Gujarati NewsBusinessShare Market Today Indian stock market has a weak start, Sensex opens above 62839
Share Market Today : ભારતીય શેરબજારની નબળી શરૂઆત, Sensex 62839 ઉપર ખુલ્યો
Share Market Today :નબળાં વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારમાં કારોબારની શરૂઆત લાલ નિશાન નીચે થઈ છે. આજે બુધવારે સેન્સેક્સ(Sensex Today) 62,839.97 ઉપર ખુલ્યો છે. કારોબારની શરૂઆત સમયે ઈન્ડેક્સ 129.16 પોઇન્ટ અથવા 0.21%ની તેજી દર્શાવી રહ્યો હતો.
Follow us on
Share Market Today :નબળાં વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારમાં કારોબારની શરૂઆત લાલ નિશાન નીચે થઈ છે. આજે બુધવારે સેન્સેક્સ(Sensex Today) 62,839.97 ઉપર ખુલ્યો છે. કારોબારની શરૂઆત સમયે ઈન્ડેક્સ 129.16 પોઇન્ટ અથવા 0.21%ની તેજી દર્શાવી રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જના Nifty એ પણ ટ્રેડિંગની શરૂઆત નુકસાન સાથે કરી છે. ઇન્ડેક્સએ બુધવારે સવારે 39.65 પોઇન્ટ અથવા 0.21% ઘટાડા સાથે 18,594.20 ની સપાટી ઉપર કારોબારનો પ્રારંભ કર્યો હતો.આ અગાઉ મંગળવારે ભારતીય શેરબજારમાં BSE SENSEX 122.75 પોઈન્ટ એટલે કે 0.20 ટકાના વધારા સાથે 62,969 ના સ્તર પર બંધ થયો હતો. આ સિવાય NSE NIFTY 35.20 પોઈન્ટ અથવા 0.19 ટકા વધીને 18,633 ના સ્તર પર બંધ થયો હતો.
શેરબજારની શરૂઆત ( 31-05-2023)
SENSEX
62,839.97
−129.16 (0.21%)
NIFTY
18,594.20
−39.65 (0.21%)
બાબા રામદેવ શેરધારકોને ડિવિડન્ડ આપશે
બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ્સ લિમિટેડે ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. માર્ચ ક્વાર્ટરમાં પતંજલિ ફૂડ્સનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો રૂ. 264 કરોડ હતો જે લગભગ 13% નો વધારો દર્શાવે છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં નફો રૂ. 234 કરોડ હતો. કંપનીએ તેના રોકાણકારો માટે ડિવિડન્ડ જાહેર કર્યું છે. રોકાણકારોને પ્રતિ શેર 6 રૂપિયાનું ડિવિડન્ડ મળશે.
હિંડનબર્ગ રિપોર્ટની માઠી અસર છતાં અદાણી પોર્ટે 3 મહિનામાં 1159 કરોડની કમાણી કરી
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મુખ્ય કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ)એ માત્ર ત્રણ મહિનામાં રૂ. 1159 કરોડનો એકીકૃત નફો નોંધાવ્યો છે. કંપનીનો નફો ગયા વર્ષની સરખામણીમાં 5 ટકા વધુ છે. એટલું જ નહીં કંપનીએ તેના શેરધારકો માટે ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.
વૈશ્વિક સંકેત મિશ્ર મળ્યા હતા
વૈશ્વિક બજારમાંથી આવતા સંકેતો મિશ્ર છે. SGX NIFTY લાલ નિશાનમાં ખુલ્યો અને 18700 ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. એશિયન બજારોમાં જાપાનનો નિક્કી પણ 1 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.અમેરિકન વાયદા બજારોમાં ફ્લેટ ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે.