Share Market Today :ભારતીય શેરબજારની તેજી ઉપર લાગી બ્રેક, Sensex 61834 ઉપર ખુલ્યો

|

May 24, 2023 | 9:44 AM

Share Market Today : વૈશ્વિક બજારોના ઘટાડાની અસર આજે બુધવારે ભારતીય  શેરબજાર(Share Market) પર પણ જોવા મળી રહી છે. બાહ્ય પરિબળોના દબાણ હેઠળ બંને મુખ્ય સ્થાનિક સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીએ બિઝનેસની ખરાબ શરૂઆત કરી છે.

Share Market Today :ભારતીય શેરબજારની તેજી ઉપર લાગી બ્રેક, Sensex 61834 ઉપર ખુલ્યો

Follow us on

Share Market Today : વૈશ્વિક બજારોના ઘટાડાની અસર આજે બુધવારે ભારતીય  શેરબજાર(Share Market) પર પણ જોવા મળી રહી છે. બાહ્ય પરિબળોના દબાણ હેઠળ બંને મુખ્ય સ્થાનિક સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીએ બિઝનેસની ખરાબ શરૂઆત કરી છે. આ  કારણે શેરબજારના સતત 3 દિવસના ઉછાળા પર શરૂઆતી કારોબારમાં બ્રેક લાગી છે.સત્રની શરૂઆત પહેલા સેન્સેક્સ લગભગ 150 પોઈન્ટના નુકસાનમાં હતો જ્યારે નિફ્ટી 50 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. સવારે 09:15 વાગ્યે માર્કેટમાં ટ્રેડિંગ શરૂ થયું ત્યારે BSEનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ નુકસાનમાં હતો. શરૂઆતના કારોબારમાં તે 250થી વધુ પોઈન્ટના નુકસાન સાથે 61,750 પોઈન્ટની નીચે ગયો હતો. નિફ્ટી લગભગ 75 પોઈન્ટના ઘટાડા બાદ 18,275 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. આજના કારોબારમાં સ્થાનિક બજારમાં ઘટાડાના વૈશ્વિક બજારે સંકેત આપ્યા હતા.

શેરબજારની સ્થિતિ  ( 24-05-2023 , 09:34 am )
SENSEX 61,878.24 −103.55 (0.17%)
NIFTY 18,318.60 −29.40 (0.16%)

વૈશ્વિક બજારે નબળાં સંકેત આપ્યા હતા

SGX નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યો જે 18300 ની નીચે સરકી ગયો છે. એ જ રીતે એશિયન બજારોમાં પણ નરમાઈ છે. જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ પણ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. જોકે, બીજી તરફ યુએસ ફ્યુચર્સ માર્કેટમાં ખરીદી જોવા મળી રહી છે. S&P, Dow અને Nasdaq Fut લીલા રંગમાં છે. અગાઉ સ્થાનિક બજારો મંગળવારે સતત ત્રીજા દિવસે નજીવા વધારા સાથે સકારાત્મક બંધ રહ્યા હતા.

આ શેર્સ 10% સુધી તૂટ્યા (24 May, 9:36 AM)

Company Prev Close (Rs) Current Price (Rs) % Change
Dishman Carbogen Amc 130.55 116.65 -10.65
Polyplex Corpn. 1,519.00 1,414.10 -6.91
Johnson Controls-Hit 1,090.85 1,045.25 -4.18
Galaxy Surfacta. 2,599.70 2,516.15 -3.21
Shree Cement 24,748.15 23,987.10 -3.08
Cyient Ltd. 1,358.90 1,320.00 -2.86
Sequent Scientific 77.39 75.41 -2.56
Kirloskar Oil Engine 402.75 393.3 -2.35
GSFC 166.9 163.2 -2.22
Bank of Maharash 30.06 29.41 -2.16
Thyrocare Tech. 469.95 460.1 -2.1
Reliance Power L 12.96 12.69 -2.08

આજે આ કંપનીઓના પરિણામ આવી રહ્યા છે

આજે ઘણી કંપનીઓના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરના પરિણામ આવવાના છે. 24મી મેના રોજ હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, નેશનલ એલ્યુમિનિયમ કંપની, ઓઈલ ઈન્ડિયા, અશોક બિલ્ડકોન, ICRA, ઈન્ડિયા સિમેન્ટ્સ, ઈરકોન ઈન્ટરનેશનલ, જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ, હિટાચી એનર્જી ઈન્ડિયા અને ટ્રાઈડેન્ટ સહિત અનેક કંપનીઓના પરિણામો આવી રહ્યા છે.

51 વર્ષ બાદ અમિતાભ-જયાના લગ્નનું કાર્ડ થયું વાયરલ, આમિર ખાને ફેન્સને ચોંકાવ્યા
જાયફળનું સેવન કરવાથી થાય છે જબરદસ્ત ફાયદા
ગુજરાતી સિંગર જયકર ભોજક ગરબાનો બાદશાહ છે
ભાગવતમાં જણાવ્યું છે, બાળક ગર્ભમાં હોય ત્યારે માતાએ આ 5 કામ અવશ્ય કરવા
શરીરમાં લોહીના ટકા ઓછા હોય તો શું કરવું? ડૉક્ટર પાસેથી જાણો
Green Methi Leaves : શિયાળાની સિઝનમાં લીલી મેથીની લઈ લો મજા! વિટામીનથી ભરપૂર

આ પણ વાંચો : Adani Groupની મુસીબત ઓછી થવાનું નામ લઈ રહી નથી, હવે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ અમદાવાદએ દંડાત્મક કાર્યવાહી કરી, જાણો સમગ્ર મામલો

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:36 am, Wed, 24 May 23

Next Article