Share Market : સતત બીજા દિવસે તેજીના કારણે SENSEX 50,000 અને NIFTY 15,000 ને પાર પહોંચ્યો

|

May 18, 2021 | 9:56 AM

પ્રારંભિક ઉછાળા સાથે સેન્સેક્સ 50 હજાર અને નિફ્ટી 15 હજારને પાર કરી ગયા છે.

Share Market : સતત બીજા દિવસે તેજીના કારણે SENSEX 50,000 અને NIFTY 15,000 ને પાર પહોંચ્યો
સેન્સેક્સ 50 હજાર અને નિફ્ટી 15 હજારને પાર પહોંચ્યા છે

Follow us on

આજે સપ્તાહના બીજા દિવસે શેર બજાર(Share Market) તેજી સાથે ખૂલ્યું છે. આજે સેન્સેક્સ 405.95 પોઇન્ટ વધારા સાથે ખુલ્યું હતું તો નિફ્ટીએ 144.05 પોઇન્ટ ઉપર કારોબારનો પ્રારંભ કર્યો છે. પ્રારંભિક ઉછાળા સાથે સેન્સેક્સ 50 હજાર અને નિફ્ટી 15 હજારને પાર કરી ગયા છે.

ભારતીય શેરબજારની સ્થિતિ – સવારે ૯.૫૦ વાગે
બજાર                 સૂચકઆંક           વૃદ્ધિ
સેન્સેક્સ          50,124.56      +543.83 
નિફટી             15,091.10      +167.95 

છેલ્લા સત્રમાં સોમવારે બજારો મોટી વૃદ્ધિ સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 848.18 પોઇન્ટ વધીને 49,580.73 પર બંધ રહ્યો હતો તો નિફ્ટી 245.35 પોઇન્ટના વધારા સાથે 14,923.15 ની સપાટીએ કારોબાર સમાપ્ત કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આજે શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 50,192.86 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 15,111.20 સુધી ઉછળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાની ઊપર મજબૂતી જોવા મળી છે. સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં મજબૂતી દેખાઈ છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.10 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે.

પ્રારંભિક કારોબારમાં મેંગ્લોર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ લિ .ના શેરમાં આશરે 10 ટકાનો વધારો નોંધાયો છે. બીજી તરફ બેન્ક નિફ્ટી 1.72 ટકા ઉછાળાની સાથે 34,035.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

પ્રારંભિક કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો
SENSEX
Open 49,986.68
High 50,240.10
Low 49,986.68

NIFTY
Open 15,067.20
High 15,124.50
Low 15,048.75

Next Article