Share Market : SENSEX એ 8 મહિનામાં લગાવી 10 હજાર પોઇન્ટની છલાંગ, ટૂંક સમયમાં 1 લાખના રેકોર્ડ સ્તરને સ્પર્શવાનું નિષ્ણાંતોનું અનુમાન

શુક્રવારે બજાર તેની ઓલ ટાઈમ હૈ સપાટીને સ્પર્શી ગયું અને રોકાણકારોને મોટું વળતર આપ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો 30-શેરનો ઇન્ડેક્સ સેન્સેક્સ(Sensex) માત્ર 8 મહિનાની અંદર 50,000 થી 60,000 નો આંકડો પાર કરી ગયો છે.

સમાચાર સાંભળો
Share Market : SENSEX એ 8 મહિનામાં લગાવી 10 હજાર પોઇન્ટની છલાંગ, ટૂંક સમયમાં 1 લાખના રેકોર્ડ સ્તરને સ્પર્શવાનું નિષ્ણાંતોનું અનુમાન
Symbolic Image
| Edited By: | Updated on: Sep 27, 2021 | 9:14 AM

ભારતીય શેરબજારો(Share Market) દરરોજ નવા વિક્રમને સ્પર્શી રહ્યા છે. દલાલ સ્ટ્રીટના સેન્ટિમેન્ટ સતત મજબૂત બની રહ્યા છે. શુક્રવારે બજાર તેની ઓલ ટાઈમ હૈ સપાટીને સ્પર્શી ગયું અને રોકાણકારોને મોટું વળતર આપ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો 30-શેરનો ઇન્ડેક્સ સેન્સેક્સ(Sensex) માત્ર 8 મહિનાની અંદર 50,000 થી 60,000 નો આંકડો પાર કરી ગયો છે.

મોંઘવારી અંગે રોકાણકારોએ સતર્ક રહેવું જોઈએ
જાન્યુઆરી 2021 માં સેન્સેક્સ લગભગ 50,000 પોઈન્ટ પર વેપાર કરી રહ્યો હતો. 24 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ તે 60 હજારની સપાટી પાર કરી ગયો. ICICI સિક્યોરિટીઝ લિમિટેડના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર પિયુષ ગર્ગે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં મૂડી બજારોએ સારો દેખાવ કર્યો છે. કોરોનાવાયરસ રોગચાળાની અસર છતાં આ સમયગાળા દરમિયાન વિદેશી રોકાણકારો (FPIs) એ પણ બજારમાં ભારે રોકાણ કર્યું છે. સ્થાનિક અને વિદેશી રોકાણકારોએ પણ ઘણી કમાણી કરી છે. જોકે, રોકાણકારોએ વધતી જતી મોંઘવારી અને સિસ્ટમમાંથી મૂડી ઉપાડવાથી સાવચેત રહેવું જોઈએ.

જો બોન્ડ યીલ્ડ વધે તો બજાર ઘટી શકે છે
ગર્ગે કહ્યું કે જો વૈશ્વિક કેન્દ્રીય બેંકોની વધતી જતી મોંઘવારી અને નાણાકીય નીતિઓનું જોખમ બોન્ડ યીલ્ડમાં વધારો કરે તો મૂડી બજારમાં મોટો ઘટાડો થઈ શકે છે. તેમણે કહ્યું કે ભારતીય શેરબજારમાં વર્તમાન સ્તરથી 10-15 ટકાનો મોટો સુધારો નોંધાઈ શકે છે. આવી સ્થિતિમાં લોકોએ ખૂબ જ કાળજીપૂર્વક રોકાણ કરવું જોઈએ. મૂડી બજારમાં આ તેજી એવા સમયે નોંધાઈ રહી છે જ્યારે કોવિડ -19 સંક્રમણ મોટા પ્રમાણમાં નિયંત્રણમાં છે. રસીકરણ અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે. આ સાથે અર્થતંત્ર સામાન્ય સ્તરે પરત ફરી રહ્યું છે. આ તમામ કારણોને લીધે બજારમાં સતત તેજીનું વલણ છે.

તેજીની અસર ક્યારે સુધી દેખાશે?
નિષ્ણાતો માને છે કે વર્તમાન અપટ્રેન્ડ 2003-07 વચ્ચે 2-3 વર્ષ સુધી બજારમાં રહેલી તેજી જેવું છે. આવી સ્થિતિમાં એવું માની શકાય કે વર્તમાન તેજી 2 થી 3 વર્ષ સુધી ટકી શકે છે. ટ્રેડસ્માર્ટના ચેરમેન વિજય સિંઘાનિયાએ જણાવ્યું હતું કે ભારત મૂડી બજારની દ્રષ્ટિએ શ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. હવે જેમ જેમ દેશની આર્થિક સ્થિતિ સુધરે છે તેવી જ રીતે બજાર વધુ તેજી નોંધાવી શકે છે. તેમણે કહ્યું કે સેન્સેક્સ આગામી સમયમાં 1,00,000 પોઈન્ટની વિક્રમી સપાટીને પણ સ્પર્શી શકે છે. આ રોકાણકારોને મોટી કમાણી કરવાની તક પણ આપશે. તેમ છતાં રોકાણકારોએ સરકારી બોન્ડ યીલ્ડ પર સતત નજર રાખવી જોઈએ.

આ પણ વાંચો : Aadhaar-Ration Link: શું તમે તમારા રાશન કાર્ડને આધાર સાથે લિંક નથી કર્યું? આ સરળ પ્રક્રિયા અનુસરી પતાવી લો કામ, નહીંતર નહિ મળે સરકારી લાભ

 
આ પણ વાંચો : 1 ઓક્ટોબર પહેલા બેંક અને ટેક્સ સંબંધિત આ મહત્વના કામ પતાવી લો, સમય ચુકી ગયા પછી ભૂલ સુધારવા તમને નહીં મળે તક

Published On - 9:14 am, Mon, 27 September 21