Share Market Today : વિશ્વભરના શેરબજારોમાં ઘટાડાનો સિલસિલો ચાલુ છે. સ્થાનિક મોરચે પ્રારંભિક રાહતના સંકેત દેખાયા બાદ ભારતીય શેરબજાર લાલ નિશાન નીચે સરકી ગયું હતું. બુધવારે શરૂઆતના કારોબારમાં બંને મુખ્ય સ્થાનિક સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીએ તેજી સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. બુધવારે શેરબજાર સકારાત્મક ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 150 પોઈન્ટની મજબૂતાઈ સાથે 61,965 પર તો નિફ્ટી પણ 50 પોઈન્ટના ઉછાળા સાથે 18320ની સપાટી વટાવી ગયો હતો. આઈટી, ઓટો અને બેન્કિંગ શેરોમાં ખરીદારીથી બજારને સપોર્ટ જ્યારે સરકારી બેંકિંગ શેરોમાં આજે પણ વેચવાલી જોવા મળી રહી છે.સવારે 10 વાગે સેન્સેક્સ 139 પોઇન્ટ ઘટાડા સાથે 61622 ઉપર ટ્રેડ કરતો નજરે પડ્યો હતો. આજ સમયે નિફટીની વાત કરીએ તો તે 45 અંક નુકસાન સાથે 18220 ઉપર જોવા મળ્યો હતો.
શેરબજારની છેલ્લી સ્થિતિ ( 010-05-2023 , 10:05 am ) | ||
SENSEX | 61,601.49 | −159.84 (0.26%) |
NIFTY | 18,221.15 | −44.80 (0.25%) |
વૈશ્વિક બજારમાંથી આવતા સંકેતો મિશ્ર છે. ફુગાવાના ડેટા પહેલા યુએસ ફ્યુચર્સ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે પરંતુ એશિયન બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, SGX NIFTY એ હકારાત્મક શરૂઆત કરી છે. ઈન્ડેક્સ 18300ની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.
RVNL નો શેર 8 સત્રોમાં લગભગ 92 ટકા ઉછળ્યો હતો . RVNLનો એક શેર જે 10 એપ્રિલે રૂપિયા 74.30માં ઉપલબ્ધ હતો તે હવે રૂ. 142.20માં ટ્રેડ થઇ રહ્યો હતો. જબરદસ્ત રિટર્ન આપનાર સ્ટોકમાં આજે પ્રોફિટ બુકીંગ થયું છે. સવારે 10.20 વાગે શેર 6.40 રૂપિયા અથવા 4.99%ના ઘટાડા સાથે 121.85 ઉપર જોવા મળ્યો હતો.
આજે બેન્કિંગ સ્ટોકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 10.25 વાગે નિફટી બેન્ક ઇન્ડેક્સ 200 પોઇન્ટના નુકસાન સાથે 43000 પોઇન્ટ નીચે સરકી ગયો હતો. PNB નો શેર 4.35 ટકાના ઘટાડા સાથે 48.10 રૂપિયાના સ્તરે જોવા મળ્યો હતો. canara bank ના શેરમાં પણ વેચાણ જોવા મળ્યું છે. શેર 3 ટકાના ઘટાડા સાથે 293 રૂપિયા ના સ્તરે જોવા મળ્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 10:14 am, Wed, 10 May 23