રોકાણકારોમાં SIPની વધી રહી છે લોકપ્રિયતા, એપ્રિલ થી ઓક્ટોબર દરમ્યાન રૂપિયા 67,000 કરોડનું રોકાણ થયું

|

Nov 22, 2021 | 8:20 AM

જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માંગો છો પરંતુ તમારી પાસે એકસાથે રકમ નથી, તો તમે SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) વિકલ્પ પસંદ કરી શકો છો. આ વિકલ્પમાં, રોકાણકારે એકસાથે રકમનું રોકાણ કરવાની જરૂર નથી

રોકાણકારોમાં SIPની  વધી રહી છે લોકપ્રિયતા, એપ્રિલ થી ઓક્ટોબર દરમ્યાન રૂપિયા 67,000 કરોડનું રોકાણ થયું
Investment in SIP

Follow us on

Systematic Investment Plan: રોકાણકારોમાં મ્યુચ્યુઅલ ફંડમાં SIPની લોકપ્રિયતા અકબંધ છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં (એપ્રિલ-ઓક્ટોબર) સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અથવા SIP દ્વારા રોકાણ રૂ. 67,000 કરોડ સુધી પહોંચી ગયું છે. આ રિટેલ રોકાણકારોમાં SIP ની વધતી જતી લોકપ્રિયતા દર્શાવે છે.

એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI)ના ડેટામાંથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. નાણાકીય વર્ષ 2020-21માં આ માધ્યમ દ્વારા રૂ. 96,080 કરોડનું રોકાણ આવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીનું યોગદાન બમણું થઈ ગયું છે. 2016-17માં આ આંકડો 43,921 કરોડ રૂપિયા હતો. ડેટા અનુસાર એસઆઈપી દ્વારા માસિક કલેક્શનનો ડેટા પણ ઑક્ટોબરમાં રૂ 10,519 કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.

SIP રોકાણ માટે 23.83 લાખ નવા રજીસ્ટ્રેશન
સપ્ટેમ્બરમાં તે રૂ. 10,351 કરોડ હતો. આ સાથે, એસઆઈપી એસેટ અંડર મેનેજમેન્ટનો આંકડો પણ ઓક્ટોબરના અંતે વધીને રૂ. 5.53 લાખ કરોડ થયો છે જે માર્ચના અંતે રૂ. 4.28 લાખ કરોડ હતો. SIP AUM છેલ્લા પાંચ વર્ષમાં વાર્ષિક ધોરણે 30 ટકા વધ્યો છે જે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના કુલ એસેટ બેઝના બમણા કરતાં પણ વધુ છે. ઓક્ટોબરમાં SIP રોકાણ માટે કુલ 23.83 લાખ નવા રજિસ્ટ્રેશન થયા હતા.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

ચાલુ કારોબારી વર્ષના પ્રથમ સાત મહિના એપ્રિલ-ઓક્ટોબર દરમિયાન કુલ રજીસ્ટ્રેશન 1.5 કરોડે પહોંચ્યું છે. આ ગયા નાણાકીય વર્ષમાં થયેલા 1.41 કરોડ નવા SIP રજિસ્ટ્રેશન કરતાં વધુ છે. હાલમાં મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ પાસે 4.64 કરોડ SIP એકાઉન્ટ છે જેના દ્વારા રોકાણકારો સતત મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં રોકાણ કરે છે.

મોટી રકમની ચિંતા નહિ
જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માંગો છો પરંતુ તમારી પાસે એકસાથે રકમ નથી, તો તમે SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) વિકલ્પ પસંદ કરી શકો છો. આ વિકલ્પમાં, રોકાણકારે એકસાથે રકમનું રોકાણ કરવાની જરૂર નથી, જ્યારે નાની રકમનું નિયમિત અંતરાલ પર રોકાણ કરવું પડશે. આમાં રોકાણકાર માસિક, ત્રિમાસિક અથવા અર્ધવાર્ષિક હોઈ શકે છે.

કયા ક્ષેત્રમાં રોકાણ વધ્યું ક્યાં ઘટ્યું
જો આપણે સપ્ટેમ્બર મહિનામાં મ્યુચ્યુઅલ ફંડની રોકાણ વ્યૂહરચના પર નજર કરીએ તો, માસિક ધોરણે જે ક્ષેત્રોમાં વેઇટેજ વધ્યું છે તેમાં ખાનગી અને PSU બેન્કો, ઓટોમોબાઈલ, કેપિટલ ગુડ્સ, સિમેન્ટ અને રિટેલ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. બીજી તરફ હેલ્થકેર, કન્ઝ્યુમર, યુટિલિટીઝ, ઓઈલ એન્ડ ગેસ, ટેકનોલોજી, કેમિકલ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સાધારણ રહ્યા છે.

 

આ પણ વાંચો :  હવે Fastag માત્ર Toll નું નહિ પણ તમારા વાહનના Fuel નું પણ Paymemt કરશે, જાણો કઈ રીતે

આ પણ વાંચો : આ રિયલ એસ્ટેટ કંપની 1000 લોકોને નોકરી આપશે, તમામ પોસ્ટ પર નવા કર્મચારીઓની થશે ભરતી

Published On - 8:20 am, Mon, 22 November 21

Next Article