Share Market : પ્રારંભિક નરમાશના પગલે SENSEX  49,678 સુધી સરક્યો

|

Mar 31, 2021 | 9:59 AM

વૈશ્વિક બજારના નબળા સંકેતોની અસર ભારતીય શેરબજાર(Share Market) ઉપર પણ દેખાઈ રહી છે. આજે ભારતીય શેરબજારમાં પ્રારંભિક નરમાશ દેખાઈ રહી છે.

Share Market : પ્રારંભિક નરમાશના પગલે SENSEX  49,678 સુધી સરક્યો
Share Market

Follow us on

વૈશ્વિક બજારના નબળા સંકેતોની અસર ભારતીય શેરબજાર(Share Market) ઉપર પણ દેખાઈ રહી છે. આજે ભારતીય શેરબજારમાં પ્રારંભિક નરમાશ દેખાઈ રહી છે. સેન્સેક્સ 49,678.63 સુધી નીચલા સ્તરે પહોંચ્યો હતો જયારે આજે નિફ્ટી 14,723.10 સુધી સરક્યો હતો. હાલમાં સેન્સેક્સ ૦.૫ ટકા અને નિફટી ૦.૪ ટકા નીચે કારોબાર કરી રહ્યા છે.

ભારતીય શેરબજારની સ્થિતિ – સવારે 9:50 વાગે

Market SENSEX NIFTY
Index 49,757.64 14,784.10
Loss −378.94 (0.76%) −61.00 (0.41%)

આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.33 ટકાની મજબૂતી દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.02 ટકાનો મામૂલી ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.38 ટકાના વધારાની સાથે કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 1.16 ટકા ઘટાડાની સાથે 33,483.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સૂચકાંકમાં સમાવિષ્ટ 30 માંથી 17 શેરોમાં ઘટાડો થયો છે. એચડીએફસી અને એચડીએફસી બેન્કના શેરમાં સૌથી વધુ 2.8% નો ઘટાડો થયો છે. ગેઇલનો શેર 2% વધીને ટ્રેડ કરી રહ્યો છે. અગાઉ બજારમાં સતત બે દિવસનો ઉછાળો નોંધાયો હતો.
BSE માં 1112 શેર્સમાં વધારો અને 830 શેરમાં ઘટાડો નોંધાયો છે. આજે શરૂઆતી કારોબારમાં 2,044 શેરમાં વેપાર થઇ રહ્યો છે. એક્સચેંજમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ ગઈકાલે રૂ 204.81 લાખ કરોડ હતી જે ઘટીને આજે રૂ 204.78 લાખ કરોડ થઈ ગઈ છે.

પ્રારંભિક કારોબારમાં આ મુજબનો ઉતાર – ચઢાવ નજરે પડયો હતો.

SENSEX
Open   50,049.12
High   50,050.32
Low   49,678.63

NIFTY
Open   14,811.85
High   14,813.75
Low    14,723.10

Next Article