Share Market Holiday : આજે શેરબજાર બંધ રહેશે, સ્વતંત્રતા દિવસના કારણે કારોબાર નહીં થાય

|

Aug 15, 2023 | 6:28 AM

Stock Market Holiday: સ્વતંત્રતા દિવસ(Independence Day)ના કારણે આજે 15 ઓગસ્ટે ઈક્વિટી માર્કેટ બંધ રહેશે. તદનુસાર, ઇક્વિટી, ડેરિવેટિવ અને SLB સહિત તમામ સેગમેન્ટ બંધ રહેશે.એ જ રીતે, મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ પણ મંગળવારે બંને ભાગો માટે કામ કરશે નહીં.

Share Market Holiday : આજે શેરબજાર બંધ રહેશે, સ્વતંત્રતા દિવસના કારણે કારોબાર નહીં થાય

Follow us on

Stock Market Holiday: સ્વતંત્રતા દિવસ(Independence Day)ના કારણે આજે 15 ઓગસ્ટે ઈક્વિટી માર્કેટ બંધ રહેશે. તદનુસાર, ઇક્વિટી, ડેરિવેટિવ અને SLB સહિત તમામ સેગમેન્ટ બંધ રહેશે.એ જ રીતે, મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ પણ મંગળવારે બંને ભાગો માટે કામ કરશે નહીં.આ કેલેન્ડર વર્ષમાં ઇક્વિટી બજારોમાં 15 વાર્ષિક રજાઓ છે જે 2022 કરતાં બે રજાઓ વધુ છે.

ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે. આજે આ મહિનાની 15 તારીખે સ્વતંત્રતા દિવસ  છે.  આવી સ્થિતિમાં શેરબજારના રોકાણકારોના મનમાં સ્વાભાવિક ઉત્સુકતા હશે કે આ મહિનામાં એટલે કે ઓગસ્ટ 2023 માં કયા દિવસોમાં શેરબજારમાં રજા (Share Market Holidays) હશે.

List of Share Market Holiday 2023

Sr. No Holidays Date Day
1 Republic Day January 26, 2023 Thursday
2 Holi March 07, 2023 Tuesday
3 Ram Navami March 30, 2023 Thursday
4 Mahavir Jayanti April 04, 2023 Tuesday
5 Good Friday April 07, 2023 Friday
6 Dr.Baba Saheb Ambedkar Jayanti April 14, 2023 Friday
7 Maharashtra Day May 01, 2023 Monday
8 Id-ul-adha (Bakri Id) June 28, 2023 Wednesday
9 Independence Day August 15, 2023 Tuesday
10 Ganesh Chaturthi September 19, 2023 Tuesday
11 Mahatma Gandhi Jayanti October 02, 2023 Monday
12 Dasara October 24, 2023 Tuesday
13 Diwali Balipratipada November 14, 2023 Tuesday
14 Gurunanak Jayanti November 27, 2023 Monday
15 Christmas December 25, 2023 Monday

15 ઓગસ્ટે બજારો બંધ રહેશે

BSE પર ઉપલબ્ધ શેર બજારની રજાઓની સૂચિ અનુસાર મંગળવાર, 15 ઓગસ્ટ, 2023 ના રોજ શેરબજારમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. આ દિવસે સ્વતંત્રતા દિવસ નિમિત્તે શેરબજાર બંધ રહેશે. શનિવાર કે રવિવારે શેરબજારમાં કોઈ ટ્રેડિંગ થતું નથી. બીએસઈના હોલીડે કેલેન્ડર (Share Market Holiday Calendar) અનુસાર આ મહિને શનિવાર અને રવિવાર સિવાય માત્ર 15 ઓગસ્ટે જ શેરબજાર બંધ રહેશે. મતલબ કે રક્ષાબંધનના દિવસે શેરબજારમાં કારોબાર થશે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

આ સેગમેન્ટ્સમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં

BSE રજાઓની યાદી અનુસાર, 15મી ઓગસ્ટે ઈક્વિટી સેગમેન્ટ, ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ અને SLB સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. આ સિવાય કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સ્વતંત્રતા દિવસ પર રજા રહેશે. આ સિવાય કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ અને ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ (EGR) સેગમેન્ટમાં 15 ઓગસ્ટના રોજ સવાર અને સાંજના બંને સેશનમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં.

છેલ્લા સત્રમાં કેલો રહ્યો કારોબાર?

ઓગસ્ટ મહિનાના ત્રીજા સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સત્ર સોમવારે ભારતીય શેરબજાર માટે ખૂબ જ અસ્થિર રહ્યું છે. સોમવારે 14 ઓગસ્ટ સવારે ઘટાડા સાથે શેરબજાર ખુલ્યા બાદ બીએસઈ સેન્સેક્સ 500 પોઈન્ટ તૂટ્યો હતો જ્યારે નિફ્ટીમાં 170 પોઈન્ટનો ઘટાડો જોવા નોંધાયો હતો. કારોબાર દરમિયાન છેલ્લા એક કલાકમાં બજારે નીચલા સ્તરેથી ખુબ સારી રિકવરી કરી હતી. નિફ્ટીમાં 200 પોઈન્ટની રિકવરી જોવા મળી હતી જ્યારે સેન્સેક્સમાં 700 પોઈન્ટની રિકવરી આવી હતી. સોમવારે ઓગસ્ટ મહિનાના પહેલા પખવાડિયાના છેલ્લા દિવસે કારોબારના અંતે BSE સેન્સેક્સ 79 પોઈન્ટના વધારા સાથે 65,401 પર અને નિફ્ટી 6 ટકાના વધારા સાથે 19,434 પોઈન્ટ પર બંધ થયો હતો.

Next Article