Share Market : ટોચની 10 કંપનીઓમાંથી 8 ની માર્કેટ કેપમાં 1.6 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો, TCS રહ્યું TOP GAINER

|

Aug 16, 2021 | 7:35 AM

ગયા સપ્તાહે BSEના 30 શેરો વાળા સેન્સેક્સ(Sensex) 1,159.57 પોઈન્ટ અથવા 2.13 ટકા વધ્યા હતા. આ તેજી સાથે સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સ પ્રથમ વખત 55 હજારથી ઉપર 55,487.79 પોઇન્ટની વિક્રમી સપાટીએ બંધ થયો હતો.

સમાચાર સાંભળો
Share Market : ટોચની 10 કંપનીઓમાંથી 8 ની માર્કેટ કેપમાં 1.6 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો, TCS રહ્યું TOP GAINER
Dalal Street

Follow us on

દેશની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓ પૈકી આઠની માર્કેટ કેપ(Market Capitalisation)માં ગત સપ્તાહમાંકુલ રૂ 1,60,408.24 કરોડનો વધારો થયો છે. શેરબજારોમાં ઉછાળા વચ્ચે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ(Tata Consultancy Services) એટલે કે TCS અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Reliance Industries) માર્કેટ કેપની દ્રષ્ટિએ TOP GAINERS રહ્યા હતા.

ગયા સપ્તાહે BSEના 30 શેરો વાળા સેન્સેક્સ(Sensex) 1,159.57 પોઈન્ટ અથવા 2.13 ટકા વધ્યા હતા. આ તેજી સાથે સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સ પ્રથમ વખત 55 હજારથી ઉપર 55,487.79 પોઇન્ટની વિક્રમી સપાટીએ બંધ થયો હતો.

કઈ કંપનીને કેટલો ફાયદો થયો?
10 કંપનીઓની યાદીમાં માત્ર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બજાજ ફાઇનાન્સ ખોટમાં રહ્યા હતા. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝનું માર્કેટ કેપ 56,133.1 કરોડ રૂપિયા વધીને 12,80,574.59 કરોડ રૂપિયા થયું હતું. માર્કેટ કેપની દ્રષ્ટિએ આ કંપની સૌથી વધુ ફાયદાકારક રહી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની બજારમાં સ્થિતિ જોઈએતો મૂડી 35,310.7 કરોડ રૂપિયા વધીને 13,59,652.06 કરોડ થઈ છે. ઈન્ફોસિસનું માર્કેટ કેપિટલાઈઝેશન 23,521.63 કરોડ વધીને 7,26,419.85 કરોડ અને HDFC બેન્કનું માર્કેટ કેપ 17,370.86 કરોડ વધીને 8,43,703.53 કરોડ થયું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

HDFC નું માર્કેટકેપ 13,304.96 કરોડ રૂપિયા વધીને 4,88,217.12 કરોડ રૂપિયા અને હિન્દુસ્તાન યુનિલિવરનું M-CAP 7,671.41 કરોડ રૂપિયા વધીને 5,64,782.42 કરોડ રૂપિયા થયું હતું. બીજી તરફ ICICI બેન્કનું માર્કેટ કેપિટલાઈઝેશન 5,321.09 કરોડ રૂપિયા વધીને 4,88,352.01 કરોડ રૂપિયા અને કોટક મહિન્દ્રા બેન્કનું m-cap રૂ 1,774.49 કરોડ વધીને રૂપિયા 3,54,482.60 કરોડ થયું હતું.

આ કંપનીઓ નુકશાનમાં રહી
૮ કંપનીઓએ તેજી દર્શાવી પણ તેનાથી વિપરીત બજાજ ફાઇનાન્સનું માર્કેટ કેપ રૂ 4,288.54 કરોડ ઘટીને રૂ 3,71,340.29 કરોડ અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું માર્કેટ વેલ્યુએશન રૂ 3,837.58 કરોડ ઘટીને રૂ. 3,84,963.12 કરોડ થયું હતું. આ બે કંપનીઓએ નુકશાનનો સામનો કર્યો છે.

બજાર મૂડીની દ્રષ્ટિએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોચ પર રહી હતું. RIL બાદ અનુક્રમે TCAS, HDFC બેન્ક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, ICICI બેન્ક, HDFC, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બજાજ ફાઇનાન્સ અને કોટક મહિન્દ્રા બેન્ક છે.

 

આ પણ વાંચો :   NPCIL Recruitment 2021: સરકારી કંપનીમાં નોકરી માટે અરજી કરવાની આજે છેલ્લી તક,જાણો વિગતવાર

 

આ પણ વાંચો :  ALERT! જો તમે ચેક દ્વારા ચૂકવણી કરો છો, તો સાવચેત રહેજો , નવી સિસ્ટમમાં કરશો ચૂક તો દંડનો સામનો કરવો પડી શકે છે

Next Article