Share Market : તેજી સાથે સાપ્તાહિક કારોબારની શરૂઆત , SENSEX 48,598 સુધી ઉછળ્યો

|

Apr 26, 2021 | 9:58 AM

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર(Share Market) મજબૂત સ્થિતિ દર્શાવી રહ્યું છે. આજે સેન્સેક્સ 318.92 પોઇન્ટ અને નિફ્ટીમાં 108.1 પોઇન્ટ વધારા સાથે ખુલ્યા છે.

Share Market : તેજી સાથે સાપ્તાહિક કારોબારની શરૂઆત , SENSEX 48,598 સુધી ઉછળ્યો
શેરબજાર આજે પ્રારંભિક તેજી દર્શાવી રહ્યું છે

Follow us on

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર(Share Market) મજબૂત સ્થિતિ દર્શાવી રહ્યું છે. આજે સેન્સેક્સ 318.92 પોઇન્ટ અને નિફ્ટીમાં 108.1 પોઇન્ટ વધારા સાથે ખુલ્યા છે. આ અગાઉ શુક્રવારે બજાર ઘટાડા સાથે બંધ રહયા હતા. છેલ્લા સત્રમાં સેન્સેક્સ 202.22 પોઇન્ટ તૂટીને 47,878.45 પર બંધ રહ્યો હતો જયારે નિફ્ટી 64.80 પોઇન્ટના ઘટાડા સાથે 14,341.35 પર કારોબાર સમાપ્ત કર્યો હતો.

ભારતીય શેરબજારની સ્થિતિ – સવારે ૯.૫૩ વાગે
બજાર                સૂચકાંક         વૃદ્ધિ
સેન્સેક્સ    48,570.74     +692.29 (1.45%)
નિફટી      14,532.55      +191.20 (1.33%)

આજે બંને મુખ ઇન્ડેક્સ સારી સ્થિતિ દર્શાવી રહ્યા છે. સેન્સેક્સ અને નિફટી બંને ઇન્ડેક્સ ૧.૩ ટકા વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. આજે શરુઆરી કારોબારમાં સેન્સેક્સ 48,577.78 સુધી ઉપલું સ્તર દેખાડ્યું હતું જયારે નિફટી 14,536.05 સુધી ઉછળ્યો હતો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.47 ટકાની મજબૂતીની સાથે દેખાયોછે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.84 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.06 ટકા વધીને કારોબાર કરી રહ્યો છે. બેન્ક નિફ્ટી 1.73 ટકા મજબૂતીની સાથે 32,270.40 ના સ્તર પર છે.

પ્રારંભિક કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો.
SENSEX
Open   48,197.37
High    48,598.05
Low    48,152.24

NIFTY
Open   14,449.45
High   14,541.70
Low     14,421.30

Next Article