે.

Published On - 3:58 pm, Sat, 30 December 23