ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડના શેરધારકો માટે ખુશીના સમાચાર, કંપનીએ જાહેર કર્યું ડિવિડન્ડ

|

Sep 19, 2024 | 6:48 PM

ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ નિયમિતપણે તેના શેરધારકોને ડિવિડન્ડ આપે છે. ત્યારે કંપનીએ તેના નાણાકીય વર્ષ 2024 માટે ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીએ તેના શેરધારકોને એક શેર પર રૂપિયા 3.70 લેખે ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.

ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડના શેરધારકો માટે ખુશીના સમાચાર, કંપનીએ જાહેર કર્યું ડિવિડન્ડ
Pipavav port

Follow us on

ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડના શેરધારકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. કંપનીએ વર્ષ 2023-24નું અંતિમ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, 22 ઓગસ્ટ, 2024ના રોજ મળેલી કંપનીની સામાન્ય સભામાં ડિવિડન્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારે હવે કંપનીએ આ અંગે પરિપત્ર જાહેર કર્યો છે.

કંપની નિયમિતપણે તેના શેરધારકોને ડિવિડન્ડ આપે છે. ત્યારે કંપનીએ તેના નાણાકીય વર્ષ 2024 માટે ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીએ તેના શેરધારકોને એક શેર પર રૂપિયા 3.70 લેખે ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.

કંપનીના શેરની વાત કરીએ તો, આજે એટલે કે 19 સપ્ટેમ્બરના રોજ 0.17 ટકાના વધારા સાથે 220.75 પર બંધ થયો હતો. કંપનીના માર્કેટ કેપની વાત કરીએ તો, 10,576 કરોડનું છે. કંપનીના શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે, જ્યારે આ શેરે છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને 74 ટકા રિટર્ન આપ્યું છે. કંપનીના શેરની 52 વીક હાઈ વેલ્યુ 250 રૂપિયા છે, જ્યારે 52 વીક લો વેલ્યુ 116 રૂપિયા છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ (GPPL) જેને APM ટર્મિનલ્સ પીપાવાવ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગુજરાતના અમરેલી જિલ્લામાં સ્થિત એક મુખ્ય ખાનગી બંદર છે. તે ભારતમાં ખાનગી ક્ષેત્રમાં વિકસિત થયેલા પ્રથમ બંદરોમાંનું એક છે અને તેને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) મોડલ હેઠળ વિકસાવવામાં આવ્યું છે. તે APM ટર્મિનલ્સ દ્વારા સંચાલિત છે, જે વિશ્વના સૌથી મોટા શિપિંગ અને ટર્મિનલ ઓપરેટરોમાંના એક છે અને તેનું મુખ્ય મથક ડેનમાર્કમાં છે.

આ બંદર ભારતના આર્થિક વિકાસમાં ખાસ કરીને પશ્ચિમ અને ઉત્તરીય પ્રદેશોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગુજરાત પીપાવાવ બંદર ભારતના દરિયાઈ વેપાર અને લોજિસ્ટિક્સમાં નોંધપાત્ર યોગદાન ધરાવે છે, અને તે દેશના સૌથી વિકસિત બંદરોમાંનું એક છે.

Published On - 6:28 pm, Thu, 19 September 24

Next Article