મહામારી બન્યું સોશીયલ મીડીયા ઈન્ફ્લુએન્સર્સ માટે વરદાન, સેલીબ્રીટીઓ કરતા વધારે કમાઈ રહ્યા છે નામ

|

Sep 19, 2021 | 9:28 AM

એક રિપોર્ટ અનુસાર, મહામારી દરમિયાન મોટી સંખ્યામાં સોશિયલ મીડિયા યુઝર્સ વધ્યા છે. આ કારણે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સનું નસીબ ચમક્યું છે. કંપનીઓ હવે સોશિયલ મીડિયા પર માર્કેટિંગ માટે તેમના નામ અને ચહેરાનો ઉપયોગ કરી રહી છે.

મહામારી બન્યું સોશીયલ મીડીયા ઈન્ફ્લુએન્સર્સ માટે વરદાન, સેલીબ્રીટીઓ કરતા વધારે કમાઈ રહ્યા છે નામ
હવે સોશિયલ મીડિયા પર માર્કેટિંગ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે

Follow us on

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રભાવશાળી વ્યક્તિઓ દ્વારા ઉત્પાદન વેચવાના વધતા વલણ સાથે, દેશનું આ બજાર વર્ષના અંત સુધીમાં 900 કરોડ રૂપિયાનો બિઝનેસ કરે તેવી ધારણા છે. એક અહેવાલ દ્વારા આ વાત કહેવામાં આવી છે. આઈએનસીએ ઈન્ડિયા ઈન્ફ્લુએન્સર રિપોર્ટ ( INCA India Influencer Report) અનુસાર, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર માર્કેટમાં બિઝનેસ દર વર્ષે 25 ટકા વધવાની ધારણા છે અને વર્ષ 2025 સુધીમાં આ સેક્ટરમાં બિઝનેસ 2200 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

રિપોર્ટમાં એવું જોવામાં આવ્યું હતું કે ઇન્ટરનેટના વધતા વ્યાપ અને પ્રભાવ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોની પહોંચમાં વધારો થયો છે. તેને ધ્યાનમાં રાખીને, કંપનીઓએ તેમના ઉત્પાદનો વેચવા માટે સોશિયલ મીડિયા પર પ્રભાવશળી વ્યક્તિઓ સાથે જોડાણ કરવાનું શરૂ કર્યું છે.

વિજ્ઞાપનદાતાઓની એક સ્વ-નિયમનકારી સંસ્થાએ સોશિયલ મીડિયા પર આ પ્રકારના ‘પ્રભાવશાળી’ વ્યક્તિઓ માટે માર્ગદર્શિકા પણ નક્કી કરી છે. એક રીપોર્ટ અનુસાર, કોવિડ -19 મહામારીને કારણે ઉદ્ભવેલી પરીસ્થીતી તથા ગ્રાહકો સાથે સીધા જોડાણના કારણે પ્રભાવીત થયેલો આ ઉદ્યોગ એક પરીવર્તનના યુગમાંથી પસાર થઈ રહ્યો છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

મહામારીમાં સોશિયલ મીડિયા યુઝર્સની સંખ્યામાં વધારો થયો છે

ગ્રુપમના સાઉથ એશિયાના ચીફ એક્ઝિક્યુટિવ પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, “મહામારીના શરૂઆત પહેલા ભારતમાં વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 400 મિલિયન લોકો હતા અને છેલ્લા 18 મહિનામાં આ સંખ્યા ઝડપથી વધી છે. ગ્રાહકોના વ્યવહારમાં પણ ફેરફાર થયો છે.

તેમણે કહ્યું, “કંપનીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જાહેરાત કરે છે તેનું સૌથી મોટું કારણ પ્રભાવશાળી વ્યક્તિઓનો તેમના દર્શકોની સાથે રહેલો ગાઢ સંબંધ અને વિશ્વાસ છે. કંપનીઓ આનો લાભ લેવા માટે સોશિયલ મીડિયા પર પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે જોડાવા માંગે છે.”

પર્સનલ કેરનો સૌથી વધારે પ્રચાર

રીપોર્ટ અનુસાર, ઈન્ફ્લુએન્સર બજારમાં પર્સનલ સબંધીત ઉત્પાદનોની જાહેરાતમાં 25 ટકા, પીવાના પાણીના ઉત્પાદનોમાં 20 ટકા, ફેશન અને જ્વેલરી સાથે જોડાયેલ વસ્તુઓમાં 15 ટકા અને મોબાઇલ અને ઇલેક્ટ્રિક ઉપકરણોમાં 10 ટકા હિસ્સો ધરાવે છે. આ ચાર કેટેગરીઝ આ બજારમાં 70 ટકા હિસ્સો ધરાવે છે.

સેલિબ્રિટીઝનું માર્કેટ શેર માત્ર 27 ટકા

રસપ્રદ વાત એ છે કે, રિપોર્ટમાં એવું પણ જાણવા મળ્યું છે કે જાણીતા સેલિબ્રિટીઝ આ બજારમાં માત્ર 27 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે પ્રભાવશાળી વ્યક્તિઓની હીસ્સેદારી 73 ટકા જેટલી વધી છે. રિપોર્ટમાં એવું પણ જોવામાં આવ્યું હતું કે દેશની લગભગ બે તૃતીયાંશ વસ્તી એવા વ્યક્તિને અનુસરે છે જેણે કોઈ પણ સોશિયલ મીડિયા પર પોતાની છાપ છોડી છે.

 

આ પણ વાંચો :  e-SHRAM Portal: 26 દિવસમાં 1 કરોડ રજીસ્ટ્રેશન, તમે પણ કરાવો રજીસ્ટ્રેશન અને મેળવો 2 લાખનો ફ્રી અકસ્માત વીમો

Next Article