LPG Cylinder : 1 નવેમ્બરથી રાંધણ ગેસ મોંઘો થવાના મળી રહ્યા છે સંકેત! જાણો શું છે કારણ

|

Oct 31, 2021 | 8:29 AM

એલપીજીના વેચાણ પર અંડર-રિકવરી અથવા નુકસાન રૂ. 100 થી વધુ વધી ગયું છે. આનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ઉર્જાના ભાવમાં વધારો થવાને કારણે છે જે ઘણા વર્ષોની રેકોર્ડ ઊંચાઈએ પહોંચી છે.

LPG Cylinder : 1 નવેમ્બરથી રાંધણ ગેસ મોંઘો થવાના મળી રહ્યા છે સંકેત! જાણો શું છે કારણ

Follow us on

દર મહિનાની પહેલી તારીખે LPG Cylinder ના નવા ભાવ જાહેર થાય છે. ક્રૂડના ભાવ જે પ્રકારે આસમાને પહોંચવા સાથે દેશમાં પેટ્રોલ – ડીઝલની કિંમત સર્વોચ્ચ સપતિએ પહોંચ્યા છે તે જોતા LPG ના ભાવ વધવાનું પણ લગભગ નિશ્ચિત જણાઈ રહ્યું છે. આવતીકાલે એટલેકે 1 નવેમ્બર મહિનામાં એલપીજી સિલિન્ડર(LPG Cylinder)ના ભાવ ફરી વધી શકે છે. પીટીઆઈના અહેવાલ મુજબ એલપીજીના વેચાણ પર નુકસાન વધીને રૂ 100 પ્રતિ સિલિન્ડર સુધી પહોંચ્યું છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવી શકે છે.

અહેવાલ મુજબ સૂત્રોનું કહેવું છે કે ભાવમાં વધારાનો નિર્ણય સરકારની મંજૂરી પર નિર્ભર છે. જો મંજૂરી આપવામાં આવે તો તમામ શ્રેણીઓમાં આ પાંચમો વધારો હશે. આમાં ઘરેલું વપરાશ માટે સબસિડીવાળો ગેસ, બિન-સબસિડીવાળો ગેસ અને ઔદ્યોગિક ગેસનો સમાવેશ થાય છે.

આ અગાઉ છેલ્લી વખત 6 ઓક્ટોબરે એલપીજીની કિંમતમાં 15 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો. આ સાથે જુલાઈ પછી કિંમતોમાં કુલ વધારો 90 રૂપિયા પર પહોંચી ગયો હતો. આ બાબતોના જાણકારોએ સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું છે કે સરકારી માલિકીની ઓઈલ માર્કેટિંગ કંપનીઓને વેચાણની કિંમતને પડતર સાથે જોડવાની મંજૂરી આપવામાં આવી નથી. ગેપ ઘટાડવા માટે હજુ સુધી કોઈ સરકારી સબસિડી મંજૂર કરવામાં આવી નથી.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

એલપીજીના વેચાણ પર અંડર-રિકવરી અથવા નુકસાન રૂ. 100 થી વધુ વધી ગયું છે. આનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ઉર્જાના ભાવમાં વધારો થવાને કારણે છે જે ઘણા વર્ષોની રેકોર્ડ ઊંચાઈએ પહોંચી છે. સાઉદી અરેબિયામાં આ મહિને એલપીજીના ભાવ 60 ટકાથી વધુ ઉછળીને 800 ડોલર પ્રતિ ટન પર પહોંચી ગયા છે.

આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 85.42 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે. અહેવાલ મુજબ, એક સૂત્રએ જણાવ્યું કે એલપીજી હજુ પણ નિયંત્રિત કોમોડિટી છે. તેથી ટેકનિકલ ધોરણે સરકાર રિટેલર ભાવને નિયંત્રિત કરી શકે છે. પરંતુ જ્યારે તેઓ આમ કરે છે ત્યારે ઓઇલ કંપનીઓએ અંડર-રિકવરી અથવા નુકસાનની ભરપાઈ કરવી પડે છે જે તેમને કિંમત કરતાં ઓછા દરે LPG વેચવાને કારણે છે.

સરકારે ગયા વર્ષે એલપીજી પરની સબસિડી નાબૂદ કરી હતી. આ માટે તે કિંમતના બરાબર છૂટક ભાવ લાવ્યા હતા. પરંતુ પેટ્રોલ અને ડીઝલની અનિયંત્રિત કિંમતો સિવાય સરકારે એલપીજીની કિંમતોને નિયંત્રણમુક્ત કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પીટીઆઈના અહેવાલ મુજબ એક સૂત્રએ જણાવ્યું હતું કે હજુ સુધી વળતર અથવા સબસિડી પાછી લાવવામાં આવશે તેવા કોઈ સંકેત નથી. કારણ કે ખર્ચ અને છૂટક કિંમત વચ્ચેનું અંતર વધી ગયું છે.

આ પણ વાંચો :  શું તમે જાણો છો દેશના સૌથી મોટા દાનવીર કોણ છે? જેણે દરરોજ 27 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે

આ પણ વાંચો : Changes from 1 November : આ 5 બાબતોની તાત્કાલિક મેળવી લો સંપૂર્ણ જાણકારી નહીંતર 1 Nov. સોમવારથી માહિતીનો અભાવ તમારી મુશ્કેલીઓ વધારશે

Published On - 8:28 am, Sun, 31 October 21

Next Article