Share Market : સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે બજારની ઘટાડા સાથે શરૂઆત, જાણો પ્રારંભિક કારોબાર દરમ્યાન શેર્સમાં શું છે હલચલ

|

Aug 20, 2021 | 9:58 AM

BSE પર 2,350 શેરમાં ટ્રેડિંગ થઇ રહ્યું છે જેમાંથી 497 શેર વધારા સાથે વેપાર કરી રહ્યા છે અને 1,757 શેર લાલ નિશાનમાં ટ્રેડિંગ કરી કરી રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 239.37 લાખ કરોડ થઇ છે.

સમાચાર સાંભળો
Share Market : સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે બજારની ઘટાડા સાથે શરૂઆત, જાણો પ્રારંભિક કારોબાર દરમ્યાન શેર્સમાં શું છે હલચલ
Stock Market

Follow us on

આજે કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે ઘટાડા સાથે શેરબજાર(Share Market) ખુલ્યું હતું. સેન્સેક્સ 55,159.13 પોઇન્ટ પાર ખુલ્યો હતો અને નિફ્ટી 16,382.50 એ કારોબાર શરૂ કર્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 8 શેર વધ્યા છે અને 22 શેરો લાલ નિશાન નીચેકારોબાર કરી રહ્યા છે. એશિયન પેઇન્ટનો શેર લગભગ 1% વૃદ્ધિ સાથે વેપાર કરી રહ્યો છે.

BSE પર 2,350 શેરમાં ટ્રેડિંગ થઇ રહ્યું છે જેમાંથી 497 શેર વધારા સાથે વેપાર કરી રહ્યા છે અને 1,757 શેર લાલ નિશાનમાં ટ્રેડિંગ કરી કરી રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 239.37 લાખ કરોડ થઇ છે.આ અગાઉ બુધવારે સેન્સેક્સ 162.78 પોઇન્ટ ઘટીને 55,629.49 અને નિફ્ટી 45.75 પોઇન્ટ ઘટીને 16,568.85 પર બંધ થયો હતો.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.69 ટકા સુધી લપસીને કારોબાર કરી રહ્યા છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.57 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.60 ટકા ઘટીને કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 1.33 ટકાના ઘટાડાની સાથે 35,082.05 ના સ્તર પર દેખાયો છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

બેન્કિંગ, એફએમસીજી, ઑટો, ફાઈનાન્સ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક, ફાર્મા, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑયલ એન્ડ ગેસ, રિયલ્ટી અને મેટલ શેરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે જ્યારે આઈટી શેરોમાં વધારો નોંધાયો છે.

દિગ્ગજ
ઘટાડો : હિંડાલ્કો, ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ઓએનજીસી, કોટક મહિન્દ્રા બેન્ક, હિરો મોટોકૉર્પ અને ટાટા મોટર્સ
વધારો : એશિયન પેંટસ, એસબીઆઈ લાઈફ, મારૂતિ સુઝુકી, ભારતી એરટેલ, ઈન્ફોસિસ અને બ્રિટાનિયા

મિડકેપ
ઘટાડો : જિંદાલ સ્ટીલ, સેલ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટી, અદાણી પાવર અને એયુ સ્મૉલ ફાઈનાન્સ
વધારો : અદાણી ટ્રાન્સફર, ફ્યુચર રિટેલ, એમફેસિસ, આલ્કેમ લેબ અને ગ્લેક્સોસિમ્થ

સ્મૉલોકપ
ઘટાડો : સનદુર મેનેજર્સ, ઉજ્જીવન સ્મૉલ, ઉજ્જીવન ફાઈનાન્સ, ઈન્ડોસ્ટાર કેપિટલ અને નાલ્કો
વધારો : સચિંદર ઈન્ફ્રા, કેનામેટલ, જિનયસ પાવર, માઈન્ડટ્રી અને અદાણી ટોટલ ગેસ

આજના કારોબારમાં આ સ્ટોક્સ ઉપર રાખજો નજર

VODA-IDEA 
COAI (cellular operators association of india)એ ટેલિકોમ સચિવને પત્ર લખીરાહતના પગલા લેવાની માગણી કરી છે.

AIRTEL
AGRના લેણાં અંગે કંપનીએ SCમાં અરજી કરી છે. ગુરુવારે કંપનીએ રિવ્યુ પિટિશન કરી છે.

TATA MOTORS 
Jaguar Land Roverની મજબુત માગ છે. કંપની પાસે 1.10 Lk યુનિટના ઓર્ડર છે.

EICHER MOTORS 
સિદ્ધાર્થ લાલની MDની ફરી નિમણૂક વિરુદ્ધ મત છે. શેર હોલ્ડર દ્વારા ફરી નિમણૂક વિરુદ્ધ મત અપાયા છે. લાલનો પગાર 10% વધારવાનો વિરોધ હતો.

SCHNEIDER ELE/ GENUS POWER / HBL POWER / ADANI TRANS/ TATA POWER 
વર્ષ 2025 સુધી આખા દેશામાં સ્માર્ટ મીટર લાગશે. સરકારે સ્માર્ટ મીટર માટે નોટિફીકેશન રજૂ કર્યુ છે. કૃષિ સિવાયના ગ્રાહકોને પ્રીપેઈડ મીટરથી વીજળી મળશે.

HDFC BANK –
AT1 બોન્ડ થકી 1 બિલિયન ડોલર એકત્રિત કર્યા છે.

 

આ પણ વાંચો :  Sapphire Foods IPO: Devyani International બાદ વધુ એક KFC -Pizza Hut ઓપરેટર કંપની લાવશે રોકાણની તક , જાણો વિગતવાર

 

આ પણ વાંચો :  CarTrade Tech નું થઇ રહ્યું છે લિસ્ટિંગ : શેર વેચવો, ખરીદવો કે હોલ્ડ રાખવો? જાણો શું છે નિષ્ણાંતોનો અભિપ્રાય

Published On - 9:53 am, Fri, 20 August 21

Next Article