Share Market Today : ફ્લેટ શરૂઆત બાદ શેરબજારમાં લાલ નિશાન નીચે કારોબાર, Sensex 61932 પર ખુલ્યો

|

May 17, 2023 | 10:26 AM

Share Market Today : ભારતીય શેરબજાર(Share Market)ની શરૂઆત આજે સપાટ સ્તરે થઈ છે અને સેન્સેક્સમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો છે. નિફ્ટી મામૂલી વધારા સાથે 18300 ના સ્તર પર ખુલ્યો હતો. બેન્ક નિફ્ટી ખુલતાની સાથે જ લાલ નિશાનમાં સરકી ગયો હતો

Share Market Today : ફ્લેટ શરૂઆત બાદ શેરબજારમાં લાલ નિશાન નીચે કારોબાર, Sensex 61932 પર ખુલ્યો

Follow us on

Share Market Today : ભારતીય શેરબજાર(Share Market)ની શરૂઆત આજે સપાટ સ્તરે થઈ છે અને સેન્સેક્સમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો છે. નિફ્ટી મામૂલી વધારા સાથે 18300 ના સ્તર પર ખુલ્યો હતો. બેન્ક નિફ્ટી ખુલતાની સાથે જ લાલ નિશાનમાં સરકી ગયો હતો અને 52 પોઇન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. આજે બુધવારે શેરબજાર મામૂલી મજબૂતી સાથે ખુલ્યું હતું પરંતુ થોડીવારમાં પણ તેઓ લાલ નિશાન હેઠળ ગયા. આઈટી શેરોમાં ભારે ઘટાડાથી બજાર પર દબાણ છે.આ અગાઉ અગાઉ મંગળવારે BSE સેન્સેક્સ 413 પોઈન્ટ ઘટીને 61,932 પર અને નિફ્ટી 112 પોઈન્ટ ઘટીને 18,286 પર બંધ થયો હતો.

આ પણ વાંચો : The Kerala Story: ‘ધ કેરળ સ્ટોરી’ને લઈને જમ્મુ મેડિકલ કોલેજની હોસ્ટેલમાં હંગામો, 10 વિદ્યાર્થીઓને બે મહિના માટે હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવ્યા

વૈશ્વિક સંકેત મિશ્ર મળ્યા હતા

વિશ્વભરના શેરબજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. SGX NIFTY ઘટાડા સાથે 18300 ની નીચે છે. એશિયન બજારોમાં નિક્કી અને કોસ્પી લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. બીજી તરફ યુએસ ફ્યુચર્સ માર્કેટમાં પણ સાધારણ ખરીદારી જોવા મળી રહી છે. ભારતીય શેરબજાર માટે પણ નબળી શરૂઆતના સંકેત વ્યક્ત કરાયા હતા. વૈશ્વિક બજારના મિશ્ર સંકેતોને જોતા સ્થાનિક બજારમાં શરૂઆતના વેપારમાં સુસ્તી જોવા મળી છે.

Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન
Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025

બીએસઈનો સેન્સેક્સ આજે 0.15 પોઈન્ટની સપાટ ચાલ સાથે 61,932.32 પર ખૂલ્યો હતો અને ગઈકાલે તે 61,932.47ના સ્તરે બંધ થયો હતો. આ રીતે બજાર સંપૂર્ણપણે ફ્લેટ ઓપનિંગ બતાવી રહ્યું છે. બીજી તરફ NSEનો નિફ્ટી 13.95 પોઈન્ટના મામૂલી વધારા સાથે 18,300.45 પર ખુલ્યો હતો.

કારોબાર ખુલ્યા બાદ સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 11 શેરોમાં જ તેજી સાથે અને 19 શેરો આજે ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. બીજી તરફ  નિફ્ટીના 50 શેરોની વાત કરીએ તો આજે 17 શેરો લીલા નિશાનમાં ટ્રેડ થયા અને  આ સિવાય 33 શેરો એવા છે જે ઘટાડાનાં રેડ ઝોનમાં હતા.

આ સ્ટોક્સ ઘટાડો દર્શાવી રહ્યા છે (Updated at 17 May, 10:12)

Company Current Price (Rs) % Loss
LIC Housing Fi 369.25 -6.54
Adani Total Gas 703 -4.82
V-Mart Retail 2,007.95 -4.64
Oberoi Realty 930.55 -4.61
Vodafone Idea L 7.12 -3.13
Birlasoft 318.7 -2.94
Adani Transmission L 788.8 -2.91
Morepen Labs.Lt 26.38 -2.55
Elgi Equipments 474.5 -2.51
Jindal St & Pwr 546.5 -2.45
Redington L 171.1 -2.37
OnMobile Global Ltd. 76.39 -2.31
Mahindra CIE Auto 439 -2.23

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article