Share Market Today : બે દિવસના ઘટાડા બાદ ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર તેજી સાથે ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 377 પોઈન્ટના ઉછાળા સાથે 61,937 પર ખુલ્યો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 105 પોઈન્ટના ઉછાળા સાથે 18,287 પોઈન્ટ પર ખુલ્યો હતો.NSE પર નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 1 ટકા ઉપર છે. નિફ્ટીમાં JSW સ્ટીલનો શેર 1.25 ટકાના ઉછાળા સાથે ટોપ ગેનર છે. જ્યારે ડિવિસ લેબનો શેર ટોપ લૂઝર છે. માર્કેટમાં ફાર્મા શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે.આ પહેલા બુધવારે BSE સેન્સેક્સ 371 પોઈન્ટ ઘટીને 61,560 પર અને નિફ્ટી 104 પોઈન્ટ ઘટીને 18,181 પર બંધ થયો હતો.
શેરબજારની સ્થિતિ ( 18-05-2023 , 09:28 am ) | ||
SENSEX | 61,905.43 | +344.79 (0.56%) |
NIFTY | 18,278.35 | +96.60 (0.53%) |
મૂડી બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા(SEBI) એ 10 સંસ્થાઓ પર રૂપિયા 50 લાખનો દંડ ફટકાર્યો છે. આ 10 સંસ્થાઓ બોમ્બે સ્ટોક એક્સચેન્જના ઇલલિક્વિડ સ્ટોક ઓપ્શન્સ સેગમેન્ટમાં અયોગ્ય વેપાર કરી રહી હતી, જેના કારણે સેબીએ આ લોકો પર 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સેબીએ 10 જુદા જુદા આદેશો જાહેર કર્યા હતા. માર્કેટ રેગ્યુલેટર સેબીએ ઓરોપ્લસ માર્કેટિંગ પ્રાઈવેટ લિમિટેડ, બાબા આયર્ન ઈન્ડસ્ટ્રીઝ, એટલાન્ટિક ઈન્વેસ્ટ એડવાઈઝરી, અવિનાશ વી મહેતા એચયુએફ, નવનીત અગ્રવાલ એન્ડ સન્સ એચયુએફ, નીરજ ગાંધી એચયુએફ અને અથવાણી શ્રીચંદ પર 5-5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
બેન્કિંગ સેક્ટર રેગ્યુલેટર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ SBI ફંડ મેનેજમેન્ટને HDFC બેન્કમાં કુલ પેઈડ-અપ શેર કેપિટલનો 9.99 ટકા હિસ્સો અથવા વોટિંગ રાઈટ્સ ખરીદવાની મંજૂરી આપી છે. HDFC બેંકે એક નિયમનકારી ફાઇલિંગમાં સ્ટોક એક્સચેન્જોને આની જાણ કરી છે. આજે સવારે 9.20 વાગે HDFC BANK નો શેર 0.6% વધારા સાથે ટ્રેડ થતો નજરે પડ્યો હતો.
આજે વૈશ્વિક બજારમાંથી જે સંકેતો મળ્યા છે તે સકારાત્મક છે. SGX NIFTY મજબૂત સ્થિતિમાં ખુલ્યો હતો અને 18250 ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એ જ રીતે જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ પણ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે.બીજી તરફ યુએસ વાયદા બજારોમાં સુસ્તી છે.
ભારતીય શેરબજાર સતત બે દિવસ મોટા ઘટાડા સાથે બંધ થયું છે. બેન્કિંગ અને આઈટી શેરોમાં રોકાણકારોની વેચવાલીને કારણે બજારમાં આ ઘટાડો જોવા મળ્યો હતો. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 372 પોઈન્ટ ઘટીને 61,560 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 90 પોઈન્ટના ઘટાડા સાથે 18,196 પોઈન્ટ પર બંધ થયો હતો. છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં માર્કેટમાં પ્રોફિટ બુકિંગના કારણે સેન્સેક્સમાં 800 પોઈન્ટ્સ અને નિફ્ટીમાં 200 પોઈન્ટ્સનો ઘટાડો થયો છે.