Share Market Crash: શેરબજારમાં કડાકો બોલ્યો, Sensex 1158 અંક તૂટ્યો, રોકાણકારોને 8 દિવસમાં 14 લાખ કરોડનું નુકસાન

|

Oct 28, 2021 | 5:25 PM

8 ઓક્ટોબરેસેન્સેક્સ 60 હજારના સ્તરને સ્પર્શી ગયો હતો. છેલ્લા 6 મહિનામાં આ સૌથી મોટો ઘટાડો છે. આ અગાઉ 12 એપ્રિલે સેન્સેક્સ 1700 પોઈન્ટ તૂટ્યો હતો.

Share Market Crash: શેરબજારમાં કડાકો બોલ્યો, Sensex 1158 અંક તૂટ્યો, રોકાણકારોને 8 દિવસમાં 14 લાખ કરોડનું નુકસાન
Stock Market

Follow us on

ભારતીય શેરબજારમાં આજે જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. બજારની શરૂઆત નબળાઈ સાથે થઈ હતી ત્યારબાદ જંગી પ્રોફિટ બુકીંગ જોવા મળ્યું હતું. સેન્સેક્સમાં 1150 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે નિફ્ટી 17850 ના સ્તરની નજીક બંધ થયો છે. નિફ્ટી બેંક ઇન્ડેક્સ 2.5 ટકાની નજીક તૂટ્યો છે. ફાયનાન્શીયલ ઇન્ડેક્સ પણ 2 ટકા નબળો પડ્યો છે.

ઓટો, આઈટી, મેટલ, એફએમસીજી, રિયલ્ટી અને ફાર્મા શેરોમાં પણ વેચવાલી જોવા મળી રહી છે. કારોબારના અંતે સેન્સેક્સ 1159 પોઈન્ટ પર નબળો પડી 59985 પર બંધ થયો છે. નિફ્ટી પણ 354 પોઈન્ટ ઘટીને 17857 પર બંધ થયો છે. લાર્જકેપ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી છે. સેન્સેક્સના 30 પૈકી 25 શેર લાલ નિશાનમાં બંધ થયા છે. આ બધાની વચ્ચે BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 4.8 લાખ કરોડનો ઘટાડો થયો છે. આજના ટોપ લૂઝર્સમાં ITC, ICICIBANK, TITAN, KOTAKBANK, AXISBANK, SBI અને HDFCBANKનો સમાવેશ થાય છે.

8 ઓક્ટોબરેસેન્સેક્સ 60 હજારના સ્તરને સ્પર્શી ગયો હતો. છેલ્લા 6 મહિનામાં આ સૌથી મોટો ઘટાડો છે. આ અગાઉ 12 એપ્રિલે સેન્સેક્સ 1700 પોઈન્ટ તૂટ્યો હતો. સેન્સેક્સમાં આ ઘટાડાથી છેલ્લા આઠ દિવસમાં માર્કેટ કેપમાં રૂ. 14 લાખ કરોડનો ઘટાડો થયો છે. આ પૈકી આજે રૂ. 4.80 લાખ કરોડમાં ઘટાડો થયો છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ 
SENSEX 
Closing             59,984.70 −1,158.63 (1.89%)
Open                  61,081.00
Prev close        61,143.33
High                61,081.00
Low                  59,777.58
52-wk high    62,245.43
52-wk low     39,241.87

NIFTY 
Closing           17,857.25 −353.70 (1.94%)
Open                18,187.65
Prev close       18,210.95
High               18,190.70
Low                 17,799.45
52-wk high    18,604.45
52-wk low     11,535.45

બજારમાં ઘટાડાના કારણ
સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટના રિસર્ચ હેડ સંતોષ મીનાએ જણાવ્યું હતું કે આજે બજારના ઘટાડા માટે ઘણા કારણો જવાબદાર છે. પ્રથમ એ છે કે વિદેશી રોકાણકારોએ શેર વેચ્યા છે તેની અસર બજાર પર જોવા મળી રહી છે. બીજું આજે મોર્ગન સ્ટેનલીએ ભારતને ડાઉનગ્રેડ કર્યું છે. તેણે ભારતીય બજારના તાજેતરના ઉત્કૃષ્ટ પ્રદર્શન પર જણાવ્યું હતું કે તે હાઈ વેલ્યુએશન પર છે. વૈશ્વિક સ્તરે ગ્રોથ અને મોંઘવારી પણ બજારના ઘટાડાનું મુખ્ય કારણ છે. તેમનું કહેવું છે કે આટલો મોટો ઘટાડો ખરરીદરીની નવી તકો ઊભી કરે છે.

 

બુધવારે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું 
બુધવારના કારોબારમાં શેરબજારમાં નબળાઈ જોવા મળી હતી. સેન્સેક્સ 207 પોઈન્ટ ઘટીને 61,143 પર બંધ થયોહતો. નિફ્ટી 57 પોઈન્ટ નબળો પડ્યો હતો અને 18211ના સ્તરે બંધ થયો હતો. મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે બુધવારે સ્થાનિક બજારો ઘટાડા સાથે બંધ રહ્યા હતા. સેન્સેક્સ 206.93 પોઈન્ટ અથવા 0.34% ઘટીને 61143.33 પર અને નિફ્ટી 57.40 પોઈન્ટ અથવા 0.31% ઘટીને 18211.00 પર બંધ થયો. સૌથી વધુ ઘટાડો મેટલ્સ, ખાનગી બેન્કો અને મીડિયા શેરોમાં જોવા મળ્યો હતો. સરકારી બેંકોના શેરોથી બજારને ટેકો મળ્યો હતો.

એનએસઈના સેક્ટરલ ઈન્ડેક્સની વાત કરીએ તો 11માંથી 6 ઈન્ડેક્સ લાલ અને 5 ઈન્ડેક્સ લીલા રંગમાં બંધ થયા છે. સૌથી વધુ ઘટાડો નિફ્ટી મીડિયા (2.03%), નિફ્ટી મેટલ (1.52%) અને નિફ્ટી પ્રાઈવેટ બેંક (1.37%)માં જોવા મળ્યો હતો. નિફ્ટીનો PSU બેન્ક ઈન્ડેક્સ 2.05% વધ્યો હતો.

 

આ પણ વાંચો :  Gold Price Today : દિવાળી નજીક આવતા સોનાની માંગમાં વધારો, 50000 રૂપિયાના સ્તરને સ્પર્શે તેવા અનુમાન

 

આ પણ વાંચો :  ચાલબાઝ ચીનને ગુજ્જુ કારોબારી ભારે પડયા, Gautam Adani નો શ્રીલંકા સ્થિત આ પ્રોજેક્ટ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂતી અને સુરક્ષા પ્રદાન કરશે

Next Article