Multibagger Stocks: સ્મોલ અને મિડકેપ સ્ટોક્સે રોકાણકારોને કર્યા માલામાલ

|

Dec 19, 2020 | 6:35 PM

ચાલુ વર્ષે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ સ્ટોક એક્સચેન્જમાં લાર્જ કેપ શેરોના બદલામાં મિડકેપ અને સ્મોલ કેપ શેરો પર વિશ્વાસ મૂકીને મોટી સંખ્યામાં આ શેર્સ ખરીદ્યા છે.

Multibagger Stocks: સ્મોલ અને મિડકેપ સ્ટોક્સે રોકાણકારોને કર્યા માલામાલ
દેશની બીજી સૌથી મોટી આઇટી કંપનીએ માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે.

Follow us on

ચાલુ વર્ષે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ સ્ટોક એક્સચેન્જમાં લાર્જ કેપ શેરોના બદલામાં મિડકેપ અને સ્મોલ કેપ શેરો પર વિશ્વાસ મૂકીને મોટી સંખ્યામાં આ શેર્સ ખરીદ્યા છે. વર્ષ 2020માં FIIએ કુલ 60 કંપનીઓમાં ઝડપથી પોતાની હિસ્સેદારી વધારી છે. જેમાંથી મોટાભાગની મિડકેપ અને સ્મોલ કેપ કેટેગરીમાં હતી. FII દ્વારા પોતાનો હિસ્સો વધારનારા 60 શેરોમાંથી 10 શેર આ વર્ષે મલ્ટિબેગર્સ સાબિત થયા છે. આ વર્ષે આ 10 કંપનીઓના શેર્સમાં 125%થી 588% સુધી વૃદ્ધિ નોંધાઈ છે.

 

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Adani Green Energy:
અદાણી ગ્રીન એનર્જી શેરોમાં આ વર્ષે 588%નો વધારો થયો છે. 31 ડિસેમ્બર, 2019ના રોજ તેનો શેરનો ભાવ 166 રૂપિયા હતો, જે હવે વધીને 1,041 રૂપિયા થઈ ગયો છે.

 

Aarti Drugs:
આરતી ડ્રગ્સે આ વર્ષે શેરમાં 395%થી વધુનો વધારો જોયો છે. 31 ડિસેમ્બર 2019ના રોજ તેની શેરની કિંમત 145 રૂપિયા હતી, જે હવે વધીને 760 રૂપિયા થઈ ગઈ છે.

 

Laurus Labs:
શેર એક વર્ષમાં 346% વધી ગયો છે. 31 ડિસેમ્બર 2019ના રોજ લૌરસ લેબ્સના શેરની કિંમત 72 રૂપિયા હતી જે હવે રૂ. 350 છે.

આ પણ વાંચો: IPO: આવી રહી છે રોકાણ કરવાની વધુ એક તક, એન્ટોની વેસ્ટ હેન્ડલિંગ સેલ લિમિટેડ 300 કરોડ માટે ઓફર લાવશે

 

Marksans Pharma:
શેર એક વર્ષમાં 270% વધી ગયો છે. 31 ડિસેમ્બર 2019ના રોજ માર્કસન્સ ફાર્માના શેરની કિંમત 17 રૂપિયા હતી. જે હવે 60 રૂપિયા છે. આ કંપનીમાં FIIનો હિસ્સો ડિસેમ્બર 2019માં 2.38% હતો. જે સપ્ટેમ્બર 2020માં વધીને 4.69% થયો છે.

 

Granules India:
ડિસેમ્બર 2019માં આ કંપનીમાં એફઆઈઆઈનો હિસ્સો 17.74% હતો. જે સપ્ટેમ્બર 2020 સુધીમાં વધીને 26.31% થયો છે. ડિસેમ્બર 2019થી 243% રિટર્ન આપી. 31 ડિસેમ્બર 2019ના રોજ 123 રૂપિયા નોંધાયેલ શેર રૂ. 378 પર પહોંચી ગયો છે.

 

IG Petrochemicals:
આઈજી પેટ્રોકેમિકલ્સનો સ્ટોક એક વર્ષમાં 183% વધ્યો છે. 31 ડિસેમ્બર 2019ના રોજ કંપનીના શેરનો ભાવ 168 રૂપિયા હતો, જે હવે વધીને 426 રૂપિયા થઈ ગયો છે.

 

Navin Fluorine International:
ચાલુ વર્ષે કંપનીનો શેર 163% વધ્યો છે. 31 ડિસેમ્બર, 2019ના રોજ તેની શેરની કિંમત 1,029 રૂપિયા હતી. જે હવે વધીને 2,615 રૂપિયા થઈ ગઈ છે.

 

IndiaMart Intermesh:
ડિસેમ્બર, 2019માં ઈન્ડિયામાર્ટમાં FIIનો હિસ્સો 11.68% હતો. જે સપ્ટેમ્બર 2020 સુધીમાં વધીને 21.67% થયો છે. આ કંપનીના શેર છેલ્લા એક વર્ષમાં 145% વળતર આપ્યું છે. 31 ડિસેમ્બર 2019ના રોજ એક શેરની કિંમત 2,066 રૂપિયા હતી જે હવે વધીને 5,950 રૂપિયા થઈ ગઈ છે.

 

આ પણ વાંચો: અમદાવાદ ડુંગરપુર બ્રોડગેજ નવા વર્ષના પ્રારંભે શરુ થવાની સંભાવના, નવા રેલ ટ્રેકનું નિરીક્ષણ શરુ કરાયુ

 

Vikas Multicorp:
શેર એક વર્ષમાં 129% ઉછળયો છે. 31 ડિસેમ્બર 2019ના રોજ વિકાસ મલ્ટિકોર્પનો શેરનો ભાવ 3.40 રૂપિયા હતો, જે હવે 7.15 રૂપિયા છે.

 

Deepak Nitrite:
છેલ્લા એક વર્ષમાં આ કંપનીના સ્ટોક્સે રોકાણકારોને 125% રિટર્ન આપ્યું છે. 31 ડિસેમ્બર 2019એ તેના શેરની કિંમત 375 રૂપિયા છે, જે હવે 941 રૂપિયા થઈ ગઈ છે.

Next Article