Sovereign Gold Bond: સરકારી ગોલ્ડ બોન્ડે રોકાણકારોના રૂપિયા ડબલ કર્યા, જાણો કેવી રીતે 8 વર્ષમાં મળ્યું 100 ટકાથી વધારે રિટર્ન

|

Sep 13, 2023 | 8:48 PM

સોવરિન ગોલ્ડ બોન્ડની મુદત 8 વર્ષ છે. બોન્ડ જાહેર કર્યાની તારીખથી 5 વર્ષ બાદ રિડેમ્પશનની મંજૂરી આપવામાં આવે છે. આ ઉપરાંત રોકાણકારોને તેના રોકાણ પર વાર્ષિક 2.50 ટકાના નિશ્ચિત દરે વ્યાજ દર 6 માસના અંતરે તેના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવે છે. આ બોન્ડમાં 1 ગ્રામથી 4 કિગ્રા સોનાનું રોકાણ કરી શકાય છે.

Sovereign Gold Bond: સરકારી ગોલ્ડ બોન્ડે રોકાણકારોના રૂપિયા ડબલ કર્યા, જાણો કેવી રીતે 8 વર્ષમાં મળ્યું 100 ટકાથી વધારે રિટર્ન
Sovereign Gold Bond Scheme

Follow us on

ભારતીય રિઝર્વ બેંકે (RBI) સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના (Sovereign Gold Bond) 3 નવેમ્બર 2015 માં લોન્ચ કરી હતી. હાલમાં SGB ​​સિરીઝ II માટે સબ્સ્ક્રિપ્શનનો સમયગાળો 11-15 સપ્ટેમ્બર 2023 સુધીનો છે. 1 ગ્રામના ભાવ 5,923 રૂપિયા છે. જે રોકાણકારો ગોલ્ડ બોન્ડની ખરીદી માટે ઓનલાઈન અરજી કરે છે કે ડિજિટલ માધ્યમ દ્વારા ચુકવણી કરે છે તેઓને 1 ગ્રામમાં 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

રોકાણ પર વાર્ષિક 2.50 ટકા વ્યાજ મળશે

સોવરિન ગોલ્ડ બોન્ડની મુદત 8 વર્ષ છે. બોન્ડ જાહેર કર્યાની તારીખથી 5 વર્ષ બાદ રિડેમ્પશનની મંજૂરી આપવામાં આવે છે. આ ઉપરાંત રોકાણકારોને તેના રોકાણ પર વાર્ષિક 2.50 ટકાના નિશ્ચિત દરે વ્યાજ દર 6 માસના અંતરે તેના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવે છે. આ બોન્ડમાં 1 ગ્રામથી 4 કિગ્રા સોનાનું રોકાણ કરી શકાય છે.

2015 માં એક ગ્રામ સોનાનો ભાવ 2,684 રૂપિયા

SGB 2015 ની સોવરિન ગોલ્ડ બોન્ડ સિરીઝમાં એક ગ્રામ સોનાનો ભાવ 2,684 રૂપિયા હતો. તે મૂજબ જો કોઈ રોકાણકારે 1,00,000 રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તેની પાસે અંદાજે 37 ગ્રામ સોનામાં રોકાણ કર્યું હોય. RBI એ 2023-24 ના વર્ષમાં Series II લોન્ચ કરી છે, જેનો ભાવ 5,923 રૂપિયા પ્રતિ ગ્રામ છે.

આ છે ભારતની સૌથી પૈસાદાર અભિનેત્રી, જુઓ ફોટો
Bigg Boss 18 : સલમાન ખાન છે સૌથી વધુ પગાર લેનાર હોસ્ટ, ફી જાણીને ચોંકી જશો
રેસ્ટોરેન્ટ કે હોટલમાં કેમ સફેદ પ્લેટમાં સર્વ થાય છે ફૂડ ?
દાડમ ખાઈ તેના છોતરા ફેંકી ના દેતા ! જાણો તેના ફાયદા વિશે
આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો

1,00,000 રૂપિયા 8 વર્ષમાં 2,19,843 થયા

હાલમાં એક ગ્રામ સોનાનો ભાવ 5,923 રૂપિયા છે અને 2015 માં 2,684 રૂપિયા હતો. જો હાલના ભાવ 5923 – 2,684 કરવામાં આવે તો 3239 રૂપિયાનું રિટર્ન મળ્યું ગણાય. તેથી વર્ષ 2015 માં 1,00,000 રૂપિયાના રોકાણમાં 37 ગ્રામ સોનામાં ઈન્વેસ્ટ કર્યું હોય તો 3239 (રિટર્ન) x 37 (ગ્રામ) કરીએ તો 1,19,843 રૂપિયા થાય છે. એટલે કે 1,00,000 રૂપિયા 8 વર્ષમાં 1,19,843 રૂપિયાના રિટર્ન સાથે 2,19,843 રૂપિયા થઈ ગયા.

8 વર્ષમાં 120% રિટર્ન

જો કોઈ રોકાણકારે 1,00,000 રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તે 2,19,843 રૂપિયા થઈ ગયા એટલે 120% રિટર્ન મળ્યું ગણાય. આમ રોકાણકારોના રૂપિયા 8 વર્ષમાં ડબલ કરતા પણ વધારે થયા. આ સાથે જ સોવરિન ગોલ્ડ બોન્ડમાં દર વર્ષે રોકાણની રકમ પર 2.5 ટકા વ્યાજ મળે છે. તેથી 1,00,000 ના રોકાણ પર દર વર્ષે 2500 રૂપિયાનું વ્યાજ મળે છે. એટલે કે 8 વર્ષમાં 2500 (વ્યાજ) x 8 (વર્ષ) = 20,000 રૂપિયા થાય.

આ પણ વાંચો : Sovereign Gold Bond : સોવરિન ગોલ્ડ બોન્ડે રોકાણકારોને કર્યા માલામાલ, જાણો છેલ્લા 2.5 વર્ષમાં કેટલું રિટર્ન આપ્યું

1,00,000 રૂપિયાના રોકાણ પર રિટર્ન 1,19,843 રૂપિયા + વ્યાજ 20,000 રૂપિયા = 2,39,843 રૂપિયા થાય છે. આ રીતે 1,00,000 રૂપિયા 8 વર્ષમાં 2,39,843 રૂપિયા થઈ જાય છે. આ ઉપરાંત તેના રિટર્ન પર કેપિટલ ગેઈન ટેક્સ પણ લાગતો નથી.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article