
હાલ નાની મોટી ઘણી કંપનીઓ IPO લાવી રહી છે. તાજેતરમાં 20 વર્ષ બાદ આવેલા ટાટા ગૃપની કંપની ટાટા ટેકનોલોજીસના IPO ને રોકાણકારો તરફથી ખૂબ જ વધારે પ્રતિસાદ મળ્યો હતો. આ સાથે જ શેર પણ 140 ટકા પ્રિમિયમ સાથે લિસ્ટ થયો હતો. આ ઉપરાંત ગંધાર ઓઈલ અને અન્ય કંપનીઓના આઈપીઓ પણ સારા પ્રિમિયમ સાથે બજારમાં લિસ્ટ થયા હતા. હવે વધુ એક IPO શેરબજારમાં એન્ટ્રી લેવા માટે તૈયાર છે.
આ IPO માં રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બે દિવસમાં જ આ IPO લગભગ 54 વખત સબસ્ક્રાઈબ થયો છે, જ્યારે રિટેલ ઈન્વેસ્ટર્સ દ્વારા તેને 89 વખત સબસ્ક્રાઈબ કરવામાં આવ્યું છે. નેટ એવેન્યુ ટેક્નોલોજીસનો IPO 30 નવેમ્બરના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો, જે 4 ડિસેમ્બરે ક્લોઝ થશે.
આ એક SME સેગમેન્ટનો IPO છે, જે બે દિવસમાં 54.58 વખત સબસ્ક્રાઈબ થયો છે. Chittorgarh.com ના ડેટા મૂજબ 1 ડિસેમ્બર સુધી રિટેલ સેગમેન્ટમાં રોકાણ 89.06 ગણું હતું, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) દ્વારા તે 0.41 ગણું અને બિન-સંસ્થાકીય રોકાણકારો દ્વારા 46.17 ગણું રહ્યુ હતું.
પબ્લિક ઈસ્યુ દ્વારા આ IPOમાં 37,92,000 બિડની સરખામણીમાં 20,69,84,000 અરજીઓ મળી હતી. આ SME IPOને પહેલા દિવસે 14 થી વધારે ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો, જેમાં રિટેલ રોકાણકારો દ્વારા 23.37 ગણો અને NII દ્વારા 10.74 ગણો સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો હતો.
નેટ એવેન્યુ ટેક્નોલોજીસ IPO એ 5,696,000 ઈક્વિટી શેર્સનો જાહેર ઈશ્યુ છે. જેની પ્રાઈસ બેન્ડ પ્રતિ શેર 1 રૂપિયાની ફેસ વેલ્યુ પર શેર દીઠ 16-18 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ IPOનો 50 ટકા QIB માટે રિઝર્વ છે, જ્યારે રિટેલ રોકાણકારો માટે 30 ટકા હિસ્સો રાખવામાં આવ્યો છે અને 15 ટકા હિસ્સો NII માટે રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ઝેરોધા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં 1 વર્ષમાં નાણાં થઈ જશે ડબલથી પણ વધારે, રોકાણકારોને મળશે 121 ટકા રિટર્ન
શ્રેની શેર્સ લિમિટેડ નેટ એવેન્યુ ટેક્નોલોજીસના બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે બીગ શેર સર્વિસ લિ. તેના રજિસ્ટ્રાર છે. IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ +7 રૂપિયા છે, તેનો અર્થ છે કે શેર્સ ગ્રે માર્કેટમાં 7 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે.
Published On - 5:46 pm, Sat, 2 December 23