Share Market Today : રોકાણકારોએ બે દિવસમાં 1.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા, જાણો ક્યાં સ્ટોક રહ્યા TOP LOSERS?

|

May 17, 2023 | 4:44 PM

Share Market Closing Bell : બે દિવસથી માર્કેટમાં ઘટાડાથી રોકાણકારોને ભારે નુકસાન થયું છે. કારણ કે BSE પર લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપમાં આશરે રૂ. 1.5 લાખ કરોડનો ઘટાડો થયો છે. તે રૂ. 278.70 લાખ કરોડથી ઘટીને રૂ. 277.34 કરોડ થયો છે.

Share Market Today : રોકાણકારોએ બે દિવસમાં 1.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા, જાણો ક્યાં સ્ટોક રહ્યા TOP LOSERS?

Follow us on

આજે સતત બીજા દિવસે શેરબજાર(Share Market Today)માં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સ 371 પોઈન્ટ ઘટીને 61,560 પર બંધ રહ્યો હતો. એ જ રીતે નિફ્ટી પણ 104 પોઈન્ટ ઘટીને 18,181 પર બંધ રહ્યો હતો. બજારમાં આજે સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. આ અગાઉ મંગળવારે BSE સેન્સેક્સ 413 પોઈન્ટ ઘટીને 61,932 પર અને નિફ્ટી 112 પોઈન્ટ ઘટીને 18,286 પર બંધ થયો(Closing Bell) હતો. આજના સત્રમાં રોકાણકારોને રૂ.85,000 કરોડનું નુકસાન થયું છે.

આજે બજારના ઘટાડામાં આઈટી, મીડિયા અને રિટેલ એસ્ટેટ સેક્ટરના શેર મોખરે હતા. કોટક બેન્ક નિફ્ટીમાં લગભગ 2 ટકા ઘટ્યો હતો, જે ઇન્ડેક્સમાં પણ ટોપ લોઝર છે. તે જ સમયે, હીરો મોટોકોર્પનો શેર 1.25 ટકાથી વધુ વધ્યો છે. બે દિવસથી માર્કેટમાં ઘટાડાથી રોકાણકારોને ભારે નુકસાન થયું છે. કારણ કે BSE પર લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપમાં આશરે રૂ. 1.5 લાખ કરોડનો ઘટાડો થયો છે. તે રૂ. 278.70 લાખ કરોડથી ઘટીને રૂ. 277.34 કરોડ થયો છે.

આ શેરમાં ઘટાડો નોંધાયો (17 May, 15:59)

Company Last Price (Rs) % Change
LIC Housing Fi 370.35 -6.26
Oberoi Realty 914.95 -6.21
Thirumalai Chem. 190.25 -6
KEC International Lt 493.15 -5.01
Adani Total Gas 701.7 -5
Jindal St & Pwr 532.2 -5
PVR INOX 1,367.40 -4.72
Devyani Internationa 174.05 -4.45
OnMobile Global Ltd. 74.83 -4.31
D B Realty Ltd. 79.6 -3.92
Vodafone Idea L 7.07 -3.81
Elgi Equipments 468.65 -3.71
Zydus Wellness Ltd. 1,482.00 -3.68
JK Paper Ltd. 362 -3.57
PSP Projects 708.4 -3.52
Aurobindo Pharma 619.6 -3.5
RBL Bank 144.6 -3.28
Morepen Labs.Lt 26.19 -3.25
EKI Energy Services 417.6 -3.14
Maha. Seamless 439.25 -3.13

આજના ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ, આઈટી, ફાર્મા, મેટલ્સ, મીડિયા, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે ઓટો અને એફએમસીજી શેરોમાં તેજી જોવા મળી હતી. મિડ-કેપ શેરો નીચે બંધ થયા હતા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 7 શેર વધીને અને 23 ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 15 શેર વધીને અને 35 શેર ઘટીને બંધ રહ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

NIFTY 50 ઇન્ડેક્સના TOP -10 Loser Stocks (17 May, 15:59)

Company Name Last Price Change % Loss
Kotak Mahindra 1,909.15 -37.9 -1.95
Apollo Hospital 4,482.15 -72.95 -1.6
SBI Life Insura 1,162.60 -18.15 -1.54
TCS 3,208.70 -49.45 -1.52
HCL Tech 1,074.55 -16.15 -1.48
Asian Paints 3,092.45 -45.65 -1.45
Infosys 1,246.90 -17.4 -1.38
Tata Steel 106 -1.4 -1.3
Tata Steel 106 -1.4 -1.3
Wipro 382.3 -4.65 -1.2

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article