Share Market : નબળા વૈશ્વિક સંકેત સાથે પ્રારંભિક કારોબારમાં ઉતાર – ચઢાવની સ્થિતિ, Sensex 61,360 સુધી ઉછળ્યો

|

Jan 17, 2022 | 9:34 AM

શુક્રવારે શેરબજારો ફ્લેટ બંધ થયા હતા. જોકે, બજારમાં નીચલા સ્તરેથી શાનદાર રિકવરી જોવા મળી હતી. સેન્સેક્સ 12 પોઈન્ટ ઘટીને 61223 પર બંધ રહ્યો હતો.

Share Market : નબળા વૈશ્વિક સંકેત સાથે પ્રારંભિક કારોબારમાં ઉતાર - ચઢાવની સ્થિતિ, Sensex 61,360 સુધી ઉછળ્યો
Bombay Stock Exchange - BSE

Follow us on

Share Market : નબળા વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં ઉતાર – ચઢાવ નજરે પડી રહ્યો છે. બંને મુખ્ય ઇન્ડેક્સ 0.2% ટકા વૃદ્ધિ સૂચવી બાદમાં લાલ નિશાન સુધી સરક્યા હતા. sensex  આજે 61,219.64 ની સપાટી ઉપર ખુલ્યો હતો જે ઉપલા સ્તરે 61,360 સુધી જોવા મળ્યો હતો. nifty એ પણ 18,235 ની સપાટી ઉપર કારોબારની શરૂઆત કરી હતી જે 18,304 સુધી ઉછળ્યો હતો.

વૈશ્વિક સંકેત નબળા

ભારતીય શેરબજાર માટે વૈશ્વિક સંકેતો નબળામળ્યા છે. એશિયાના મુખ્ય બજારોમાં આજના કારોબારમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. શુક્રવારના ટ્રેડિંગમાં યુએસના મુખ્ય બજારોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. શુક્રવારે ડાઉ જોન્સ 202 પોઈન્ટ ઘટીને 35,911.81 પર બંધ રહ્યો હતો. નાસ્ડેક 87 પોઈન્ટ વધીને 14,893.75 પર બંધ રહ્યો હતો. S&P 500 ઈન્ડેક્સ 4 પોઈન્ટ વધીને 4,662.85 પર બંધ થયો. એશિયન બજારોની વાત કરીએ તો SGX નિફ્ટીમાં નબળાઈ છે જ્યારે નિક્કી 225 અને સ્ટ્રેટ્સ ટાઇમ્સ આગળ છે. હેંગસેંગ અને કોસ્પી નબળા દેખાય છે. તાઈવાન વેઈટેડ અને શાંઘાઈ કમ્પોઝીટ તેજીમાં છે.

આજે આ કંપનીઓના પરિણામો જાહેર થશે

આજે એટલે કે 17 જાન્યુઆરીએ કેટલીક કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કરવા જઈ રહી છે. તેમાં અUltraTech Cement, Angel One, KP Energy, KPI Global Infrastructure, HFCL, Sonata Software, Tata Steel Long Products, Tatva Chintan Pharma Chem, Advik Capital, Arfin India, Bhansali Engineering Polymers, Fineotex Chemical, Goodluck India, Hathway Cable & Datacom અને KIC Metaliks સમાવેશ થાય છે.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

F&O હેઠળ NSE પર પ્રતિબંધ

F&O હેઠળ આજે NSE પર 4 શેરો ટ્રેડિંગ કરશે નહીં. જે શેરો પર ટ્રેડિંગ પ્રતિબંધ હશે તેમાં Escorts, Indiabulls Housing Finance, Vodafone Idea અને SAILનો સમાવેશ થાય છે.

FII અને DII ડેટા

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ શુક્રવારે એટલે કે 14 જાન્યુઆરીએ બજારમાંથી રૂ. 1598.20 કરોડ ઉપાડ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ આ સમયગાળા દરમિયાન રૂ. 371.41 કરોડનું રોકાણ કર્યું હતું.

શુક્રવારે બજાર ફ્લેટ બંધ થયું હતું

શુક્રવારે શેરબજારો ફ્લેટ બંધ થયા હતા. જોકે, બજારમાં નીચલા સ્તરેથી શાનદાર રિકવરી જોવા મળી હતી. સેન્સેક્સ 12 પોઈન્ટ ઘટીને 61223 પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 2 પોઈન્ટ ઘટીને 18256 પર બંધ રહ્યો હતો. બેન્ક અને ફાઈનાન્સિયલ શેરોમાં વેચવાલી ચાલુ રહી હતી પરંતુ આઈટી અને રિયલ્ટી શેરોએ બજારને મજબૂત કર્યું હતું. સેન્સેક્સના 18 શેર લાલ નિશાનમાં બંધ થયા છે. TCS, INFY, LT, HDFCBANK, TECHM અને KOTAKBANK ટોપ ગેઇનર્સ હતા જ્યારે નુકસાન કરનારા શેર્સમાં ASIANPAINT, AXISBANK, HINDUNILVR, M&M, HDFC અને WIPRO રહ્યાં હતા.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : ક્રુડ ઓઈલની કિંમતમાં ઉતાર-ચઢાવ વચ્ચે ઇંધણના ભાવની શું છે સ્થિતિ? જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચો : UPI થી પૈસા ટ્રાન્સફર કરવા Internet ની જરૂર નથી, આ 5 સ્ટેપ્સ દ્વારા તમે સરળતાથી પૈસા મોકલી શકો છો

Published On - 9:33 am, Mon, 17 January 22

Next Article