રાકેશ ઝુનઝુનવાલા(Rakesh Jhunjhunwala) એ રોકાણ કરેલા સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપનીના આઈપીઓ(Star Health and Allied Insurance IPO)ને રોકાણકારો તરફથી ઠંડો પ્રતિસાદ મળ્યો હતો. આ IPO 100% સબસ્ક્રાઇબ પણ થયો ન હતો. આ IPO માત્ર 79 ટકા સબસ્ક્રાઇબ થયો છે. કંપનીને તેના 4.49 કરોડ ઇક્વિટી શેરની સામે માત્ર 3.56 કરોડ ઇક્વિટી શેર માટે બિડ મળી હતી.
કંપનીએ તેના IPOની કિંમત શેર દીઠ રૂ. 870-900ની વચ્ચે રાખી હતી. કંપનીનો ઈશ્યુ 30 નવેમ્બરે ખુલ્યો હતો અને 2 ડિસેમ્બરે બંધ થયો હતો. શેરની ફાળવણી આજે 7 ડિસેમ્બર, 2021ના રોજ ફાઇનલ થવાની શક્યતા છે. જો તમને શેરની ફાળવણી કરવામાં આવે તો 9 ડિસેમ્બર 2021ના રોજ ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવશે. આ IPOના રજિસ્ટ્રાર KFintech પ્રાઇવેટ લિમિટેડ છે.
ઘટતી કિંમત
બજારના જાણકારોના મતે આજે ગ્રે માર્કેટમાં સ્ટાર હેલ્થનો શેર 60 રૂપિયા વધુ તૂટ્યો હતો. તમને જણાવી દઈએ કે કંપની આગામી શુક્રવાર 10 ડિસેમ્બરના રોજ સ્ટોક એક્સચેન્જમાં BSE અને NSE પર લિસ્ટેડ થવાની યોજના ધરાવે છે. મીડિયામાં એવા અહેવાલો પણ આવ્યા છે કે ઓફરને નબળો પ્રતિસાદ મળ્યા પછી તે આ IPOના OFS ના હિસ્સાને ઘટાડી શકે છે.
કંપની આ IPO દ્વારા રૂ. 7,249ના લક્ષ્યાંક સામે માત્ર રૂ. 6410 કરોડ એકત્ર કરવામાં સફળ રહી છે. આ ઓફરમાં રૂ. 2000 કરોડનો નવો ઈશ્યુ સામેલ છે. જ્યારે કંપનીના પ્રમોટર્સ અને વર્તમાન શેરધારકો ઓફર ફોર સેલ દ્વારા 58,324,225 શેર વેચશે. કંપનીએ સોમવારે કહ્યું કે તેણે આ IPOમાં એન્કર રોકાણકારો પાસેથી રૂ. 3217 કરોડ એકત્ર કર્યા છે.
BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો
રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા તપાસો
આ પણ વાંચો : ડોલર સામે રૂપિયામાં 30 પૈસા નબળો પડયો, જાણો સામાન્ય માણસ પર શું પડશે અસર
Published On - 8:06 am, Tue, 7 December 21