SME IPO એ કરી કમાલ, આ વર્ષે 41 IPO Multibagger સાબિત થયા, 357% સુધી રિટર્ન આપ્યું

|

Sep 16, 2023 | 8:58 AM

હાલમાં સ્મોલકેપ શેરો(Smallcap stocks)ની ખૂબ ચર્ચા થઈ રહી છે. દરમિયાન, SME કંપનીઓના IPO શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. જ્યાં ઘણા સ્મોલકેપ અને મિડકેપ શેરો સતત મલ્ટિબેગર(multibagger) રિટર્ન આપી રહ્યા છે. તે જ સમયે SME IPO પણ રોકાણકારોને જંગી વળતર આપી રહ્યા છે. આ કારણે SME IPOની હવે મેઇનબોર્ડ IPO કરતાં વધુ ચર્ચા થઈ રહી છે.

SME IPO એ કરી કમાલ, આ વર્ષે 41 IPO Multibagger સાબિત થયા, 357% સુધી રિટર્ન આપ્યું

Follow us on

હાલમાં સ્મોલકેપ શેરો(Smallcap stocks)ની ખૂબ ચર્ચા થઈ રહી છે. દરમિયાન, SME કંપનીઓના IPO શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. જ્યાં ઘણા સ્મોલકેપ અને મિડકેપ શેરો સતત મલ્ટિબેગર(multibagger) રિટર્ન આપી રહ્યા છે. તે જ સમયે SME IPO પણ રોકાણકારોને જંગી વળતર આપી રહ્યા છે. આ કારણે SME IPOની હવે મેઇનબોર્ડ IPO કરતાં વધુ ચર્ચા થઈ રહી છે.

અત્યાર સુધીમાં કેલેન્ડર વર્ષ 2023માં દલાલ સ્ટ્રીટ પર 105 SME IPO લિસ્ટ થયા છે. તેમાંથી 84 IPOએ રોકાણકારોને હકારાત્મક વળતર આપ્યું છે. આનો અર્થ એ થયો કે દર પાંચમાંથી ચાર આઈપીઓએ રોકાણકારોને નાણાં આપ્યા હતા.

આ પણ વાંચો-  Sabka Sapna Money Money: જોબ સેલેરીની સાથે એકસ્ટ્રા ઇન્કમ પણ મેળવવા માગો છો ? આ યોજનાથી એકત્ર કરી શકશો ફંડ

Surat Name : ગુજરાતના સુરત શહેરનું પ્રાચીન નામ શું છે? ઉપનામ કેટલા છે?
આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

41 IPO મલ્ટિબેગર સાબિત થયા

આ 84 IPOમાંથી 41 એ રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. પ્રાઇમ ડેટાબેઝ અનુસાર, આમાંથી એક IPOએ 357 ટકાનું મજબૂત વળતર આપ્યું છે. આ શાનદાર બુલ રનને કારણે, ઘણી મોટી કંપનીઓમાં રોકાણ કરનારા રોકાણકારો અસ્વસ્થતા અનુભવી રહ્યા છે અને તેમના પોર્ટફોલિયોમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યા છે.

આ પણ વાંચો : Taxpayers Alert :આજે નિપટાવીલો આ કામ નહીંતર આવતીકાલથી દંડ ચૂકવવો પડશે

આ SME IPO એ સારું સ્થિતિ દર્શાવી

  1. Krishca Strapping :  આ સ્ટોક 26 મેના રોજ લિસ્ટ થયો હતો. આ શેરે લિસ્ટિંગ પર રૂ. 109 નો નફો આપ્યો હતો. લિસ્ટિંગ પછી આ શેરમાં 357 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
  2. Exhicon Events: આ કંપનીનું લિસ્ટિંગ 17 એપ્રિલે કરવામાં આવ્યું હતું. કંપનીના IPOનું લિસ્ટિંગ ફ્લેટ હતું. લિસ્ટિંગ પછી આ શેરમાં 338 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
  3. Vasa Denticity : આ શેર 2 જૂને 73 ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટ થયો હતો. લિસ્ટિંગ પછી આ શેરમાં 258 ટકાનો વધારો જોવા મળ્યો છે.
  4. Remus Pharma : આ શેર આ વર્ષે 29 મેના રોજ 46 ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટ થયો હતો. લિસ્ટિંગ બાદ આ શેરમાં 246 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

લિસ્ટિંગ પછી MCon Rasayanમાં 228 ટકા, ક્વિકટચ ટેકમાં 223 ટકા, બેસિલિક ફ્લાય સ્ટુડિયોમાં 220 ટકા, MACFOSમાં 214 ટકા, ઓરિયાના પાવરમાં 213 ટકા અને કાકા ઇન્ડસ્ટ્રીઝમાં 211 ટકાનો વધારો જોવા મળ્યો છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article