Sovereign Gold Bond: દિવાળી પહેલા સરકાર સસ્તી કિંમતે સોનું વેચશે, જાણો ક્યાંથી અને કઈ રીતે મળશે સસ્તું સોનું

|

Oct 22, 2021 | 8:32 AM

સોવેરિન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યુ પ્રાઇસ પર દર વર્ષે 2.50% વ્યાજ મળે છે. તે રકમ દર 6 મહિને તમારા એકાઉન્ટમાં આવે છે.

Sovereign Gold Bond: દિવાળી પહેલા સરકાર સસ્તી કિંમતે સોનું વેચશે, જાણો ક્યાંથી અને  કઈ રીતે મળશે સસ્તું સોનું
Sovereign Gold Bond

Follow us on

સરકાર લોકોને સસ્તા દરે સોનું ખરીદવાની તક આપી રહી છે. સોવેરિન ગોલ્ડ બોન્ડ યોજના 2021-22 ની સાતમી શ્રેણી-સિરીઝ- VII (Sovereign Gold Bond Scheme 2021-22 – Series-VII) 25 ઓક્ટોબર 2021 થી શરૂ થઇ રહી છે. આ યોજના માત્ર પાંચ દિવસ (25 થી 29 ઓક્ટોબર) માટે ખુલ્લી છે. આ સમય દરમિયાન રોકાણકારોને બજાર કરતાં નીચા દરે સોનું ખરીદવાની તક મળશે. ઉલ્લેખનીય છે કે સોવરિન ગોલ્ડ બોન્ડ સરકાર વતી RBI દ્વારા જારી કરવામાં આવે છે.

નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર ગોલ્ડ બોન્ડ્સની 2021-22 શ્રેણી હેઠળ ઓક્ટોબર 2021 અને માર્ચ 2022 વચ્ચે ચાર તબક્કામાં બોન્ડ્સ જારી કરવામાં આવશે. આ શ્રેણી હેઠળ મે 2021 થી સપ્ટેમ્બર 2021 સુધી છ તબક્કામાં બોન્ડ જારી કરવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે 2021-22 શ્રેણી-VII નો સબસ્ક્રિપ્શન સમયગાળો 25 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધીનો રહેશે અને બોન્ડ 2 નવેમ્બરે જારી કરવામાં આવશે.

ગેરેન્ટેડ 24 કેરેટ ગોલ્ડ ખાતરી સાથે મળે છે
મોદી સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડના નામથી સ્કીમ શરૂ કરી છે, જેના અંતર્ગત સોનું વેચવામાં આવી રહ્યું છે. આ સોનુ ભારત સરકાર વતી RBI વેચી રહી છે. દર મહિને ચોક્કસ તારીખ જાહેર કરી તે સમયગાળામાં સોનું વેચવામાં આવે છે. સોવરેન ગોલ્ડ સામાન્ય ફિઝિકલ ગોલ્ડની જગ્યાએ બ્રાન્ડ તરીકે અપાય છે. આ સ્કીમમાં ગેરેન્ટેડ 24 કેરેટ ગોલ્ડ ઓફર કરવામાં આવે છે. તારીખોની ઘોષણા કરતા RBIએ કહ્યું છે કે ઓનલાઈન પેમેન્ટ કરનારને સોનું સસ્તુ આપવામાં આવશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ઇશ્યુ પ્રાઇસ પર 2.50% વ્યાજ મળે છે
સોવેરિન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યુ પ્રાઇસ પર દર વર્ષે 2.50% વ્યાજ મળે છે. તે રકમ દર 6 મહિને તમારા એકાઉન્ટમાં આવે છે.

સસ્તું સોનુ ખરીદવાની કોઈ મર્યાદા હોય છે?
સોવેરિન ગોલ્ડ બોન્ડમાં સોનાની ખરીદી યુનિટ્સમાં થાય છે. એક યુનિટની ગણતરી એક ગ્રામ થાય છે. એક વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં મિનિમમ 1 ગ્રામ અને મેક્સિમમ 4 કિલોગ્રામ સુધી વેલ્યુના બોન્ડ ખરીદી શકે છે. જો કે કોઈ ટ્રસ્ટ માટે સોનુ ખરીદવાની મહત્તમ મર્યાદા 20 કિલોગ્રામ છે. ઓનલાઇન પેમેન્ટ પર ડિસ્કાઉન્ટ પણ મળે છે.

શું લોક ઈન પિરિયડ હોય છે?
બોન્ડનો મેચ્યોરિટી પીરિયડ 8 વર્ષ છે પરંતુ રોકાણકારો 5 વર્ષ સ્કીમની બહાર નીકળી શકે છે.

ક્યાંથી ખરીદી શકાય ગોલ્ડ બોન્ડ ?
કમર્શિયલ બેંકર્સ, પોસ્ટ ઓફિસ, સ્ટોકે એક્સચેન્જ-બીએસઇ અને એનએસઇ તથા સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનમાંથી ખરીદી શકાય છે.

 

આ પણ વાંચો :  દિવાળી પહેલા Gautam Adani લાવી શકે છે IPO, આ બે કંપનીઓ પણ ચાલુ મહિનામાં કમાણીની તક લાવે તેવા અનુમાન

 

આ પણ વાંચો : ભારતીયોને હવે પૈસા ઉપાડવા ATM માં જવું પસંદ નથી! દેશમાં 75% આર્થિક વ્યવહાર મોબાઈલ બેન્કિંગથી થાય છે

Next Article