Share Market : મજબૂત વૈશ્વિક સંકેતો છતાં પ્રારંભિક કારોબારમાં ઉતાર – ચઢાવની સ્થિતિ, SENSEX 60609 ઉપર ખુલ્યો

|

Nov 09, 2021 | 10:15 AM

સોમવારે શેરબજારમાં સારી તેજી જોવા મળી હતી. કારોબારમાં સેન્સેક્સ 480 પોઈન્ટની મજબૂતીની નજીક બંધ રહ્યો હતો તો નિફ્ટી પણ 152 પોઈન્ટ મજબૂત થઈને 18069ના સ્તરે બંધ થયો હતો.

Share Market : મજબૂત વૈશ્વિક સંકેતો છતાં પ્રારંભિક કારોબારમાં ઉતાર - ચઢાવની સ્થિતિ, SENSEX 60609 ઉપર ખુલ્યો
Bomay Stock Exchange - BSE

Follow us on

ભારતીય શેરબજાર(Share Market)માં આજે કારોબાર લીલા નિશાન ઉપર શરૂ થયો છે. સેન્સેક્સ(Sensex) આજે 60,609.72 ઉપર ખુલ્યો હતો. ઈન્ડેક્સની સોમવારનું બંધ સ્તર 60,545.61 હતું. બીજીતરફ નિફટી(Nifty)ની વાત કરીએ તો ગઈકાલના બંધ સ્તર 18,068.55 થી થોડો ઉપર 18,084.35 કારોબાર શરૂ કર્યો હતો. સપ્તાહના પહેલા કારોબારી દિવસે બંને મુખ્ય ઇંબડેક્સ સારી સ્થિતિ નોંધાવી બંધ થયા હતા.

ભારતીય શેરબજાર માટે વૈશ્વિક સંકેતો મજબૂત 
આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં તેજી જોવા મળી રહી છે. સોમવારે યુએસ બજારોમાં રેકોર્ડ તેજી ચાલુ રહી હતી. S&P 500 ઇન્ડેક્સ પ્રથમ વખત 47000 ના સ્તરની ઉપર બંધ થયો હતો. ડાઉ જોન્સ 104 પોઈન્ટ ઉછળીને 36432 ના સ્તરે બંધ રહ્યો હતો. Nasdaq પણ મજબૂત સ્થિતિમાં બંધ થયો હતો. યુએસમાં કોંગ્રેસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પેકેજને મંજૂરી આપી છે જેના કારણે ઈન્ફ્રા અને સંબંધિત ક્ષેત્રની કંપનીઓમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. રોકાણકારોનો વિશ્વાસ જળવાઈ રહ્યો છે અને તેઓ બજારમાં નાણાંનું રોકાણ કરી રહ્યા છે.

એશિયન બજારોમાં તેજી
આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં તેજી જોવા મળી રહી છે. SGX નિફ્ટી વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યો છે. નિક્કી, સ્ટ્રેટ ટાઈમ્સ અને હેંગસેંગ પણ લીલા નિશાન ઉપર છે. તાઈવાન વેઈટેડમાં તેજી છે જ્યારે કોસ્પી નબળો વેપાર કરી રહ્યો છે. શાંઘાઈ કમ્પોઝિટ પણ સારી સ્થિતિમાં દેખાઈ રહ્યો છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

F&O હેઠળ NSE પર પ્રતિબંધ
F&O હેઠળ NSE પર આજે 3 શેરોમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. જેમાં એસ્કોર્ટ્સ, પંજાબ નેશનલ બેંક અને સન ટીવી નેટવર્કનો સમાવેશ થાય છે.

FII અને DII ડેટા
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ સોમવાર 8 નવેમ્બરના રોજ બજારમાંથી રૂ. 860.65 કરોડ ઉપાડયા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ 1911.77 કરોડનું રોકાણ કર્યું હતું.

આજે આ કંપનીઓના પરિણામો જાહેર થશે
આજે કેટલીક કંપનીઓ સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કરવા જઈ રહી છે. તેમાં Mahindra & Mahindra, Bosch, Power Grid Corporation, BHEL, HEG, Indraprastha Gas, MRF, Astrazeneca Pharma અને Petronet LNG નો સમાવેશ થાય છે.

સોમવારે બજાર તેજી સાથે બંધ થયું હતું
સોમવારે શેરબજારમાં સારી તેજી જોવા મળી હતી. કારોબારમાં સેન્સેક્સ 480 પોઈન્ટની મજબૂતીની નજીક બંધ રહ્યો હતો. તે જ સમયે નિફ્ટી પણ 18050 થી ઉપર બંધ થયો હતો. સેન્સેક્સ 478 પોઈન્ટ વધીને 60,546 પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી પણ 152 પોઈન્ટ મજબૂત થઈને 18069ના સ્તરે બંધ થયો હતો. ટોપ ગેઈનર્સમાં TITAN, ULTRACEMCO, BAJAJFINSV, TECHM, KOTAKBANK, HDFC, NTPCનો સમાવેશ થાય છે. PSU બેન્ક અને IT શેરોમાં જોરદાર તેજી જોવા મળી હતી.

આ પણ વાંચો : Nykaa IPO Allotment Status: શું તમે આ કંપનીમાં રોકાણ કર્યું છે? આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહીં

આ પણ વાંચો : રિલાયન્સ ઉત્તર અમેરિકામાં શેલ ગેસ બિઝનેસમાંથી બહાર નીકળશે, જાણો કેમ લેવાયો નિર્ણય

Published On - 9:16 am, Tue, 9 November 21

Next Article