Share Market Today : શેરબજારમાં તેજી યથાવત, Sensex 62000 ઉપર ખુલ્યો, આજે પણ અદાણીના શેર્સમાં જબરદસ્ત તેજી

|

May 23, 2023 | 9:22 AM

Share Market Today : સોમવારના કારોબારમાં તેજી સાથે ટ્રેડિંગ પૂર્ણ કર્યા બાદ આજે મંગળવારે પણ ભારતીય શેરબજારમાં તેજી સાથે શરૂઆત થઇ હતી. બંને મુખ્ય ઇન્ડેક્સ 0.2% ટકા કરતા વધુ તેજી સાથે  કારોબારની શરૂઆત કરી છે.

Share Market Today : શેરબજારમાં તેજી યથાવત, Sensex 62000 ઉપર ખુલ્યો, આજે  પણ અદાણીના શેર્સમાં જબરદસ્ત તેજી

Follow us on

Share Market Today : સોમવારના કારોબારમાં તેજી સાથે ટ્રેડિંગ પૂર્ણ કર્યા બાદ આજે મંગળવારે પણ ભારતીય શેરબજારમાં તેજી સાથે શરૂઆત થઇ હતી. બંને મુખ્ય ઇન્ડેક્સ 0.2% ટકા કરતા વધુ તેજી સાથે  કારોબારની શરૂઆત કરી છે. આજે સેન્સેક્સ 62000 ઉપર ખુલ્યો છે. સેન્સેક્સ 134.48 પોઇન્ટ અથવા 0.22% વધારા સાથે 62,098.16 ઉપર ખુલ્યો હતો. બીજી તરફ  નિફટીએ 18,362.90 ઉપર કારોબારની શરૂઆત કરી ઇન્ડેક્સ 48.50 પોઇન્ટ મુજબ 0.26% તેજી સાથે ખુલ્યો હતો. અદાણી ગ્રુપના તમામ શેરમાં આજે સતત બીજા દિવસે તેજી દેખાઈ રહી છે. ગૌતમ અદાણીની તમામ કંપનીઓના શેર લીલા નિશાન ઉપર કારોબાર કરી રહ્યા છે. અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 10 ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે. ગઈકાલે મોટાભાગના અદાણીના શેર્સમાં અપર સર્કિટ લાગી હતી.

શેરબજારની સ્થિતિ  ( 23-05-2023 , 09:15 am )
SENSEX 62,110.45 +146.77 (0.24%)
NIFTY 18,367.90 +53.50 (0.29%)

વૈશ્વિક બજારના સંકેત સારા મળ્યા હતા

SGX NIFTY એ પણ સકારાત્મક શરૂઆત કરી હતી. ઈન્ડેક્સ 17350 ના સ્તરની ઉપર કારોબાર કરી રહ્યા છે. એશિયન બજારોમાં જાપાનના નિક્કી અને કોરિયાના કોસ્પી પણ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. તેવી જ રીતે યુએસ બજારોમાં ડાઉ, એસએન્ડપી અને નાસ્ડેક ફૂટ ઇન્ડેક્સમાં પણ મજબૂતી જોવા મળી રહી છે. આ પહેલા સોમવારે આઈટી અને મેટલ શેરોમાં જોરદાર ખરીદીના કારણે બજારમાં તેજી જોવા મળી હતી.

આજથી 2000 રૂપિયાની નોટો જમા કરાવી શકાશે

19 મેના રોજ દેશની કેન્દ્રીય બેંક ભારતીય રિઝર્વ બેંકે એક નિર્ણય જાહેર કર્યો અને 2,000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. ક્લીન નોટ પોલિસીના ભાગ રૂપે રૂ. 2000ની તમામ નોટો પાછી ખેંચી લેવાશે.  RBI અનુસાર લોકો કોઈપણ બેંક શાખામાં 23 મે થી 30 સપ્ટેમ્બર સુધી તેમના બેંક ખાતામાં રૂપિયા 2000 ની નોટો જમા કરાવી શકશે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

આ પણ વાંચો : Adani Group ના સ્ટોકમાં સુપ્રીમ કોર્ટની ક્લિનચીટ બાદ જબરદસ્ત તેજી, અદાણીના સ્ટોક્સમાં અપર સર્કિટ નોંધાઈ

ટેલિકોમ શેરો જોવા માટે એક્શન

  • માર્ચમાં કુલ 19.6 લાખ ગ્રાહકો ઉમેરાયા: TRAI
  • RJioએ માર્ચમાં 30.5 લાખ ગ્રાહકો ઉમેર્યા
  • વોડાફોન-આઇડિયાએ માર્ચમાં 12.1 લાખ ગ્રાહકો ગુમાવ્યા
  • BSNL એ માર્ચમાં 5.19 લાખ ગ્રાહકો ગુમાવ્યા
  • ભારતી એરટેલે માર્ચમાં 10.4 લાખ ગ્રાહકો ઉમેર્યા

આ પણ વાંચો : Adani Groupની મુસીબત ઓછી થવાનું નામ લઈ રહી નથી, હવે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ અમદાવાદએ દંડાત્મક કાર્યવાહી કરી, જાણો સમગ્ર મામલો

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 9:16 am, Tue, 23 May 23

Next Article