Stock Market : નવી વિક્રમી સપાટી સાથે શેરબજારની જોરદાર શરૂઆત , પ્રારંભિક કારોબારમાં SENSEX 400 અંક ઉછળ્યો

|

Aug 04, 2021 | 10:03 AM

આજે સેન્સેક્સ 54,071 પોઇન્ટ પર ખુલ્યો હતો જયારે નિફ્ટી પણ 16,195.25 પર કારોબાર શરુ કર્યો છે. પ્રારંભિક તેજી સાથે સેન્સેક્સ ૦.૭૭ ટકા અને નિફટી ૦.૭૨ ટકા વધારો દર્શાવી રહ્યા છે.

Stock Market : નવી વિક્રમી સપાટી સાથે શેરબજારની જોરદાર શરૂઆત , પ્રારંભિક કારોબારમાં SENSEX 400 અંક ઉછળ્યો
File Image of Happy Investors of Stock Market

Follow us on

ભારતીય શેરબજારે ફરી એકવાર નવી રેકોર્ડ સપાટી દર્જ કરી છે. શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ આજે નવી ઓલ ટાઈમ હાઈ સપાટી નોંધાવી છે આજે બજાર જબરદસ્ત પ્રારંભિક તેજી દર્શાવી રહ્યું છે. શરૂઆતી કારોબારમાં SENSEX 54,210.15 અને NIFTY 16,237.90 ના વિક્રમી સ્તરે પહોંચ્યો છે.

શરુઆતી કારોબાર દરમ્યાન સેન્સેક્સ 400 અંક ઉછળ્યો છે જયારે નિફ્ટી ૧૧૫ અંકથી વધુના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા છે. મંગળવારે વિક્રમી સપાટી નોંધાવ્યા બાદ આજે પણ બજારમાં ખરીદી યથાવત રહી છે.આજે સેન્સેક્સ 54,071 પોઇન્ટ પર ખુલ્યો હતો જયારે નિફ્ટી પણ 16,195.25 પર કારોબાર શરુ કર્યો છે. પ્રારંભિક તેજી સાથે સેન્સેક્સ ૦.૭૭ ટકા અને નિફટી ૦.૭૨ ટકા વધારો દર્શાવી રહ્યા છે.

સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી 23 શેરો વધ્યા છે, જેમાં ટાટા સ્ટીલ અને એચડીએફસી 1-1%થી વધુના વધારા સાથે વેપાર કરી રહ્યા છે. BSE પર 2,485 શેરોનું વેપાર થઈ રહ્યું છે. 2,182 શેરમાં વધારો અને 619 શેરમાં ઘટાડો છે. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ 241.34 લાખ કરોડને પાર કરી ગઈ છે. અગાઉ મંગળવારે સેન્સેક્સ 872.73 પોઈન્ટ વધીને 53,823.36 પર બંધ થયો હતો. બીજી બાજુ, નિફ્ટી 245 પોઇન્ટના વધારા સાથે 16,130 પર બંધ થયો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

 

SENSEX એ ૫ વર્ષમાં 93 ટકા વૃદ્ધિ કરી
કોરોનાકાળમાં અર્થતંત્ર નબળું પડ્યું હતું પરંતુ શેરબજારની વૃદ્ધિને કોઈમાંથી અસર પહોંચી ન હતી. ૩ એપ્રિલ 2020 એ 27590 ના સ્તરે નીચલી સપાટીએ કારોબાર કરનાર સેન્સેક્સ આજે બમણી સ્થિતિમાં 54,223.૨૧ ઉપર કારોબાર કરી રહ્યો છે. શેરબજારના આ મુખ્ય ઇન્ડેકસે ૫ વર્ષમાં 93.17% ટકા રિટર્ન આપ્યું છે. જેતે સમયે ઇન્ડેક્સ 26,161.88 ની સપાટી ઉપર નોંધાયો હતો. કોરોનકાળ દરમ્યાન ઘણી કંપનીઓએ ipo માં પણ નશીબ અજમાવ્યું જે પૈકી મોટા ભાગનાને સારો પ્રતિસાદપણ મળ્યો છે.

 

NIFTY એ ૧ વર્ષમાં ૪૬ ટકા રિટર્ન આપ્યું
ભારતીય શેરબજારનો બીજો મુખ્ય ઇન્ડેક્સ નિફટી છે. નિફટી આજે 16,248.35 ની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યો છે. છેલ્લા બે દિવસથી બજાર જબરદસ્ત મજબૂતી સાથે આગળ વધી રહ્યું છે. ઇન્ડેકસે ૧ વર્ષમાં ૪૬ ટકા રિટર્ન આપ્યું છે. ૪ ઓગસ્ટ ૨૦૨૦ એ nifty ૧૧ હજાર આસપાસ કારોબાર કરી રહ્યો હતો.

 

આ પણ વાંચો : Adani Wilmar IPO : ગૌતમ અદાણી લાવી રહ્યા છે 4500 કરોડનો IPO , સેબીમાં દસ્તાવેજ સબમિટ કર્યા

આ પણ વાંચો : IPO : આજે 4 કંપનીઓ લાવી રહી છે રોકાણ માટેની તક, IPO માં Invest કરતા પહેલા જાણો યોજનાઓ વિશે વિગતવાર

Published On - 9:28 am, Wed, 4 August 21

Next Article