Share Market Today : સારી શરૂઆત બાદ ફ્લેટ કારોબાર નજરે પડ્યો, Sensex 62,158 ઉપર ખુલ્યો

|

May 11, 2023 | 9:45 AM

Share Market Today: વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેરબજારની શરૂઆત લીલા નિશાન ઉપર થઇ છે જોકે બાદમાં ઉતાર-ચઢાવ નજરે પડ્યો હતો. ગઈકાલની તેજીને આગળ વધારતા બંને મુખ્ય ઇન્ડેસ સેન્સેક્સ અને નિફટીએ સારી શરૂઆત કરી પણ તે ટકી ન હતી.

Share Market Today : સારી શરૂઆત બાદ ફ્લેટ કારોબાર નજરે પડ્યો, Sensex 62,158 ઉપર ખુલ્યો

Follow us on

Share Market Today: વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેરબજારની શરૂઆત લીલા નિશાન ઉપર થઇ છે જોકે બાદમાં ઉતાર-ચઢાવ નજરે પડ્યો હતો. ગઈકાલની તેજીને આગળ વધારતા બંને મુખ્ય ઇન્ડેસ સેન્સેક્સ અને નિફટીએ સારી શરૂઆત કરી પણ તે ટકી ન હતી. આજે સેન્સેક્સ 62,158.10 ઉપર ખુલ્યો હતો. ઇન્ડેક્સ બુધવારે 61,940.20 ના સ્તરે બંધ થયો હતો. નિફટીની વાત કરીએતો બુધવારે 18,315.10 ની સપાટીએ કારોબાર પૂર્ણ કર્યા બાદ ઇન્ડેક્સ આજે 18,357.80 ઉપર ખુલ્યો હતો. નિફટીમાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ, ટેક મહિન્દ્રા , એચડીએફસી અને યુપીએલ ટોપ ગેઈનર રહ્યા હતા. આ પહેલા બુધવારે સ્થાનિક બજારમાં તેજી જોવા મળી હતી. BSE સેન્સેક્સ 178 પોઈન્ટ વધીને 61,940 પર અને નિફ્ટી 49 પોઈન્ટ વધીને 18,315 પર બંધ થયા છે.

શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ  હતી (11 May 2023)

Opening SENSEX NIFTY 
62,158.10 18,357.80

વૈશ્વિક બજારના મિશ્ર સંકેત મળ્યા હતા

અમેરિકામાં ફુગાવાના આંકડા જાહેર થયા બાદ વિશ્વભરના બજારોમાં સુસ્તી જોવા મળી રહી છે. યુએસ ફ્યુચર્સ માર્કેટમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે જ્યારે એશિયામાં નિક્કી લાલ નિશાનમાં કારોબાર થઈ રહ્યો છે. કોરિયાનો કોસ્પી લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યો છે જ્યારે SGX Nifty લીલા નિશાન ઉપર છે જે 18400ને પાર કરી ગયો હતો.

શેરબજારની છેલ્લી સ્થિતિ  ( 011-05-2023 , 09:36 am )
SENSEX 61,979.21 +39.01 (0.063%)
NIFTY 18,319.95 +4.85 (0.026%)

 

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

અદાણી ગ્રુપના શેરમાં પ્રારંભિક કારોબારમાં તેજી (May 11, 2023  09:34:00 AM )

અદાણી એન્ટરપ્રાઇઝિસે(Adani Enterprises) જાહેરાત કરી હતી કે કંપનીનું બોર્ડ ફંડ એકત્ર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવા માટે 13 મેના રોજ બેઠક યોજશે. હિન્ડેનબર્ગની અસર બાદ કંપનીએ ફેબ્રુઆરીમાં તેની ₹20,000-કરોડની ફોલો-ઓન પબ્લિક ઑફર (FPO) પાછી ખેંચી લીધી હતી. પોર્ટ-ટુ-પાવર સમૂહના બજાર મૂલ્યના $140 બિલિયનથી વધુનો ઘટાડો થયો હતો. ગ્રૂપની રિન્યુએબલ-એનર્જી આર્મ અદાણી ગ્રીન એનર્જીએ પણ જાહેરાત કરી હતી કે તે 13 મે, શનિવારના રોજ યોજાનારી તેની બોર્ડ મીટિંગમાં દરખાસ્તને મંજૂરી આપ્યા બાદ ભંડોળ ઊભું કરવાનું વિચારશે.

SCRIP BSE PRICE(Rs)
ACC 1,756.25 0.36%
ADANI ENTERPRISES 1,957.30 3.45%
ADANI GREEN ENERGY 918.30 1.78%
ADANI PORTS & SEZ 701.05 1.45%
ADANI POWER 242.10 1.68%
ADANI TOTAL GAS 846.05 1.19%
ADANI TRANSMISSION 903.10 1.59%
ADANI WILMAR 394.75 1.49%
AMBUJA CEMENT 408.15 0.01%
NDTV 182.95 1.98%

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 9:35 am, Thu, 11 May 23

Next Article