આજે શેરબજાર(Share Market) તેજી નોંધાવી બંધ થયું છે. આજના કારોબારના અંતે સેન્સેક્સ(Sensex) 318 પોઈન્ટ મુજબ +0.58% ના વધારા સાથે 54,844 પર બંધ થયો છે. તો બીજી તરફ નિફ્ટી(Nifty)એ 82 પોઈન્ટ અનુસાર +0.50% ના વધારા સાથે 16364 પર કારોબાર સમાપ્ત કર્યો હતો. આજે શેરબજારે નવો રેકોર્ડ દર્જ કર્યો છે. આજે સેન્સેક્સ 54874 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો અને નિફ્ટી 16375 ના નવા રેકોર્ડ પર પહોંચ્યો હતો. આજે સ્મોલકેપ, મિડકેપ, આઇટી, રિયલ્ટી અને પીએસયુ બેન્કોના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો.
PSU બેંકમાં આજે ઇન્ડિયન ઓવરસીઝ બેંકના શેરમાં સૌથી વધુ 10 ટકાનો ઉછાળો નોંધાયો છે. તે પછી જમ્મુ અને કાશ્મીર બેંકનો હિસ્સો 6 ટકા, યુકો બેંકનો હિસ્સો 5.95 ટકા અને સેન્ટ્રલ બેંકનો હિસ્સો 5.94 ટકા વધ્યો હતો. આજે સેન્સેક્સમાં ૩૦ માંથી 21 શેરો લીલા નિશાનમાં અને 9 શેર લાલ નિશાનમાં બંધ થયા છે. પાવર ગ્રીડ, ટેક મહિન્દ્રા, એચસીએલ, ટાઇટનનો શેર સૌથી વધુ વધ્યો હતો. રેડ્ડી, ઇન્ડસઇન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને રિલાયન્સ ટોપ લુઝર્સ હતા. BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ આજે 238.90 લાખ કરોડ હતું.
PSU બેન્કોમાં જબરદસ્ત તેજી
રિલાયન્સ સિક્યોરિટીઝના સ્ટ્રેટેજી હેડ વિનોદ મોદીએ જણાવ્યું હતું કે “આઇટી અને જાહેર ક્ષેત્રની બેન્કોમાં તેજીના પગલે બજારોમાં મજબૂત સ્થિતિ આવી હતી. આ સિવાય છેલ્લા એક -બે દિવસથી નાની અને મધ્યમ કંપનીઓમાં વેચાણ બાદ સારી ખરીદી થઇ હતી. તેમણે જણાવ્યું હતું કે રોકાણકારોની આઈટી સ્ટોક ઉપર પણ નજર છે .
એશિયાઈ બજારોમાં નરમાશ
આજે એશિયન બજારોમાં, શાંઘાઈ, હોંગકોંગ, ટોક્યો અને સિઓલ નુકસાનમાં રહ્યા હતા. યુરોપના મુખ્ય શેર બજારોમાં મિડ-ડે ટ્રેડિંગમાં સકારાત્મક વલણ હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં બે દિવસના ઉછાળા બાદ આજે ક્રૂડ તેલના ભાવમાં દબાણ જોવા મળી રહ્યું છે.ક્રૂડ -0.15%ના ઘટાડા સાથે અત્યારે ક્રૂડ ઓઇલ 71.33 ડોલર પ્રતિ બેરલ પર છે.
આ પણ વાંચો : EPFO : 6 કરોડ લોકોના ખાતામાં પૈસા જમા કરવા જઈ રહી છે સરકાર, આ રીતે ચેક કરો PF BALANCE
આ પણ વાંચો : Paytm IPO: SEBI એ ચાઈનીસ Ant Group અને Alibabaની કંપનીમાં હિસ્સેદારીની તપાસ હાથ ધરી, જાણો વિગતવાર