પોઝિટિવ ગ્લોબલ સંકેતો વચ્ચે વીકલી એક્સપાયરી ના દિવસે શેરબજાર(Share Market) મજબૂત સ્થિતિમાં ખુલ્યા હતા. આજે ૫૦૦ અંક આસપાસના ઉછાળા સાથે સેન્સેક્સ(Sensex) 59,632 અને નિફ્ટી(Nifty) 17,810 પોઇન્ટ પર ખુલ્યો હતો. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 59,810.66 પર અને નિફ્ટી 17,828.40 પર ઉપલા સ્તરે વેપાર કરતા નજરે પડ્યા હતા. હેરબજારના બંને ઇન્ડેકમાં સેન્સેક્સનું સર્વોચ્ચ સ્તર 60,412.32 અને નિફ્ટીની ઓલ ટાઈમ હાઈ સપાટી 17,947.65 છે.
આજે સેન્સેક્સના 30 શેરોમાંથી 29 શેર લાભ સાથે અને માત્ર 1 શેર નબળાઈ સાથે વેપાર કરી રહ્યા છે.ઇન્ડેક્સમાં ટાઇટનના શેર 8% અને ઇન્ડસઇન્ડ બેંક, M&M ના શેર 1% થી વધારે વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. BSE પર 2,405 શેરમાં વેપાર થઈ રહ્યો છે જેમાં 1,960 શેર વધારા સાથે અને 357 શેર લાલ નિશાનમાં વેપાર કરતા જોવા મળી રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 264 લાખ કરોડને પાર કરી ગઈ છે. અગાઉ બુધવારે સેન્સેક્સ 555 પોઇન્ટ અથવા 0.93% ઘટીને 59,189 અને નિફ્ટી 176 પોઇન્ટ અથવા 0.99% ઘટીને 17,646 પર હતો.
એક વર્ષમાં નિફ્ટી 20,000 અને સેન્સેક્સ 66,600 ની પાર જઈ શકે છે
સરકારની વિકાસ સમર્થક નીતિઓ અને કંપનીઓની આવકમાં વધારોના ચાલતા નિફ્ટી એક વર્ષમાં 20,000 અંકના સ્તર સુધી પહોંચી શકે છે જ્યારે સેન્સેક્સ 66,600 અંકની પાર જઈ શકે છે. બ્રોકરેજ ફર્મ ICICI ડાયરેક્ટે એક નોટમાં એ વાત કહી છે. બ્રોકરેજ ફર્મનું માનવું છે કે ઘણી રીતના ફંડામેંટલ ફેક્ટર્સ બજારને આગળ વધારવા માટે પ્રેરિત કરશે.
તમને જણાવી દઈએ કે આ વર્ષ સેન્સેક્સ અને નિફ્ટીમાં આશરે 25 ટકાની તેજી આવી છે. એવુ લાગી રહ્યુ છે કે દલાલ સ્ટ્રીટએ પોતાની બધી નકારાત્મક પરિસ્થિતિઓમાંથી બહાર નીકળી ગયું છે જેમાં કોરોનાની બીજી લહેરનો કેસ હોય કે પછી ત્રીજી લહેરની આશંકા. નિફ્ટી હાલમાં પોતાને સર્વોચ્ચસ્તરની નજીક કારોબાર કરી રહ્યા છે અને ટૂંક સમયમાં 18,000 ના સ્તર ને પાર કરવાની આશા છે જ્યારે સેન્સેક્સ પણ 60,000 ની નજીક પહોંચી શકે છે.
ગ્લોબલ સંકેત સારા મળ્યા
ભારતીય શેરબજાર માટે ગ્લોબલ સંકેત સારા જોવામાં આવી રહ્યા છે. એશિયાની મજબૂત શરૂઆત થઈ છે. SGX NIFTY માં 130 અંકોની તેજી દેખાય રહી છે. DOW FUTURES પણ 100 અંકોથી ઊપર કારોબાર કરી રહ્યા છે. કાલે અમેરિકી બજાર વધારો નોંધાવી બંધ થયા હતા. સ્ટ્રેટ ટાઈમ્સ 0.92 ટકાનો વધારો દેખાડી રહ્યા છે. Taiwan માં 1.91 ટકાનો વધારો જોવાનેમળી રહ્યો છે. HANG SENG માં 2.10 ટકાના વધારાની સાથે 24,469.62 ના સ્તર પર દેખાયા છે જ્યારે NIKKEI માં 1.68 ટકાનો વધારો જોવા મળ્યો છે.
આ પણ વાંચો : High Return Stock : આ શેરે રોકાણકારોને એક વર્ષમાં આપ્યું દોઢ ગણું રિટર્ન, જાણો સ્ટોક વિશે વિગતવાર
આ પણ વાંચો : 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે વધુ એક સારા સમાચાર! પગારમાં 95000 રૂપિયા સુધી વધારો મળશે
Published On - 9:56 am, Thu, 7 October 21