
ઝિંક ઉત્પાદક કંપની હિન્દુસ્તાન ઝિંકે તેના શેર હોલ્ડર્સને સારા સમાચાર આપ્યા છે. હિન્દુસ્તાન ઝિંકે રોકાણકારો માટે વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE પર એક્સચેન્જ ફાઈલિંગ દરમિયાન આ અંગેની જાણકારી આપી હતી. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી મૂજબ હિન્દુસ્તાન ઝિંક તેના રોકાણકારોને એક શેર પર 6 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ આપશે.
કંપનીએ એક્સચેન્જ ફાઈલિંગ હેઠળ 6 ડિસેમ્બરે પ્રેસ નોટ દ્વારા આ માહિતી આપી હતી. જે અનુસાર, હિન્દુસ્તાન ઝિંક તેના ઈન્વેસ્ટર્સને એક શેર દીઠ 6 રૂપિયા વચગાળાનું ડિવિડન્ડ આપશે. આ ડિવિડન્ડ શેર દીઠ 2 રૂપિયાની ફેસ વેલ્યુના આધારે આપવામાં આવશે અને તે મુજબ રોકાણકારોને 300 ટકા ડિવિડન્ડ મળશે.
કંપનીએ એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું છે કે, વચગાળાના ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ 14 ડિસેમ્બર, 2023 છે. 14 ડિસેમ્બર પહેલા હિન્દુસ્તાન ઝિંકના શેર ધરાવતા ઈન્વેસ્ટર્સને જ ડિવિડન્ડ મળશે. તમને જણાવી દઈએ કે ડિવિડન્ડની જાહેરાત દરમિયાન રેકોર્ડ ડેટ અને એક્સ-ડેટનું મહત્વ ઘણું વધારે હોય છે.
રેકોર્ડ ડેટ અને એક્સ-ડેટ કોઈપણ કોર્પોરેટ એક્શનમાં મોટી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઈન્વેસ્ટર્સના દૃષ્ટિકોણથી આ બંને તારીખ ખૂબ જ મહત્વ ધરાવે છે. કંપનીઓ માટે રેકોર્ડ ડેટ મહત્વની છે, કંપની ડિવિડન્ડનો લાભ એવા રોકાણકારોને જ આપશે જેમના પોર્ટફોલિયો અથવા ડીમેટ ખાતામાં તે દિવસ સુધી કંપનીના શેર હોય છે. તેથી કંપની અને રોકાણકારો માટે રેકોર્ડ તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો : જો તમે IPO ભરો છો તો રૂપિયા તૈયાર રાખજો, આ ત્રણ કંપનીના આવી રહ્યા છે આઈપીઓ
આ સમાચાર લખાય છે ત્યારે હિન્દુસ્તાન ઝિંકના શેરના ભાવ 325.85 રૂપિયા ચાલી રહ્યો છે. આજે શેર 329.45 પર ખૂલ્યો હતો અને 332 ના હાઈ લેવલ પર ગયો હતો. આજનો લો 325 રૂપિયા છે. કંપનીએ છેલ્લા 1 મહિનામાં રોકાણકારોને 10 ટકા રિટર્ન આપ્યું છે.
Published On - 12:57 pm, Wed, 6 December 23