Share Market : શેરબજારની ફ્લેટ શરૂઆત, SENSEX 59,289 અને NIFTY 17,658 સુધી સરક્યાં

|

Sep 30, 2021 | 9:50 AM

જે સેન્સેક્સ(Sensex) 59,549 ની સપાટીએ ખુલ્યો હતો જયારે નિફ્ટી(Nifty)એ 17,718 પર કારોબારનો પ્રારંભ કર્યો હતો. શરૂઆતી ટ્રેડિંગમાં સેન્સેક્સ 100 અંક કરતા વધુના ઘટાડા સાથે 59,289.87 ના સ્તરે નીચલી સપાટીએ જોવા મળી હતો

Share Market : શેરબજારની ફ્લેટ શરૂઆત, SENSEX 59,289 અને NIFTY 17,658 સુધી સરક્યાં
Stock Market

Follow us on

આજે મંથલી એક્સપાયરીના દિવસે શેરબજાર(Share Market) લીલા નિશાનમાં ખુલ્યું પણ નફાવસૂલીના કારણે લાલ નિશાન નીચે સરકી ગયું હતું અને ફરી રિકવરી પણ થઇ હતી. આજે સેન્સેક્સ(Sensex) 59,549 ની સપાટીએ ખુલ્યો હતો જયારે નિફ્ટી(Nifty)એ 17,718 પર કારોબારનો પ્રારંભ કર્યો હતો. શરૂઆતી ટ્રેડિંગમાં સેન્સેક્સ 100 અંક કરતા વધુના ઘટાડા સાથે 59,289.87 ના સ્તરે નીચલી સપાટીએ જોવા મળી હતો અને નિફ્ટી 50 અંક નીચે 17,658.45 પર નીચલી સપાટીએ કારોબાર કરતો જોવા મળ્યો હતો.

BSE પર 2,545 શેરમાં વેપાર થઈ રહ્યો છે જેમાં 1,750 શેર વધારા સાથે ટ્રેડિંગ કરી રહ્યા છે અને 676 શેર લાલ નિશાનમાં વેપાર કરી રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 260 લાખ કરોડ નોંધાઈ છે. આ અગાઉ બુધવારે સેન્સેક્સ 254 અંક ઘટીને 59,413 અને નિફ્ટી 37 અંક ઘટીને 17,711 પર બંધ થયો હતો.

સપ્ટેમ્બર એક્સપાયરીના દિવસે ગ્લોબલ સંકેતો મિશ્ર દેખાઈ રહ્યા છે. એશિયા અને SGX NIFTYમાં દબાણ જોવા મળી રહ્યું છે પરંતુ Dow Futuresમાં 100 અંકની તેજી છે. DOW ગઈકાલે 90 પોઈન્ટ મજબૂત બંધ થયો. બૉન્ડ યીલ્ડના ઉતાર-ચઢાવથી NASDAQ પર દબાણ બને છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મજબૂત ડોલરથી US માર્કેટમાં સ્ર્હીતી બદલાઈ છે. US માર્કેટમાં નિચલા સ્તરેથી થોડી રિકવરી જોવા મળી છે. 94.33 સાથે ડોલર ઇન્ડેક્સની મજબૂતી વધી છે. ક્રૂડ 78 ડૉલરની પાસે પહોંચી ગયું છે. એશિયાના બજારોમાં દબાણ જોવા મળી રહ્યું છે. ચીનમાં Evergrandeના આર્થિક સંકટની અસર દેખાઈ રહી છે. સ્થાનિક સરકાર પર 8.2 ટ્રિલિયન ડૉલર દેવુ વધ્યું છે. આ સ્થાનિક સરકાર પર અડધી GDP જેટલુ દેવુ છે.

આજે એશિયાના મોટાભાગના બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે.એશિયામાં SGX NIFTY 49.50 અંકના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. સ્ટ્રેટ ટાઇમ્સમાં 0.63 ટકાનો વધારો જોવા મલી રહ્યો છે. Taiwanમાં 0.16 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. Shanghai Compositeમાં 0.44 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. કોસ્પીમાં 0.11 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ અગાઉના સ્તરમાં બુધવારે બજારમાં ભારે ઉતાર – ચઢાવ દેખાયો હતો. ટ્રેડિંગના છેલ્લા કલાકમાં બજારમાં નીચલા સ્તરથી થોડી રિકવરી જોવા મળી છતાં કારોબારના અંતે બજાર લાલ નિશાનમાં બંધ થયું. સેન્સેક્સ 254 અંક ઘટીને 59,413 અને નિફ્ટી 37 અંક ઘટીને 17,711 પર બંધ થયો. બુધવારે સેન્સેક્સ 59,296 અને નિફ્ટી 17,657 પર ખુલ્યો હતો.

આ પણ વાંચો : 7th Pay Commission: સરકારી કર્મચારીઓ તાત્કાલિક સેલેરી એકાઉન્ટ તપાસો, આજે મળી શકે છે ખુશખર !

 

આ પણ વાંચો : ભારતીય ચલણી નોટ અંગે આવ્યા ચિંતાજનક સમાચાર, બેંકોએ RBI સમક્ષ કરી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ! જાણો શું છે મામલો

Next Article