
ભારતીય શેરબજારમાં આજે શેરબજારના કારોબારની શરૂઆત મિશ્ર થઇ છે. પ્રિઓપન સેશનમાં સેન્સેક્સ લાલ નિશાનમાં જયારે નિફટી નજીવા વધારા સાથે લીલા નિશાનમાં ખુલ્યો છે.
વૈશ્વિક સંકેતોની અસર બજાર પર જોવા મળી છે. US FED મિનિટોના કારણે બજારમાં મિશ્ર વેપાર થઈ શકે છે કારણ કે ફેડના સભ્યો પ્રતિબંધિત વલણ જાળવી રાખવા સંમત થયા છે. આ કારણે ડોલર ઈન્ડેક્સમાં રિકવરી જોવા મળી રહી છે. જો કે, બોન્ડ યીલ્ડ ફ્લેટ છે. એશિયન અને અમેરિકન ફ્યુચર માર્કેટમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. ગઈકાલે BSE સેન્સેક્સ 275 પોઈન્ટ વધીને 65,930 પર બંધ થયો હતો.
ટાટા ટેક્નોલોજીસ, ફેડબેંક ફાઇનાન્શિયલ સર્વિસિસ, ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝ અને ગંધાર ઓઇલ રિફાઇનરીની પ્રારંભિક ઓફરો આજે 22 નવેમ્બરે IPO સ્ટ્રીટમાં આવવાની છે. આ તમામ પબ્લિક ઑફર્સ 24 નવેમ્બરે બંધ થશે.
રૂપિયા 3,042.51 કરોડની પબ્લિક ઓફર સંપૂર્ણપણે 6.08 કરોડ શેરની ઓફર-ફોર-સેલ છે જે પેઇડ-અપ કેપિટલના 15 ટકા છે. કોઈ ફ્રેશ ઈશ્યુ કમ્પોનન્ટ નથી જેનો અર્થ છે કે ટાટા ટેક્નોલોજીસને આ ઈશ્યુમાંથી કોઈ પૈસા મળશે નહીં.
અમેરિકાની સર્વોચ્ચ અદાલતે દેશની સૌથી મોટી IT કંપની Tata Consultancy Services એટલેકે ટીસીએસ સામે જિલ્લા અદાલત દ્વારા પસાર કરાયેલા $140 મિલિયન વળતરના આદેશને પડકારતી કંપનીની અપીલને ફગાવી દીધી છે. કંપનીએ આ જાણકારી આપી છે.
આજે કંપનીના શેર ગગડ્યા છે. આજે ટીસીએસનો શેર 3,492.05 પર ખુલ્યો હતો. જે 3,481.00 રૂપિયાના નીચલા સ્તરે જોવા મળ્યો હતો. અમેરિકાના અહેવાલની અસર શેર પર જોવા મળી છે. શેરમાં પ્રારંભિક અડધા ટકાનું નુકસાન દેખાયું હતું.
આ પણ વાંચો : સુરત : સોના-ચાંદીમાં તેજીથી લગ્ન સીઝનની ખરીદી પર અસર પડશે, મંગળવારે 500 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો
ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી શેરબજારની ખબરોથી વાકેફ રાખવાનો પ્રયાસ છે. અહીં એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન હોય છે. નફાના અંદાજ સાથે કરવામાં આવેલા રોકાણમાં નુકસાનનો સામનો પણ કરવો પડી શકે છે,આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.
Published On - 9:16 am, Wed, 22 November 23