દેશનો સૌથી મોટો IPO લાવનાર Paytm નો શેર 2 દિવસમાં 33 ટકા તૂટ્યો! રોકાણકારો ચિંતાતુર બન્યા

|

Nov 23, 2021 | 7:21 AM

પ્રથમ દિવસે એટલે કે ગુરુવારે લિસ્ટિંગ પછી સ્ટોક 20% ની લોઅર સર્કિટ સાથે બંધ થયો હતો. સોમવારે પણ આવી જ સ્થિતિ. સ્ટોક 16% સુધી તૂટ્યો હતો.

દેશનો સૌથી મોટો IPO લાવનાર Paytm નો શેર 2 દિવસમાં 33 ટકા તૂટ્યો! રોકાણકારો ચિંતાતુર બન્યા
Paytm (Symbolic Image)

Follow us on

દેશનો સૌથી મોટો IPO લાવનાર Paytmનો સ્ટોક સતત પછડાટ ખાઈ રહ્યો છે. લિસ્ટિંગના બીજા દિવસે એટલે કે સોમવારે પેટીએમનો શેર 16% ઘટ્યો હતો. એટલે કે રોકાણકારોએ 2 દિવસમાં ઇશ્યૂ કિંમતની તુલનામાં 39% સુધી ગુમાવ્યું છે. જો કે, બજાર બંધ થવા પર શેર 13% ના ઘટાડા સાથે રૂ 1,360 પર બંધ થયો હતો. આ રીતે બે દિવસમાં સ્ટોક 33% તૂટ્યો છે.

શેર પહેલા દિવસે લોઅર સર્કિટ પર બંધ થયો હતો
પ્રથમ દિવસે એટલે કે ગુરુવારે લિસ્ટિંગ પછી સ્ટોક 20% ની લોઅર સર્કિટ સાથે બંધ થયો હતો. લોઅર સર્કિટ એટલે કે એક દિવસમાં શેરના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે નહીં. સોમવારે પણ આવી જ સ્થિતિ. સ્ટોક 16% સુધી તૂટ્યો હતો. લોઅર સર્કિટ માટે તેની કિંમત 1,251 રૂપિયા હતી.

શેર 1200 રૂપિયા સુધી જઈ શકે છે
બ્રોકરેજ હાઉસ મેક્વેરીએ કહ્યું છે કે Paytmનો સ્ટોક અહીંથી 44% ઘટી શકે છે. આ શેર 1,200 રૂપિયા સુધી જઈ શકે છે. મતલબ કે ભવિષ્યમાં પણ રોકાણકારોને આમાં નુકસાન થવાની શક્યતા છે. જોકે, આજે શેર રૂ. 1,283 સુધી ગયો હતો. તેણે કહ્યું છે કે કંપની માટે નફો કરવો તેના માટે મોટો પડકાર છે. આ સાથે નિયમન અને સ્પર્ધા પણ આ માટે ચિંતાનો વિષય છે.

હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર

માર્કેટ કેપમાં પાછળ પડી કંપની
માર્કેટ કેપમાં Paytm પાછળ છે. વિઝાનું માર્કેટ કેપ 438 અબજ ડોલર , માસ્ટરકાર્ડનું 334 અબજ ડોલર , PayPalનું 227 અબજ ડોલર , Affirmનું 38 અબજ ડોલર અને Paytmનું 13 અબજ ડોલર છે. તેની માર્કેટ કેપ પણ સ્થાનિક બજારમાં લિસ્ટેડ સ્ટાર્ટઅપ્સ Nykaa અને Zomato કરતાં ઘણી ઓછી છે.

અત્યાર સુધીનો સૌથી મોટો IPO
Paytmની રૂ. 18,300 કરોડની પ્રારંભિક જાહેર ઓફર (IPO) દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO છે. કંપનીએ નવા ઈક્વિટી શેર ઈશ્યુ કરીને રૂ. 8,300 કરોડ ઊભા કર્યા અને હાલના શેરધારકો અને પ્રમોટર્સે રૂ. 10,000 કરોડના શેરનું વેચાણ કર્યું. Paytmનો IPO 1.89 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીને 4.83 કરોડ શેરની સામે 9.14 કરોડ શેર માટે બિડ મળી હતી. રિટેલ રોકાણકારોનો ક્વોટા 1.66 ગણો ભરાયો હતો.

 

આ પણ વાંચો :  એક્સપોર્ટ-ઈમ્પોર્ટ કરનારાઓ માટે મોટા સમાચાર! 5 ડિસેમ્બર સુધી અપડેટ નહીં કરવામાં આવ્યા હોય આ કોડ તો થશે મોટું નુક્સાન

આ પણ વાંચો : Multibagger stock : 10 રૂપિયાથી ઓછી કિંમતના આ શેરે રોકાણકારોના નાણાંનું એકવર્ષમાં 1300 ટકા રિટર્ન આપ્યું, શું છે આ સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં

Next Article