Share Market : શેરબજારની લાલ નિશાનમાં શરૂઆત, Sensex 60,029 તો Nifty 17,906 સુધી સરક્યો

|

Nov 17, 2021 | 9:45 AM

મંગળવારે શેરબજારમાં નબળાઈ જોવા મળી હતી. સેન્સેક્સમાં 396 પોઈન્ટનો ઘટાડો થયો છે અને તે 60,322ના સ્તરે બંધ થયો છે. જ્યારે નિફ્ટીમાં 110 પોઈન્ટની નબળાઈ જોવા મળી છે અને તે 17999 ના સ્તરે બંધ થયો છે.

Share Market : શેરબજારની લાલ નિશાનમાં શરૂઆત, Sensex 60,029 તો Nifty  17,906 સુધી સરક્યો
Stock Market

Follow us on

મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજના કારોબારમાં સેન્સેક્સ 60,029.21 પોઈન્ટ સુધીતૂટ્યો છે. જ્યારે નિફ્ટી પણ 17900 નજીક આવી ગયો છે. કારોબારમાં બેંક અને ફાયનાન્શીયલ શેરોમાં સૌથી વધુ વેચવાલી છે. ઓટો, આઈટી, ફાર્મા, એફએમજી, રિયલ્ટી અને મેટલ સેક્ટરમાં પણ નબળાઈ જોવા મળી રહી છે. હાલમાં સેન્સેક્સમાં 277 પોઈન્ટનો ઘટાડો છે અને તે 60,045ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ નિફ્ટીમાં 72 પોઈન્ટની નબળાઈ છે અને તે 17927ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. લાર્જ કેપ શેરોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ 30ના 15 શેરો લાલ નિશાનમાં છે, જ્યારે 15 લીલા નિશાનમાં છે. આજના ટોપ લૂઝર્સમાં HDFC, RELIANCE, DREDDY, HDFCBANK, AXISBANK, KOTAKBANK, ULTRACEMCO, BHARTIARTL અને ICICIBANK નો સમાવેશ થાય છે.

વૈશ્વિક બજારના સંકેત મિશ્ર
ભારતીય શેરબજાર માટે વૈશ્વિક સંકેતો મિશ્ર જોવા મળી રહ્યા છે. આજે એશિયાના મુખ્ય બજારોમાં દબાણ જોવા મળી રહ્યું છે. જો કે મંગળવારે યુએસ બજારો તેજી સાથે બંધ થવામાં સફળ રહ્યા હતા. મંગળવારે ડાઉ જોન્સ 55 અંક વધીને 36,142.22 ના સ્તર પર બંધ થયો હતો. નાસ્ડેકમાં 120 પોઈન્ટનો વધારો થયો હતો જ્યારે એસએન્ડપી 500 ઈન્ડેક્સ પણ ઉછાળા સાથે બંધ થયો હતો. એશિયન બજારોની વાત કરીએ તો, SGX નિફ્ટી, નિક્કી 225 અને સ્ટ્રેટ ટાઈમ્સ સહિતના મોટાભાગના સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. તાઇવાન વેઇટેડ ફક્ત લીલા નિશાનમાં છે.

IPO 
આજે એટલે કે 17 નવેમ્બરે ગો ફેશનનો રૂ. 1014 કરોડનો IPO ખુલશે. કંપનીએ આ માટે 655 થી 690 રૂપિયા સુધીની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આજે Tarsons પ્રોડક્ટ્સના IPOનો છેલ્લો દિવસ છે. બીજા દિવસ સુધીમાં તે લગભગ 3.5 ગણું સબ્સ્ક્રાઇબ થયો છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

F&O હેઠળ NSE પર પ્રતિબંધ
આજે NSE પર F&O હેઠળ 7 શેરમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. તેમાં BHEL, Indiabulls Housing Finance, IRCTC, NALCO, PNB, SAIL અને Sun TV Networkનો સમાવેશ થાય છે.

FII અને DII ડેટા
મંગળવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ બજારમાં રૂ. 560.67 કરોડની વેચવાલી કરી હતી. બીજી તરફ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ 577.34 કરોડનું રોકાણ કર્યું છે.

મંગળવારે શેરબજારમાં નબળાઈ નોંધાઈ હતી 
મંગળવારે શેરબજારમાં નબળાઈ જોવા મળી હતી. સેન્સેક્સમાં 396 પોઈન્ટનો ઘટાડો થયો છે અને તે 60,322ના સ્તરે બંધ થયો છે. જ્યારે નિફ્ટીમાં 110 પોઈન્ટની નબળાઈ જોવા મળી છે અને તે 17999 ના સ્તરે બંધ થયો છે. બેંક અને નાણાકીય શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. મેટલ, એફએમસીજી, ફાર્મા અને રિયલ્ટી ઈન્ડેક્સ પણ નબળા બંધ થયા છે. બીજી તરફ ઓટો અને આઈટી શેરોમાં ખરીદારી જોવા મળી હતી. સેન્સેક્સ 30ના 8 શેરો લીલા નિશાનમાં અને 13 લાલ નિશાનમાં બંધ થયા હતા.

 

આ પણ વાંચો :  IPO માં પ્રાઈસ બેન્ડ ઉપર લાગશે લગામ, ઓછામાં ઓછું 5% અંતર ફરજીયાત બનાવવા SEBI ની વિચારણાં

 

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આ રીતે જાણો શું છે આજે તમારા શહેરમાં એક લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત

Next Article