Share Market : સેન્સેક્સ 900 અંક ઉછળ્યો, માર્કેટ કેપમાં 3 લાખ કરોડનો વધારો

|

Dec 07, 2021 | 12:50 PM

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજારમાં ભારે ઘટાડો થયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 949 પોઈન્ટ (1.65%) ના ઘટાડા સાથે 56747 પર બંધ રહ્યો હતો.

Share Market :  સેન્સેક્સ 900 અંક ઉછળ્યો, માર્કેટ કેપમાં 3 લાખ કરોડનો વધારો
Stock Market

Follow us on

Share Market : સપ્તાહના પહેલા કારોબારી દિવસે જબરદસ્ત ઘટાડા સાથે કારોબાર પૂર્ણ કરનાર ભારતીય શેરબજારમાં આજે કારોબારની શરૂઆત થઈ છે. ગ્લોબલ માર્કેટથી આજે સારા સંકેતની અસર સાથે શેરબજાર મજબૂત સ્થિતિ તરફ કારોબાર આગળ ધપાવી રહ્યું છે. માર્કેટ કેપમાં 3 લાખ કરોડનો વધારો થયો છે.

આજે સેન્સેક્સ 57,125.98 ઉપર ખુલ્યો હતો જેનું ગઈકાલનું બંધ સ્તર 56,747.14 હતું. પ્રારંભિક કારોબારમાં ઇન્ડેક્સ 57,770.92 ના ઉપલા અને 56,992.27 ના નીચલા સ્તરે જોવા મળ્યો હતો. નિફટીની વાત કરીએ તો ઇન્ડેક્સ આજે 17,044.10 ની સપાટીએ ખુલ્યો હતો જે 17,210.65 સુધી ઉપલા સ્તરે અને16,987.75 સુધી નીચલા સ્તરે જોવા મળ્યો હતો.નિફટી સોમવારે 16,912.25 ની સપાટીએ બંધ થયો હતો.

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજારમાં ભારે ઘટાડો થયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 949 પોઈન્ટ (1.65%) ના ઘટાડા સાથે 56747 પર બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 284 પોઈન્ટ (1.65%) ઘટીને 16912 પર બંધ થયો હતો.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

પ્રારંભિક કારોબારમાં શેરબજારની સ્થિતિ – સવારે 9:46 વાગે
સેન્સેક્સ  57,309.93    +562.79 (0.99%)
નિફટી    17,074.75     +162.50 

 

વૈશ્વિક સંકેત મજબૂત
ગ્લોબલ માર્કેટમાંથી આજે સારા સંકેત મળી રહ્યા છે. એશિયામાં મજબૂત શરૂઆત જોવા મળી છે. SGX NIFTY લગભગ 0.5 ટકા ઉપર છે. ગઈકાલે અમેરિકી બજારોમાં પણ જોરદાર રિકવરી જોવા મળી હતી. DOW 600થી વધુ પોઈન્ટ વધીને બંધ રહ્યો હતો.

ડાઉ ગઈકાલે 650 પોઈન્ટની આસપાસ ચઢ્યો હતો અને 35000ની ઉપર બંધ થયો હતો. તે જ સમયે, S&P 500, Nasdaq પણ 1%ના વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યો હતો. ગઈકાલના કારોબારમાં એનર્જી, ઈન્ડસ્ટ્રીયલ, એરલાઈન્સ અને હોટેલ શેરોમાં ઉછાળો રહ્યો હતો. સ્મોલકેપ ઇન્ડેક્સ રસેલ 2000 પણ 2% વધ્યો હતો. બીજી તરફ, 10-વર્ષના યુએસ બોન્ડ યીલ્ડ 1.43% પર જોવા મળ્યાછે. ઓમિક્રોનથી ઓછી અસરની અપેક્ષાથી ક્રૂડમાં ઉછાળો આવ્યો છે.

 

સરકાર ચોથા ક્વાર્ટરમાં LICનો IPO લાવશે
Paytm અને Star Health જેવા મેગા IPO ના નબળાં પ્રદર્શન છતાં સરકાર ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) ની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) લોન્ચ કરવાની તેની યોજનાને યથાવત રાખશે. નવા કોવિડ વેરિએન્ટની શોધી બાદ શેરબજારોમાં આવેલા ઘટાડા પછી પણ સરકાર પોતાના નિર્ણય પર અડગ છે.

એક મીડિયા અહેવાલ સામે આવ્યો છે કે વીમા કંપનીએ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ અને વર્તમાન નાણાકીય વર્ષ માટે તેના અર્ધવાર્ષિક પરિણામોના સંદર્ભમાં આધારભૂત કામગીરી કરી છે. મિલિમેન એડવાઇઝર્સ, કન્સલ્ટિંગ એક્ટ્યુરી, આ મહિનાના અંતમાં સત્તાવાર રીતે તેનો રિપોર્ટ સબમિટ કરે તેવી અપેક્ષા છે. બેન્કર્સે ચોથા ક્વાર્ટરમાં IPO માટે સંભવિત રોકાણકારો સાથે પ્રારંભિક બેઠકો કરી છે.

 

આ પણ વાંચો : Star Health IPO: રોકાણકારોના ઠંડા પ્રતિસાદ બાદ જાણો ગ્રે માર્કેટમાં શું છે સ્થિતિ? શેરની ફાળવણી આ રીતે તપાસો

આ પણ વાંચો : મોદી સરકારે 22.55 કરોડ લોકોના ખાતામાં પૈસા જમા કર્યા, વહેલી તકે તમારા ખાતાનું બેલેન્સ ચેક કરો

Published On - 9:28 am, Tue, 7 December 21

Next Article