Share Market : મજબૂત સ્થિતિમાં કારોબાર પૂર્ણ થયો, SENSEX 650 અંક ઉછળ્યો જયારે NIFTY 18000 ને પાર પહોંચ્યો

|

Jan 10, 2022 | 5:07 PM

બોમ્બે સ્ટોક એક્સચેન્જ નો ઇન્ડેક્સ સેન્સેક્સ 60 હજારની ઉપર ખુલ્યો. કોરોબારના અંતે તે 651 પોઈન્ટ વધીને 60,395 પર બંધ રહ્યો હતો. લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ 274.72 લાખ કરોડ નોંધાયું

Share Market : મજબૂત સ્થિતિમાં કારોબાર પૂર્ણ થયો, SENSEX 650 અંક ઉછળ્યો જયારે NIFTY 18000 ને પાર પહોંચ્યો
Bombay Stock Exchange - BSE

Follow us on

સપ્તાહના પ્રથમ દિવસે આજે શેરબજારમાં ખૂબ જ મજબૂતી જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ નો ઇન્ડેક્સ સેન્સેક્સ 60 હજારની ઉપર ખુલ્યો. કોરોબારના અંતે તે 651 પોઈન્ટ વધીને 60,395 પર બંધ રહ્યો હતો. લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ 274.72 લાખ કરોડ નોંધાયું હતું.

માર્કેટ કેપ 274 લાખ કરોડ

લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 274.72 લાખ કરોડ નોંધાયું હતું. શુક્રવારે તે રૂ. 272.34 લાખ કરોડ રહ્યું હતું. સેન્સેક્સના 989 શેર અપર સર્કિટમાં અને 176 લોઅર સર્કિટમાં બંધ થયા હતા. એટલે કે એક દિવસમાં આ શેર આનાથી વધુ ન તો ઘટી શકે છે અને ન તો વધી શકે છે.

નિફ્ટી 190 પોઈન્ટ ઉપર

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 190 પોઈન્ટ વધીને 18,003 પર બંધ થયો હતો. તે 17,913 પર ખુલ્યો અને 18,017ની ઊંચી અને 17,879ની નીચી સપાટીએ પહોંચ્યો. નિફ્ટીના નેક્સ્ટ 50, બેન્કિંગ, ફાઇનાન્શિયલ અને મિડ કેપ ઇન્ડેક્સ લીડમાં રહ્યા હતા.નિફટીના 50 શેરમાંથી 35 ઉપર અને 15 નુકસાનમાં રહ્યા છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Paytm ના રોકાણકાર ચિંતામાં મુકાયા

ડિજિટલ પેમેન્ટ કંપની Paytmના શેર સતત ઘટી રહ્યા છે. તેની IPO ઇશ્યૂ કિંમતની તુલનામાં તે અત્યાર સુધીમાં જબરદસ્ત તૂટ્યો છે. રોકાણકારોના પૈસા સતત ડૂબી રહ્યા છે. બ્રોકરેજ ફર્મ મેક્વેરીએ આ અંગે પોતાનો નવો રિપોર્ટ જાહેર કર્યો છે. કંપનીએ Paytm સ્ટોકના મોટા લક્ષ્યાંકને ઘટાડી દીધો છે.

Paytm નો શેર આજે 72 રૂપિયા તૂટ્યો છે. ઘણા દિવસથી શેર સતત પછડાટ ખાઈ રહ્યો છે. આજે 1230 રૂપિયાના સ્તરે શરૂઆત કરનાર શેર સતત ઘટ્યો હતો જે 1,152.05 સુધી પછડાટ ખાધા બાદ 5.89 ટકાના ઘટાડા સાથે 1,159.00 ઉપર બંધ થયો હતો.

કારોબારની મજબૂત શરૂઆત થઇ હતી

સેન્સેક્સ 60,070 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન તે 60,427.36 ના ઉપલા સ્તરે અને 59987ના નીચલા સ્તરને સ્પર્શ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 5 શેરમાં ઘટાડો થયો હતો . Tata Consultancy Services (TCS) ના શેર 2% થી ઉપર પહોંચ્યા બાદ 0.75 ટકા વધારા સાથે બંધ થયો હતો. આ કંપનીનું પરિણામ બુધવારે આવશે. તે શેરના બાયબેકની જાહેરાત કરી શકે છે.

આ પણ વાંચો :Viral: વીજળીની ગતિએ રેસ્ટોરન્ટમાં ઘૂસી ભેંસ, ગ્રાહકને દીવાસળીની જેમ ઉડાવ્યો, જુઓ આ CCTV

આ પણ વાંચો :IND vs SA: કેપટાઉનમાં ભારતીય બોલરોના પ્રદર્શનનું રિપોર્ટ કાર્ડ, જાણો કોણે લીધી સૌથી વધુ વિકેટ

Next Article