ભારતીય રિઝર્વ બેંક (RBI) એ જાહેરાત કરી છે કે સોવરિન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bond)સ્કીમનો આગામી રાઉન્ડ આજે 29 નવેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલશે. શ્રેણી 8 માટે સબસ્ક્રિપ્શન 3 ડિસેમ્બર 2021ના રોજ બંધ થશે. બોન્ડ જારી કરવાની તારીખ 7 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. RBI ગોલ્ડ બોન્ડ એ રોકાણના વિકલ્પ તરીકે સારો વિકલ્પ છે કારણ કે આ બોન્ડ્સને સરકારનું સમર્થન છે.
સબસ્ક્રિપ્શન સમયગાળા દરમિયાન બોન્ડની ઇશ્યૂ કિંમત 4,791 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. આ કિંમત RBI દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન અનુસાર છે. સરકારે આરબીઆઈ સાથે પરામર્શ કરીને, ઓનલાઈન અરજી કરનારા અને ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરનારા રોકાણકારોને ઈશ્યુ પ્રાઈસમાં પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ આપી છે. આવા રોકાણકારો માટે, ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત પ્રતિ ગ્રામ સોના માટે 4,741 રૂપિયા રહેશે.
ગેરેન્ટેડ 24 કેરેટ ગોલ્ડ ખાતરી સાથે મળે છે
મોદી સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડના નામથી સ્કીમ શરૂ કરી છે જેના અંતર્ગત સોનું વેચવામાં આવી રહ્યું છે. આ સોનુ ભારત સરકાર વતી RBI વેચી રહી છે. દર મહિને ચોક્કસ તારીખ જાહેર કરી તે સમયગાળામાં સોનું વેચવામાં આવે છે. સોવરેન ગોલ્ડ સામાન્ય ફિઝિકલ ગોલ્ડની જગ્યાએ બ્રાન્ડ તરીકે અપાય છે. આ સ્કીમમાં ગેરેન્ટેડ 24 કેરેટ ગોલ્ડ ઓફર કરવામાં આવે છે. તારીખોની ઘોષણા કરતા RBIએ કહ્યું છે કે ઓનલાઈન પેમેન્ટ કરનારને સોનું સસ્તુ આપવામાં આવશે.
ઇશ્યુ પ્રાઇસ પર 2.50% વ્યાજ મળે છે
સોવેરિન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યુ પ્રાઇસ પર દર વર્ષે 2.50% વ્યાજ મળે છે. તે રકમ દર 6 મહિને તમારા એકાઉન્ટમાં આવે છે.
શું લોક ઈન પિરિયડ હોય છે?
બોન્ડનો મેચ્યોરિટી પીરિયડ 8 વર્ષ છે પરંતુ રોકાણકારો 5 વર્ષ સ્કીમની બહાર નીકળી શકે છે.
ક્યાંથી ખરીદી શકાય ગોલ્ડ બોન્ડ ?
કમર્શિયલ બેંકર્સ, પોસ્ટ ઓફિસ, સ્ટોકે એક્સચેન્જ-બીએસઇ અને એનએસઇ તથા સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનમાંથી ખરીદી શકાય છે.
આ યોજના 2015માં શરૂ કરવામાં આવી હતી
સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ નવેમ્બર 2015માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ ભૌતિક સોનાની માગ ઘટાડવાનો અને સોનાની ખરીદી માટે ઉપયોગમાં લેવાતી ઘરગથ્થુ બચતના હિસ્સાને નાણાકીય બચતમાં જોડવાનો હતો.