
જો તમે મૂડીરોકાણ કરવા ઈચ્છતા હોવ તો તમારી પાસે આજે મૂડીરોકાણના અનેક વિકલ્પ ઉપલબ્ધ છે. આવા વિક્લ્પમાંથી બે વિક્લ્પની આપણે તુલના કરીએ કે કયા વિકલ્પમાં આપણને વધુ વળતર મળી શકે. મૂડીરોકાણ માટે તમે એક ઘર ખરીદવા ઈચ્છતા હોવ અથવા તો લાંબા ગાળાની એસઆઈપી કરવા ઈચ્છતા હોવ તો આ બન્નેમાંથી કયો વિકલ્પ તમારા મૂડીરોકાણના હેતુને સિદ્ધ કરશે. જાણો
ધારો કે, તમે 9 ટકા વાર્ષિક વ્યાજ દરે 20 વર્ષ માટે 60 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે. આના પર, તમારે દર મહિને રૂ. 53,984ની EMI ચૂકવવી પડશે અને આખા ટેન્યોર દરમિયાન રૂ. 69,56,053 વ્યાજ તરીકે ચૂકવવા પડશે, એટલે કે રૂ. 60 લાખની મૂળ રકમ સહિત આ રકમ રૂ. 1.30 કરોડ સુધી પહોંચી જાય. આનો અર્થ એ થયો કે, તમે 70 લાખ રૂપિયાનું ઘર ખરીદ્યું પણ તમારે તેના માટે બમણી રકમ ચૂકવવી પડી.
જો તમે 20 વર્ષ માટે SIPમાં 53,984 રૂપિયાનું રોકાણ કરવાનું શરૂ કરો છો, તો તમને તેના પર વાર્ષિક 12% વ્યાજ મળે છે. આ સમયગાળા દરમિયાન, 20 વર્ષમાં તમારું કુલ રોકાણ રૂ. 1,29,56,160 થશે, જેના પર તમને વ્યાજ તરીકે રૂ. 3,67,01,419 મળશે અને મેચ્યોરિટી પર તમને કુલ રૂ. 4,96,57,579 મળશે. આનો અર્થ એ થયો કે, તમે 20 વર્ષમાં લગભગ 5 કરોડ જેટલું કમાઈ શકો છો.
20 વર્ષમાં 70 લાખ રૂપિયાના ઘરની કિંમતમાં નોંધપાત્ર વધારો થશે. જો કે, 6% ફુગાવાના દરને ધ્યાનમાં લેતા 20 વર્ષ પછી તેનો ખર્ચ કેટલો થશે? જો અંદાજિત ધારણા કરવામાં આવે તો, 70 લાખ રૂપિયાના ઘરની કિંમત 20 વર્ષમાં 1,54,49,948 રૂપિયા વધશે અને કુલ કિંમત 2,24,49,948 રૂપિયા થશે.
હોમ લોન પર EMI ચૂકવીને તમે બેંકને 69 લાખ રૂપિયા વ્યાજ તરીકે ચૂકવશો પરંતુ જો તમે SIP દ્વારા એટલી જ રકમનું રોકાણ કરો છો, તો તમને વ્યાજરૂપે વધારે રકમ મળશે. હવે જો આપણે ફુગાવાના આધારે જોઈએ તો પણ 70 લાખ રૂપિયાના ઘરની કિંમત 20 વર્ષમાં 2.25 કરોડ રૂપિયા થશે, જ્યારે તમે રોકાણ દ્વારા 5 કરોડ રૂપિયા કમાઈ શકો છો. આનાથી ઘરની કિંમત ચૂકવ્યા પછી પણ તમારી પાસે લગભગ 2.75 કરોડ રૂપિયા વધુ રહેશે.
(નોંધ: ફાઇનાન્સને લગતો કોઈ પણ નિર્ણય લેતા પહેલા ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ જરૂરથી લો.)
મ્યુચ્યુઅલ ફંડ નાની રકમમાં રોકાણ કરવાની સુવિધા પ્રદાન કરે છે. તેનો અર્થ એ છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે તમારે ઘણા પૈસાની જરૂર નથી. મ્યુચ્યુઅલ ફંડને લગતા સમાચાર વાંચવા હમણાં જ અહીંયા ક્લિક કરો.
Published On - 6:16 pm, Mon, 28 April 25