Share Market : SENSEX 7 મહિનામાં 7700 પોઇન્ટ ઉછળ્યો, આજે પણ બજારે નવી સર્વોચ્ચ સપાટીનો વિક્રમ સર્જ્યો

|

Aug 16, 2021 | 6:09 PM

જો તમે સેન્સેક્સના તાજેતરના પ્રદર્શન પર નજર નાખો, તો માત્ર છેલ્લા સાત મહિનામાં તે 7700 પોઇન્ટ ઉછળ્યો છે. આવી ગતિ પહેલા ક્યારેય દેખાઈ ન હતી.

સમાચાર સાંભળો
Share Market : SENSEX 7 મહિનામાં 7700 પોઇન્ટ ઉછળ્યો, આજે પણ બજારે નવી સર્વોચ્ચ સપાટીનો વિક્રમ સર્જ્યો
File Image of Happy Investors of Stock Market

Follow us on

ભારતીય શેરબજાર(Share Market)માં હાલમાં તેજીનો દોર ચાલી રહ્યો છે. બજાર નવા રેકોર્ડ દર્જ કરી રહ્યું છે. આજે સેન્સેક્સ(Sensex) 55,582.58 પર બંધ થયો છે તો બીજી તરફ નિફટી(Nifty)એ પણ 16,563.05 ના સ્તરે કારોબાર સમાપ્ત કર્યો હતો.આજે ફરી બંને મુખ્ય ઇન્ડેકસે નવી સર્વોચ્ચ(Stock Market All Time High Level) સપાટી નોંધાવી છે. સેન્સેક્સ 55,680.75 અને નિફટી 16,589.40 નું નવું ઉપલું સ્તર દેખાડવામાં સફળ રહ્યા છે.

જો તમે સેન્સેક્સના તાજેતરના પ્રદર્શન પર નજર નાખો, તો માત્ર છેલ્લા સાત મહિનામાં તે 7700 પોઇન્ટ ઉછળ્યો છે. આવી ગતિ પહેલા ક્યારેય દેખાઈ ન હતી. ખાસ કરીને જ્યારે કોરોના રોગચાળાને કારણે થયેલા ગંભીર આંચકામાંથી અર્થવ્યવસ્થા સુધરી નથી. સેન્સેક્સ સાથે નિફ્ટી પણ ઓલટાઇમ હાઇ પર ટ્રેડ કરી રહ્યો છે

બજારમાં તેજી યથાવત રહેશે?
છેલ્લા સાત મહિનામાં સેન્સેક્સ 7700 અંક એટલે કે 16 ટકા વધ્યો છે. શું બજાર વધુ વધશે અને રોકાણકારો પર વધુ ધન વર્ષ થશે? હાલના હાલની સ્થિતિ જોતા ક્યાંક આ બાબત તેજીનો પરપોટો તો નથી? તેવા પણ પ્રશ્નો ઉઠ છે ?

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

નિષ્ણાતોના મતે હાલની તેજી પાછળ ઘણા કારણો છે. તેમના મતે RBI હાલમાં વૃદ્ધિને વેગ આપવા માટે વિવિધ પગલાં લઈ રહી છે. વ્યાજ દર સસ્તા છે. વિનિમય દર પણ સ્થિર છે. વિદેશી રોકાણકારોનું રોકાણ સતત વધી રહ્યું છે. મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા છૂટક રોકાણકારોના વધતા રોકાણથી લગભગ તમામ ઉદ્યોગોની કંપનીઓને ફાયદો થયો છે. આ સાથે કેટલીક સારી કંપનીઓના IPO ને રોકાણકારોના પ્રતિભાવથી બજારને પણ ઘણો ફાયદો થયો છે. ઝડપી કોરોના રસીકરણ અને લોકડાઉનમાં મંદીએ કોર્પોરેટ દેવું ઘટાડવામાં મદદ કરી છે.

બજારમાં હાલની ચમક અંગે નિષ્ણાતો કહે છે કે આરબીઆઈની નાણાકીય નીતિ અને કંપનીઓ પાસેથી સારા પરિણામની અપેક્ષા સાથે લગભગ તમામ ક્ષેત્રો સારા દેખાઈ રહ્યા છે. તેથી આગામી દિવસોમાં બજારમાં ઘટાડાની શક્યતા ઘણી ઓછી છે.

નિફ્ટી અને સેન્સેક્સ બંને ઓલટાઇમ હાઇ પર છે. આ કિસ્સામાં, બજારની તેજીના પ્રવાહમાં રોકાણકારો પણ નફાની આશામાં તેમાં પ્રવેશ કરી રહ્યા છે. આ સિવાય યુએસ અને યુકેના મજબૂત આર્થિક ડેટાએ પણ ભારતીય શેરબજારને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

 

આ પણ વાંચો : NSE માં 5 મહિનામાં 50 લાખ રોકાણકાર રજીસ્ટર થયા, શેરબજારમાં રિટેઇલ ઇન્વેસ્ટર્સ સંખ્યામાં નોંધપાત્ર વધારો

આ પણ વાંચો :  Insurance Privatisation અંગે આવ્યા મોટા સમાચાર , બેંકો પેહલા આ વીમા કંપનીનું થઇ શકે છે ખાનગીકરણ, જાણો વિગતવાર

 

Next Article