આજે શેરબજારમાં ૩ કંપનીના શેર લિસ્ટ થયા, Policybazaar 17.35% તો Sigachi Industries 252% પ્રીમિયમ પર લિસ્ટ થયો

|

Nov 15, 2021 | 12:31 PM

આજે શેરબજારમાં ત્રણ કંપનીઓ PB Fintech (Policybazaar), SJS Enterprises અને Sigachi Industries ના શેર શેરબજારમાં લિસ્ટ થઇ રહ્યા છે. ત્રણેય કંપનીઓના IPO 1-3 નવેમ્બર વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલ્લા હતા.

આજે શેરબજારમાં ૩ કંપનીના શેર લિસ્ટ થયા, Policybazaar 17.35% તો Sigachi Industries 252% પ્રીમિયમ પર લિસ્ટ થયો
3 Stocks listing today

Follow us on

સોમવારે 15 નવેમ્બરના રોજ શેરબજારમાં વધુ ૩ કંપની લિસ્ટેડ થવા જઈ રહી છે. પોલિસીબજાર(policybazaar) ઓપરેટર PB Fintech , સિગાચી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Sigachi Industries Limited) અને S.J.S. Enterprises Limited ના શેર્સ લિસ્ટ થશે.

આજે શેરબજારમાં ત્રણ કંપનીઓ PB Fintech (Policybazaar), SJS Enterprises અને Sigachi Industries ના શેર શેરબજારમાં લિસ્ટ થઇ રહ્યા છે. ત્રણેય કંપનીઓના IPO 1-3 નવેમ્બર વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલ્લા હતા. પોલિસીબઝાર અને પૈસાબઝારની પેરેન્ટ કંપની પીબી ફિનટેકનો ત્રણમાંથી સૌથી મોટો IPO હતો. કંપનીએ પ્રથમ રૂટ દ્વારા રૂ. 5,625 કરોડ એકત્ર કર્યા હતા. શેર ગ્રે માર્કેટમાં રૂ. 150-160ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો હતો જે ઈશ્યુ પ્રાઇસ કરતા 15-20 ટકા વધુ છે. કંપનીએ રૂ. 940-980ના પ્રાઇસ બેન્ડમાં શેર વેચ્યા છે.

PB Fintech (Policybazaar),
પોલિસીબજારની પેરેન્ટ કંપની પીબી ફિનટેકના શેર આજે શેરબજારમાંએન્ટ્રી કરી હતી. શેરબજારમાં શેરની શરૂઆત સકારાત્મક રહી હતી. આ સ્ટોક BSE પર 17.35 ટકાના પ્રીમિયમ સાથે રૂ. 1,150 પર લિસ્ટ થયો હતો. રૂ. 980ની ઇશ્યુ પ્રાઇસના અપર બેન્ડ મુજબ શેર રૂ. 170 પ્રતિ શેરના વધારા સાથે લિસ્ટ થયો હતો. લિસ્ટિંગ પછી પોલિસીબઝારનો સ્ટોક વધ્યો અને તે રૂ. 1205ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આ ભાવે કંપનીનું માર્કેટ કેપ રૂ. 53,000 કરોડની આસપાસ થઈ ગયું છે,

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

SJS Enterprises
આ ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO) 1 નવેમ્બરથી 3 નવેમ્બર સુધી રોકાણ માટે ખુલ્લો રહ્યો હતો. IPOનું કદ રૂ. 800 કરોડ છે જેમાંથી કંપની પહેલેથી જ રૂ 240 કરોડ એકત્ર કરી ચૂકી છે. 29 ઓક્ટોબરના રોજ એન્કર રોકાણકારો તરફથી. SJS એન્ટરપ્રાઇઝે IPO માટે રૂ. 531-542ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી હતું. આ ઈસ્યુમાં માત્ર ઓફર ફોર સેલ (OFS) હતો. અગાઉથી જ નિષ્ણાતોએ કહ્યું હતું કે રોકાણનો અભિગમ લાંબા ગાળાનો હોય તો તમે તેમાં નાણાંનું રોકાણ કરી શકે છે ફક્ત લિસ્ટિંગ લાભો શોધી રહેલા લોકોએ આને ટાળવું જોઈએ. SJS Enterprises શેર આજે 542 રૂપિયા ઉપર લિસ્ટ થયો હતો જે 549.00 સુધી ઉપલા સ્તરે નોંધાયો હતો જે બાદમાં સરકી નીચલી સપાટીએ 508 રૂપિયા સુધી દેખાયો હતો.

Sigachi Industries
સિગાચી ઇન્ડસ્ટ્રીઝ (Sigachi Industries IPO) ના શેરની ફાળવણી પણ થઇ છે. કંપનીનો IPO 3 દિવસમાં 101.91 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીનો IPO 1 નવેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખોલવામાં આવ્યો હતો અને 3 નવેમ્બરે બંધ થયો હતો. કંપનીએ શેરની પ્રાઇસ બેન્ડ રૂ. 161-163 નક્કી કરી હતી. IPOને 54,89,47,440 લાખ શેર માટે બિડ મળી હતી. શેર આજે 575.00 ની કિંમતે લિસ્ટ થયો હતો. શેર ઉપલા સ્તરે 598 અને નીચલી સપાટીએ 570 રૂપિયાના સ્તરે જોવા મળ્યો હતો.

સિગાચી ઇન્ડસ્ટ્રીઝનો શેર BSE પર 252.76 ટકા અથવા રૂ. 412ના વધારા સાથે રૂ. 575 પર લિસ્ટ થયો હતો. સિગાચી ઇન્ડસ્ટ્રીઝની ઇશ્યુ પ્રાઇસ રૂ. 163 હતી. સિગાચી ઇન્ડસ્ટ્રીઝે પ્રારંભિક હિસ્સાના વેચાણ દ્વારા રૂ. 125.43 કરોડ ઊભા કર્યા હતા. કંપનીનો ઈશ્યુ 102 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. QIB શેર 86.5 ગણો જ્યારે રિટેલ શેર 80.5 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. HNI રોકાણકારોનો હિસ્સો 172.43 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.

 

આ પણ વાંચો : લો બોલો, સમય પહેલા લોન ભરપાઈ કરો તો પણ ગુનો? Kotak Mahindra Bank 59 લાખનો દંડ ફટકારતા કાનપુરના ઉદ્યોગપતિએ લોકપાલને કરી ફરિયાદ

 

આ પણ વાંચો : Share Market : મજબૂત વૈશ્વિક સંકેતો સાથે શેરબજારની જોરદાર શરૂઆત, Sensex 61000 ને પાર પહોંચ્યો

Published On - 10:49 am, Mon, 15 November 21

Next Article